________________
૪૬૨
અનુભવ સંજીવની ઉત્પન્ન થવાની ક્રિયાના અનુભવ દ્વારા ભિન્નતા ભાસવી જોઈએ. નિજાવલોકન વડે, પોતાનું જ્ઞાન આપો આપ ઉત્પન્ન થતું અનુભવાય ત્યારે તે જ્ઞાનાકારે (સામાન્ય જ્ઞાનરૂપે) અનુભવાય છે, અહીંથી સ્વાનુભવની શ્રેણીનો પ્રારંભ થાય છે. શેયાકાર જ્ઞાન અને શેયોનો આપો આપ વ્યવચ્છેદ થતાં જ્ઞાનની સ્વયંમાં વ્યાપકતા અવલોકવાનું આગળ સુગમ થાય છે. જેથી ભેદવિજ્ઞાનનો વિકાસ થાય
(૧૮૧૫)
એ જો જીવને અંતરમાં પોતે જ અનંતસુખધામ' ભાસે તો અહોરાત્ર તેનું જ લક્ષ રહ્યાં કરે – તે યથાર્થ ભાવભાસનનું સ્વરૂપ છે, અથવા વાસ્તવિકતા છે. નહિતો કલ્પના છે. આ ગુણનિધાનનો પ્રેમ છે. જેમ તીવ્ર દુઃખજનક ચિંતા વિસ્મરણને યોગ્ય નથી, – વિસ્મરણ થઈ શકતું નથી, કરવા ઈચ્છે તોપણ તો અનંત સુખ ધામનું વિસ્મરણ કેમ થાય ?
(૧૮૧૬)
R
જ્ઞાનક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવનું ગ્રહણ થતાં પરદ્રવ્ય અને પરભાવથી ભેદજ્ઞાન થાય છે, અને એ પ્રકારે ભેદજ્ઞાનપૂર્વક પર સાથેની આધાર બુદ્ધિનો નાશ થાય છે. આધારબુદ્ધિનો અભાવ થવાથી એકત્વબુદ્ધિ, કર્તબુદ્ધિ, ભોક્તા બુદ્ધિ અને સુખબુદ્ધિનો પણ સાથોસાથ નાશ થાય છે. અને આત્મશુદ્ધિ - સ્વરૂપ નિર્મળતા પ્રગટ થાય છે. જ્ઞાનક્રિયા સ્વતઃ જ નિરંતર થયા કરે છે, તેવો અંતરંગમાં ભિન્નતાનો અનુભવ કર્તવ્ય છે.
(૧૮૧૭)
ઉત્તમ મુમુક્ષુને અંદરમાં ભેદજ્ઞાન અને બહાર સ્વચ્છંદ નિરોધ ભક્તિ, દર્શનમોહનો અનુભાગ ઘટવાનું અને નિર્મળતા ઉત્પન્ન થવાનું કારણ છે. ગુણ અને ગુણવાન પ્રત્યેનો પ્રેમ નિજ આત્મગુણોનો પ્રેમ છે. તેથી ભક્તિ પ્રેમરૂપ હોય છે. રાગરૂપ હોતી નથી.
(૧૮૧૮)
- યથાર્થતામાં ગુણદોષની તુલનાત્મક મતિ હોય; જેમાં નાનો દોષ મોટો ન દેખાય અને મોટો દોષ નાનો ન દેખાય. આત્માર્થીને સહજ એમ હોય. છઘસ્થને ગુણો સંપૂર્ણ પ્રગટ થયા હતા નથી; પરંતુ ધર્મને અને ધર્મ પામવા યોગ્ય જીવને મોટા દોષ પહેલા જાય છે અથવા મોટો ગુણ પહેલા પ્રગટ થાય છે, તેની તુલના કરવામાં અર્થાત્ તે વિષયમાં વજન દેવામાં જો ભૂલ થાય છે, તો તે વિપર્યાસને સૂચવે છે. જે વિપર્યાલ આત્માર્થને પ્રતિકૂળ છે; વા માર્ગ પામવા માટે અવરોધક
(૧૮૧૯)
V_ઉપદેશબોધ પ્રાયઃ પર્યાય સુધારના હેતુવાદરૂપ છે. આત્મહિત–અહિતના વિવેકનું તે પ્રકરણ હોવાથી ત્યાં જ્ઞાન–પ્રધાનતા છે. અહીં એટલું વજન ન જવું જોઈએ કે જે સમ્યક્દર્શનથી પ્રતિકૂળ