________________
અનુભવ સંજીવની
૪૬૩ જાય. સમ્યફદૃષ્ટિ પર્યાયમાં અહમભાવાનો નાશ કરીને પ્રગટ થઈ છે. તેથી સમકિતી જીવનો પર્યાય સંબંધી વિવેક પણ પર્યાયમાં અહંભાવનો ઉત્પાદક હોતો નથી. દ્રવ્ય સ્વભાવમાં અહબુદ્ધિ અચલિત રહીને પર્યાયમાં સૂક્ષ્મ અવિવેક પણ ન થાય તેવા અભિપ્રાયપૂર્વક ભૂમિકા અનુસાર જ્ઞાનની આચરણ/ પ્રવર્તના હોય છે. સમ્યકત્વનું આ એક લક્ષણ છે. જેની વિશાળતા વિશાળ એવા ઉપદેશબોધમાં સર્વત્ર હોય છે. જે અદ્ભુત છે.
(૧૮૨૦)
સતુ-શ્રવણ આત્મકલ્યાણની અત્યંત ભાવના સહિત સ્વલક્ષે થવું ઘટે છે, જેથી પ્રયોજનનો દૃષ્ટિકોણ સાધ્ય થાય. નહિતો શ્રવણ . અશ્રવણ બંન્ને સરખું છે. ઉપરોક્ત ભાવે શ્રવણ-ક્રમે કરીને ભાવશ્રુત પ્રગટવાનું કારણ બને છે. અન્ય પ્રકારનું શ્રવણ નિષ્ફળ થાય છે. (૧૮૨૧)
vપ્રયોગનો વિષય પ્રયોગની ભૂમિકા પ્રાપ્ત કરીને પ્રયોગાત્મકપણે સમજાય તો તેનો પારમાર્થિક લાભ થાય છે. તે પહેલાં કેવળ બુદ્ધિગોચર કરવાથી તેની કલ્પના થાય છે. કલ્પના વિપર્યાસમાં પરિણમે છે અને વિપર્યાસ દુઃખનું કારણ છે. તેથી અપરિપકવ અવસ્થાએ પ્રયોગ સમજાયાનો સંતોષ થવો ન ઘટે. તેથી ગૃહિત મિથ્યાત્વ થવાનું જોખમ છે, જે અતિ ગંભીર છે. કલ્પિત ભાવ દઢ થવાથી, તેનાથી મુક્ત થવામાં અતિ પરિશ્રમ લાગે છે.
(૧૮૨૨)
તત્વજ્ઞાનનો અભ્યાસ પ્રાયઃ બુદ્ધિજીવી જીવો કરે છે. દ્રવ્યદ્ભુત વસ્તુ સ્વરૂપની વ્યાખ્યા છે. તેથી વ્યાખ્યાત્મિક જ્ઞાન (Theoretical Knowledge) પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મજ્ઞાન તો અનુભવ જ્ઞાન છે, તેથી પાત્ર જીવ અનુભવ પદ્ધતિએ તત્વ અભ્યાસ કરે છે. અને સ્વાનુભવ પ્રાપ્તિ કરે છે. દ્રવ્ય શ્રુતમાં પ્રયોગની પ્રેરણા હોય છે. તે ઉપરથી પાત્ર જીવ પ્રયોગ પદ્ધતિને પકડે છે. માત્ર વિચાર પદ્ધતિમાં પ્રયોગનો વિષય વિચારથી – બુદ્ધિથી બુદ્ધિગોચરપણે સમજતાં કલ્પના થાય છે . અને તેથી વિપર્યાસ ઉત્પન્ન થાય છે. વિપરીત જ્ઞાનથી આત્મશાંતિની પ્રાપ્તિ નથી, અનાદિ આકુળતા મટતી નથી, પરંતુ દુઃખ-આકુળતા ફળે છે. યથાર્થ સ્વાધ્યાય પદ્ધતિના અભિલાષી જીવે આ વિચારવા યોગ્ય છે.
(૧૮૨૩)
જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં વિપર્યા હોય ત્યાં સુધી પુરુષાર્થની દિશાસ્વરૂપ સન્મુખ થતી નથી. તેવું વસ્તુસ્વરૂપ છે. એવા પ્રયોજનભૂત વિષય દેવ, ગુરુ, શાસ્ત્ર, પુરુષ અને સ્વરૂપ પ્રાપ્તિની વિધિ - કાર્યપદ્ધતિ છે. નવતત્વમાં એકપણ તત્વનો વિપર્યા હોય તો જ્ઞાન સમ્યક ન જ થાય
(૧૮૨૪)