________________
४६४
અનુભવ સંજીવની / સંસારમાં જીવને પૂર્વકર્મનો સદાય ઉદય રહે છે. પ્રાયઃ જીવ, સ્વરૂપ સાવધાનીના અભાવમાં, દુઃખી થઈ નવા કર્મ બાંધવાનું નુકસાન કરે છે. જો જીવ મુક્ત થવાનો અભિલાષી હોય તો પ્રાપ્ત ઉદયના નિમિત્તે આત્મ પ્રત્યયી પુરુષાર્થ કરી સંસાર તરી શકે છે. તેથી ઉદયથી અકળાવાની જરૂર નથી પરંતુ ઉદયનો લાભ લેવા યોગ્ય છે. – આ ખરી જીવનકળા છે. (૧૮૨૫)
જાન્યુઆરી - ૧૯૯૯ - કોઈપણ શેયનું માત્ર બાહ્યજ્ઞાન (જ્ઞાન વિશેષ)માં પ્રતિબિંબ પડે છે, જે માત્ર જ્ઞાનની સપાટીની ઉપર ઉપર જ શીધ્ર વિલય પામવા યોગ્ય હોય છે. તે જ વખતે પોતે તો અખંડ જ્ઞાન પિંડ – નિવિડ જ્ઞાનનું દળ, જ્ઞાનના સંવેદન સહિત ભિન્ન જ રહે છે. - આમ ભિન્નતાની મુખ્યતામાં વર્તવું તે નિરૂપાધિક થવાનો સમ્યક ઉપાય છે. તે જ ધર્મ ધ્યાનરૂપ દ્રવ્યાનુયોગનું પરિણમન કે જે શુકલ ધ્યાનનું કારણ છે.
' (૧૮૨૬)
/ જિજ્ઞાસા : અંતર્મુખ કેમ થવાય ? કેવી પરિસ્થિતિમાં સહજ થવાય ?
સમાધાન : બહિર્મુખ ભાવોમાં જે જીવને આકુળતા વેદાય, વિકલ્પમાત્રમાં દુઃખ લાગે, થાક લાગે અને જ્ઞાન સુખરૂપ ભાસે, “જ્ઞાનમાત્ર ભાવ કષાય રહિત હોવાથી સુખરૂપ ભાસે, ત્યારે જીવની સુખ માટેની અપેક્ષાવૃત્તિ સુખ પ્રત્યે સહજ વળે એટલે બાહ્ય પદાર્થો પ્રતિ આકર્ષિત હતો તે ઉપયોગ, ઉદાસ થઈ – ઉપેક્ષિત થઈ જ્ઞાન સામાન્ય કે જે સ્વયં વેદ્ય વેદકભાવે છે, તેમાં વળે છે. તે જ જ્ઞાન વેદના છે. જે આત્મ–વેદનરૂપ છે. આ રીતે આત્મા જ્ઞાન–વેદનામાં વેદ્યો જાય તેવો છે.
(૧૮૨૭)
કે વ્યવહારને વ્યવહારના સ્થાને શ્રી વીતરાગે સ્થાપીત કરેલ છે. જે આત્મહિતાર્થે યોગ્ય લાગે
છે, સંમત થાય છે. નિશ્વયે તેનો નિષેધ સમ્યક છે. - આવી જ જિન નીતિ છે. વ્યવહારના અનેક ભંગ–ભેદ છે, જે હેય – ઉપાદેયના દૃષ્ટિકોણથી વિચારવા યોગ્ય છે. ક્યાંય એકાંત કર્તવ્ય નથી. તથાપિ ધર્માત્માનું સમ્યફ એકાંત કે જે નિજ પરમપદની પ્રાપ્તિનું હેતુભૂત છે, તે ત્રણેકાળે વંદનીય છે. તેમની આરાધના જયવંત વર્તે છે
(૧૮૨૮)
છે અહો ! જ્ઞાનીનો વિવેક ! જેને પોતાના ઉપકારી મુમુક્ષુ પ્રત્યે પણ વિનય – નમ્રતા સહજ ઉદ્ભવે છે; જે નમ્રતા જ સ્વયં તેમની મહાનતા છે. જરાપણ પોતાના ગુણોની મુખ્યતા થતી નથી. અહીં એટલો વિનય ભાવ છે કે નિમિત્તની મુખ્યતામાં ઉપાદાન ગૌણ થાય છે તો પણ અવગુણ ઉપજતો નથી ! કેવી અગમ-નિગમની ઘટના છે ! મુમુક્ષુજીવને પણ આત્માની નિર્મળતા અર્થે