________________
અનુભવ સંજીવની
૪૬૧ લગતી – સ્પર્શતી જે કોઈ વાત આવે ત્યારે સ્વલક્ષે તેનો અંગીકાર કરવો, સત્કાર કરવો.
(૧૮૧૦)
પરલક્ષનો અપરાધ બહુ મોટો છે કે જે નિજ પરમાત્માનું લક્ષ છોડીને થાય છે. ખરેખર લક્ષ કરવા યોગ્ય તો અંતરમાં આનંદ સાગર છે, જેની ઉપેક્ષા અને અનાદર કરીને જીવ પરલક્ષ કરે છે. આ અપરાધનો જીવને ખ્યાલ આવતો નથી; તેથી આ અપરાધને જીવ હળવાશથી લે છે. તેથી આ દોષ ચાલુ રહે છે અને આ કારણથી જીવને ઉપદેશ ચડતો નથી. જીવે બીજા પ્રત્યેની ભાવનાના બહાને પણ પરલક્ષ કરવું યોગ્ય નથી. તે વંચનાબુદ્ધિ છે. તેથી તેવા તેવા પ્રકારમાં જાગૃતિ રાખવી યોગ્ય છે.
(૧૮૧૧)
આત્મસ્વભાવ સમજવો તે એક વાત છે અને તે ગ્રહણ થવો તે બીજી વાત છે. સ્વભાવને માત્ર વિચાર કક્ષામાં / શ્રેણીમાં રાખવો – તે યોગ્ય નથી. કેમકે તે અનુભવને યોગ્ય છે અર્થાત્ અનુભવનીય છે. તેથી તેને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ અગ્નિના એક તણખામાં તેની બાળવાની અસીમ શક્તિ જોવામાં આવે છે, તેમ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનંત સામર્થ્ય દેખવામાં અને દેખીને ભાવવામાં આવતાં, તેમાં તદાકાર થવાથી સ્વભાવ પ્રગટ થાય છે. (૧૮૧૨)
/જિજ્ઞાસાઃ જ્ઞાની પુરુષ પ્રતિ પ્રીતિ – ભક્તિ થયા વિના ઉપદેશ પરિણમતો નથી.’- કૃપાળુદેવના આ વચનામૃતમાં પ્રીતિ અને ભક્તિનું સ્વરૂપ / લક્ષણ કેવું હોય ?
સમાધાન: બીજા સર્વકાર્ય એક્કોર કરે તે પ્રીતિ છે અને ઉપકારબુદ્ધિથી સર્વાધિક મુખ્યતા થાય તેને ભક્તિ કહે છે. ઉપદેશ પરિણમીત થવાની આ ખાસ યોગ્યતા છે. (૧૮૧૩)
પોતાની ભૂમિકા સમજયા વિના, માત્ર ધારણા જ્ઞાનથી કોઈ જીવ, સમાધાન કરે, ત્યારે વર્તમાનમાં તેને કષાય મંદ થાય છે. પરંતુ આત્મદશામાં તેનું પરિણમન આવતું નથી. પરંતુ તેથી મોટું અસમાધાન ઊભુ થાય છે. જેનું નિરાકરણ પોતાની મેળે થવું ઘણું કઠણ થઈ જાય છે. તથાપિ જીવ ખોજી હોય તો માર્ગ મળવો સંભવ છે. ધારણાથી પ્રાપ્ત સમાધાન મિથ્યા સમાધાન છે જે મિથ્યાત્વને દઢ-બળવાન કરે છે. જેથી ત્યાંથી છૂટવું વધારે મુશ્કેલ થાય છે. '
(૧૮૧૪)
જિજ્ઞાસાઃ ભેદજ્ઞાનના પ્રથમ તબક્ક, પરદ્રવ્ય અને પરભાવથી ભિન્નતા કઈ રીતે આવે છે ?
સમાધાન : ભેદજ્ઞાન ભલે સવિકલ્પ દશામાં હોય છે, તથાપિ તે વિકલ્પાત્મક નથી, પ્રયોગાત્મક છે, તેની શરૂઆતમાં, માત્ર ભિન્નતાના વિકલ્પોમાં વિચારોમાં નહિ રોકાતા, જ્ઞાનની સ્વતઃ સ્વતંત્ર