________________
૪૬૦
અનુભવ સંજીવની
(Normal) થઈ ગયેલ છે, જેથી તેની ભયંકરતાનો જરાપણ ખ્યાલ, તત્વના અભ્યાસી જીવોને પણ, આવતો નથી ! સ્વલક્ષના અભાવમાં, જીવ વંચનાબુદ્ધિએ ઉકત્ પ્રકારે, દુર્લભ મનુષ્યભવ મિથ્યાત્વને ટાળ્યા વિના જ ગુમાવે છે !!!
(૧૮૦૫)
ડિસેમ્બર ૧૯૯૮
?
આત્મકલ્યાણની અલ્પભાવના અર્થાત્ ઈચ્છાથી જીવ પરમ સત્સંગ અને સત્શાસ્ત્રનો પરિચય કરે છે, પરંતુ અંતરની ખરી ભાવના નહિ હોવાથી, પારમાર્થિક લાભ થતો નથી. તે હાથમાં આવેલા અમૂલ્ય રત્નને પરિભ્રમણના સમુદ્રમાં મૂકી દેવા જેવું છે. કેમકે આવી અમૂલ્ય તકનું જો જીવને મૂલ્યાંકન થઈ, ખરી ભાવના પ્રગટ થાય, તો જરૂર આત્મકલ્યાણ થાય જ. – સર્વ અનુભવી પુરુષોનો આ અનુભવ છે, સાક્ષાત્કાર છે. ખરી ભાવના પ્રગટ થતાં જીવને આત્મકલ્યાણની લગની લાગે છે, જેથી એક લયે તેનું આરાધન થાય છે.
(૧૮૦૬)
—
પાત્રતાવાન જીવને આત્મહિતકારી એવાં ગુરુ વચન દિવ્ય અમૃતની શીતળતાનો અનુભવ કરાવે છે. જે પરમોત્કૃષ્ટ શાંત શીતળતા (સ્વરૂપમાંથી) પ્રગટ થવાનું લક્ષણ છે. (૧૮૦૭)
*
સમ્યક્ નિર્દોષતા એ જિનેશ્વરના માર્ગની સુંદરતા છે અને એ માર્ગ શાંત અમૃતરસની સુગંધથી મઘમઘે છે. ચા જીવને તે પ્રિય ન હોય !! પ્રિય ન થાય !
(૧૮૦૮)
અંતરંગમાં જ્ઞાન સ્વયં’ ઉત્પન્ન થાય છે, એમ પોતે અપૂર્વ જિજ્ઞાસાથી - પરથી અને રાગથી ઉદાસ થઈ, – જુએ તો જ્ઞાનની નિરાલંબ નિરપેક્ષતા અનુભવાય છે, એટલે કે પોતાની સહજ સંપૂર્ણ સ્વતંત્રતા, ભિન્નતા, અસંગતા, (નિર્લેપતા), નિર્વિકારતા (શુદ્ધતા), નિરૂપાધિતા, સહજ કાર્યશીલતા, જોવામાં આવે છે. આ રીતે જ્ઞાનથી સ્વયંનું અવલોકન થતાં જ્ઞાનની વ્યાપકતા, વેદકતા અને પ્રત્યક્ષતા માલૂમ પડે છે. જ્ઞાનસ્વરૂપી આત્માને આ રીતે' જોતાં મોહ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. પરમાં એકત્વ અને કર્તૃત્વ મટે છે; આસક્તિનો સહજ અભાવ, સ્વરૂપ સુખ પ્રત્યે ખેંચાણ થવાથી થાય છે.
(૧૮૦૯)
-
પ્રયોજનની દૃષ્ટિવાળા જીવનો ઉપયોગ પોતાને લાગુ પડતા ઉપદેશ ઉપર જાય છે, ત્યારે તે પોતાથી, પોતાના લાભ-નુકસાનને સમજીને પોતાનો સુધાર કરવાના અભિપ્રાયવાળો હોવાથી તેને યથાર્થ સુધાર / અમલીકરણ શીઘ્ર જ થાય છે. ઉક્ત અભિપ્રાયની ભૂમિકા બોધ પ્રાપ્તિની યોગ્ય ભૂમિકા છે. આમ હોવાથી, આત્માર્થીએ ઉપદેશ પ્રાપ્ત થવાના પ્રસંગે, પોતાના પરિણમનને