________________
૪૫૯
vim
અનુભવ સંજીવની - જિજ્ઞાસા : તિર્યંચને સમ્યક્દર્શન – સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, ત્યાં તત્વજ્ઞાનનો અભ્યાસ કે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર્યની સ્પષ્ટતા ઉઘાડ જ્ઞાનમાં નથી, છતાં તે જીવને કઈ રીતે કાર્ય સધાય
સમાધાન : તત્વ સંબંધી વિચાર જ્ઞાન તે બાહ્યજ્ઞાન છે અને અનુભવમાં આવતા ભાવોનું ભાસન થવું તે અંતર જ્ઞાન છે. બાહ્યજ્ઞાન બે પ્રકારનું છે. સ્વલક્ષી અને પરલક્ષી. પરલક્ષી અંગપૂર્વનું જ્ઞાન નિષ્ફળ જાય છે. સ્વલક્ષી અલ્પજ્ઞાન પણ અંતરજ્ઞાન હોવાથી પ્રયોજન સાધતુ થકુ સફળ થાય છે. તિર્યંચ પણ શાંતિ – અશાંતિને અનુભવીને ઓળખીને અશાંત એવા વિભાવ ભાવોથી ખસી, શાંત સ્વભાવી જ્ઞાનભાવ પ્રતિ વળે છે. તે સાચી શાંતિને ઓળખે છે અને ભેદજ્ઞાન કરીને સ્વાનુભૂતિ પ્રગટ કરે છે. સંશી પંચેન્દ્રિય જીવ સુખ-દુઃખના પ્રયોજનને સમજી, પ્રયોજનને મુખ્ય કરી પ્રયોજનને સાધવા સક્ષમ છે. જેથી સંશી તિર્યંચ સ્વાનુભવ કરે છે. (૧૮૦૨)
મુમુક્ષુજીવ પ્રતિકૂળતાને અવગણી, પરિભ્રમણથી મુક્ત થવા પ્રયાસ / પ્રયોગ કરે, તેમાં હારતો નથી કારણકે પ્રતિકૂળતાનું દુઃખ, પરિભ્રમણના દુઃખ સમુદ્ર પાસે એક બિંદુથી પણ ઓછું છે. અને પુરુષાર્થના ફળમાં અનંતસુખની પ્રાપ્તિ અર્થે અલ્પ દુઃખ સહન કરવું પડે અથવા પ્રતિબંધ (કુટુંબ, શરીરનો મૂકવો પડે તો તેમાં શું ? – તેવી સમજણ હોય છે. જેથી પ્રયોગ અને પુરુષાર્થમાં ઉમંગ અને ઉલ્લાસ વર્તે. જે હારી જાય છે તેને પ્રાયઃ તેવી સમજણ હોતી નથી. ત્યાં કૃત્રિમ પ્રયાસ હોય છે.
(૧૮૦૩)
“હું જ્ઞાનમાત્ર છું” – એવા સ્વરૂપ સાવધાનીના પરિણમનમાં ભેદજ્ઞાનની સિદ્ધિ છે. અને સ્વાવલંબનથી આત્માને એકત્વનો અનુભવ થાય છે. સવિકલ્પ દશામાં ભેદજ્ઞાનરૂપ પરિણમન ઉદયને નિષ્ફળ કરે છે. અર્થાત્ ઉદય પ્રત્યે ઉદાસીન કરે છે, જેથી ઉદયની અસર આત્માને થતી નથી. આ સંસાર કરવાનો અમોઘ અનુભવ સિદ્ધ ઉપાય છે.
(૧૮૦૪)
/કુટુંબ પ્રતિબંધ મિથ્યાત્વને દઢ કરે છે. જેથી પ્રાપ્ત પરમ સત્સંગ નિષ્ફળ જાય છે. સત્સંગના ચાહક જીવે કુટુંબની ચાહના મૂકવી ઘટે છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાવાળા જીવનું, પ્રાયઃ પરિભ્રમણ – દુર્ગતિના કારણરૂપ આ મહાદોષ પ્રતિ ધ્યાન નહિ જતુ હોવાથી, તે અભ્યાસ નિષ્ફળ જાય છે. બહારમાં વ્યવસાયઆદિથી નિવૃત્તિ લઈ, મોક્ષમાર્ગ પામવા, કોઈ જીવ ધર્મ પ્રવૃતિ કરે છે, આવી એક બાજુ સુંદર હોવા છતાં, બીજી બાજુ કુટુંબ પ્રતિબંધક પરિણામોનો પાડે ધર્મ પ્રવૃત્તિના ઘાસના પુળાને ચાવી જાય છે, અને અંધજનની માફક જીવને તેની કાંઈ ખબર પણ પડતી નથી !! કુટુંબીઓ પ્રત્યે પોતાપણાથી સ્નેહ તે કુટુંબ પ્રતિબંધ છે. સંસારમાં તે સાવ સાધારણ