________________
અનુભવ સંજીવની
૧૨૫ કરવાની શક્તિને હણી નાખે છે. જેમ વૈદ્ય ઝેરની શક્તિને વિદ્યાના બળથી રોકે છે તેમ આત્માના આનંદ અમૃતનો તીવ્ર રસ, કષાયરસના ઝેરને હણી નાખે છે. તેથી ઉદયકાળે કષાયરસ સહજ ઉત્પન્ન થઈ શકતો નથી.
(૪૬૩)
Wજ્ઞાનદશામાં પોતાનું જ્ઞાન સ્વરૂપ, અભેદ, એક શાશ્વત સત્વરૂપે, નિત્ય પ્રગટ, અભેદ્ય, સ્વતઃ સિદ્ધપણે અચળ અનુભવાય છે. તેથી જ્ઞાની સર્વ પ્રકારના ભયથી રહિત, નિર્ભય હોય છે, અને અનુભવના બળથી નિઃશંક હોય છે. તેથી તે સમસ્ત કર્મને હણે છે, અને બંધાતા પણ નથી. સમ્યક્દર્શનની સાથે જ નિઃશંકતા, નિઃકાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢતા, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના જે સમ્યકત્વના અંગભૂત છે તે ઉત્પન્ન થઈ જાય છે. અખંડ એવું સમ્યકત્વ સર્વાગ ક્ષતિ વિનાનું હોય છે. અર્થાત્ આઠમાંથી એકપણ અંગ ઓછું હોતું નથી.
૧/૨ ચિત્ સ્વરૂપ લોકના અનુભવથી–આ લોકભય, પરલોક ભય થતો નથી. ૩. અભેદ જ્ઞાન-રસના વેદનથી–વેદના ભય થતો નથી. ૪. સત્પણાને લીધે–અરક્ષા ભય થતો નથી. ૫. અભેદ્યપણાને લીધે–અગુપ્તિ ભય થતો નથી. ૬. શાશ્વતપણાને લીધે–મરણ ભય થતો નથી. ૭. નિત્ય એક અચળપણાને લીધે–અકસ્માત ભય થતો નથી.
તેથી તે પ્રકારના પરિણામથી થતાં બંધ નથી; પરંતુ નિઃશંકતાદિ ગુણો વર્તતા હોવાથી પૂર્વકર્મની નિર્જરા થાય છે.
(૪૬૪)
છે સત્સંગ (મુમુક્ષુને માટે) સર્વોત્કૃષ્ટ સાધન તરીકે સર્વ સમર્થ મહાપુરુષોએ કહ્યું છે, તે પરમ સત્ય છે. અત્યંત અનુભવપૂર્ણ અને મહત્વપૂર્ણ આ સત્ય ખરેખર મુમુક્ષુ જીવને ભાવમરણથી બચાવવા માટે અમૃત જ છે. જે જીવ સત્સંગના લાભને સમજી શકતો નથી, તે પ્રત્યક્ષ સત્સંગને ગૌણ કરીને, સાધનાંતરને . આગમ આદિને મુખ્ય કરે છે, તે ખચીતુ ભૂલ કરે છે.
સત્સંગ બે પ્રકારે ઉપલબ્ધ થાય છે. એક સપુરુષના ચરણની સમીપતા, તે ઉત્કૃષ્ટ સત્સંગ છે, કે જે પરમ ભક્તિથી ઉપાસવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે. વૈરાગ્ય સમેત સરળ પરિણામે.).
બીજું ઉપરોક્ત પરમ સત્સંગના અભાવમાં આત્માર્થી જીવોએ પરસ્પર મળીને સન્માર્ગ પ્રતિ પ્રગતિ કરવા અર્થે, નિષ્પક્ષપણે પોતાના દોષો ટાળવા અર્થે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની વૃદ્ધિ અર્થે, ધર્મ | તત્ત્વ વાર્તા કરવી, તે છે./ - મુમુક્ષુ જીવે, ઉપરોકત વિષયને અનુભવેથી સમજી, તેનું મૂલ્યાંકન કરવા યોગ્ય છે. સત્સંગની ઉપેક્ષા કરનાર, તત્ત્વની અપેક્ષા રાખે તો વ્યર્થ પરિશ્રમ થાય, તે લક્ષમાં લેવા યોગ્ય છે. (૪૬૫)