________________
૧૨૬
અનુભવ સંજીવની મોક્ષમાર્ગમાં જે વિધિ–નિષેધરૂપ પરિણામ છે, તે હેય-ઉપાદેયરૂપ વિવેકપૂર્ણ પરિણમન છે; તે વિવેકથી ઉત્પન્ન ફળસ્વરૂપે વીતરાગભાવમાં સ્થિર થતાં વિધિ-નિષેધનો અભાવ થઈ, જ્ઞાતાદૃષ્ટાભાવે રહેતાં, નિદ્દ ભાવ થઈ કેવળ સમભાવ વર્તે છે. તેથી જ ભવ–અને મોક્ષનો પરમ વિવેક કરનાર કૃપાળુદેવ ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો’—એવી અસંગદશાની ઉપાસનાની ભાવના સાથે નિર્દદ – નિજસ્વરૂપમાં સ્વરૂપભૂત પરિણામે અભેદતા સાધી, શુદ્ધ-અશુદ્ધ સર્વે પર્યાયો પ્રત્યે ઉપેક્ષાભાવ સહજપણે રહે – તેમ ભાવના ભાવી છે. સમભાવી આત્મ સ્વરૂપના આશ્રયે તદાકાર સમભાવ વેદવાના પ્રકારનું આ પ્રસિદ્ધત્વ છે. આમ મોક્ષમાર્ગમાં આવી પરસ્પર વિરૂદ્ધ દેખાતી દશા હોવા છતાં, અનેકાંતિક સંતુલન અને સાધ્ય- સાધકપણાને લીધે તેમાં અવિરૂદ્ધપણું
(૪૬૬)
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ – બે પદાર્થના પોતાના ધમો. અપેક્ષિત ધર્મો ને લીધે ભજે છે, તેથી તેનો પણ વસ્તુસ્થિતિમાં સમાવેશ થાય છે, અને તે અનાદિ અનંત છે. તેમાં બે પ્રકાર છે. એક તો નિમિત્ત મળતાં અવશ્ય નૈમિત્તિક અવસ્થા સંયોગોમાં રહેલા પદાર્થોમાં થાય છે. દા.ત. જીવના વિકારીભાવના નિમિત્તે તેવું જ (Degree to Degree) કર્મ બંધાય તેવી જ રીતે જ્ઞાનમાં શેયનું પ્રતિભાસવું – બિંબ – પ્રતિબિંબ – અનિવાર્ય છે. દર્પણવત્ આવા નિમિત્ત– નૈમિત્તિક સંબંધમાં અપવાદ હોતો નથી.
બીજું કર્મનો ઉદય આવતાં જીવને તેવા વિભાવનું પરિણમન થાય વા ન થાય. તે જ પ્રમાણે ગુરુના ઉપદેશ અનુસાર સર્વ શિષ્યોને સરખું જ્ઞાન થતું નથી.
આમ નિમિત્ત . નૈમિત્તિક સંબંધનું અનેકાંતપણું છે. તેનું તાત્પર્ય પોતાનું ઉપાદાનને સંભાળવું તે છે. તેમજ પ્રત્યેક દ્રવ્યની સ્વ-કાર્યમાં સંપૂર્ણ ભિન્નતા, સ્વતંત્રતા અબાધિત છે. તે રાખીને ઉપરોક્ત સંબંધ વિચારવા યોગ્ય છે.
(૪૬૭)
અધ્યાત્મ અને આગમમાં, શ્રદ્ધા – જ્ઞાનના વિષયભૂત સિદ્ધાંતો નિરપવાદ હોય છે, પરંતુ ચારિત્ર વિષયક સિદ્ધાંતોમાં, પ્રયોજનની સિદ્ધિ અર્થે અપવાદનો સ્વીકાર કરવામાં આવેલ છે. જેમકે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય પરિણામોને આશ્રય / અવલંબનને યોગ્ય નિજ પરમાત્મ તત્ત્વ જ છે. તેમાં અપવાદ નથી. પરંતુ પૂર્ણ વીતરાગતા જ ઉપાદેય હોવા છતાં, મોક્ષમાર્ગમાં સાધકને ભૂમિકા અનુસાર રાગને જે હેયબુદ્ધિએ આવે છે, તેને વ્યવહાર ગણીને સંમત કરવામાં આવેલ છે; તે તે ભૂમિકાની મર્યાદામાં થતો રાગ સહવર્તી વીતરાગતાને હણી શકતો નથી, પરંતુ તે પોતે ઘટતો | ક્ષય પામતો જાય છે, અને વીતરાગતા વૃદ્ધિગત થતી જાય છે. આમ સિદ્ધાંતમાં અપવાદ અને નિરપવાદ એમ બે પ્રકાર જાણવા યોગ્ય છે.
(૪૬૮)