________________
અનુભવ સંજીવની
૧૨૭
✓
મુમુક્ષુ જીવને તત્ત્વજ્ઞાનના અભ્યાસકાળે સ્વભાવના લક્ષ, સ્વભાવનો રસ આવે, તે જ ઉચિત છે. જેથી સ્વભાવની રુચિ વૃદ્ધિગત થઈ સ્વભાવનો આશ્રય થવાનો અવસર આવે. જો તે પ્રકારે સ્વાધ્યાય ન થાય તો, શબ્દોનો, વચનશૈલીનો, સ્વાધ્યાયના રાગનો, જ્ઞાનના ઉઘાડરૂપ વિકાસનો, નવા નવા ન્યાયોના કુતૂહલ વગેરેનો રસ આવ્યા વિના રહેશે નહિ. તે અનાત્મરસ છે, તેમાં રોકાઈને સમય ગુમાવી દેવાનું થશે. તેથી એકમાત્ર સ્વભાવ સિવાય, અન્ય રસ ન કેળવાય જાય, તેવી જાગૃતિ હોવી આવશ્યક છે. તે પ્રમાણે શ્રવણ, ચિંતન, મનન, ઘોલન, એ સર્વમાં સ્વભાવનું લક્ષ હોય તો જ યથાર્થ છે. અન્યથા અનાદિ પર્યાયના એકત્વને લીધે, તે તે ક્રિયાકાળે તે તે પર્યાયનું લક્ષ સહેજે રહેશે; અને પર્યાયનું એકત્વ દઢ થશે. આથી એમ ફલિત થાય છે કે પરિણામની યથાર્થતા અને અયથાર્થતા લક્ષ' ને આધારિત છે.
(૪૬૯)
/ ઉપદેશ-બોધ અનુસાર જીવ પ્રાયઃ કર્તવ્ય અને અકર્તવ્યને સમજી - વિચારી - પ્રવર્તે છે. ત્યાં સ્વરૂપલક્ષ પૂર્વક પ્રવર્તવું યોગ્ય છે. સ્વરૂપ-લક્ષ સ્વરૂપ સામર્થ્યનાં ભાવભાસનથી ઉત્પન્ન હોય છે. અને તેના અભાવમાં જીવ અનાદિથી વર્તમાન કર્મજનિત અવસ્થારૂપે પોતાને માનીને પ્રવર્તે છે. તેથી સ્વરૂપ–નિશ્ચય વિના કર્તવ્ય અકર્તવ્યનાં વિષયમાં યથાર્થતા આવી શકે નહિ, આમ હોવાથી મુમુક્ષુ જીવે સૌ પ્રથમ સ્વરૂપનિર્ણયની દિશામાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે. તે પહેલાં કર્તવ્ય – અકર્તવ્યના બોધને અનુસરવા જતાં, જ્ઞાન અને પુરુષાર્થ આદિ પરિણામો ઉપર અનિવાર્યપણે જોર - વજન ચાલ્યું જશે. તે તે પરિણામોમાં કર્તૃત્વ આવી જતાં કૃત્રિમતા પણ થઈ જશે. પરંતુ સ્વભાવ સહજ અકૃત્રિમ હોવાથી, અકર્તા સ્વભાવના લક્ષે સહજ કાર્ય થશે – તો પણ ઉપેક્ષા થઈ સ્વભાવનાં એકત્વનું બળ ઉત્પન્ન થઈ પર્યાયનું કર્તૃત્વ / એકત્વ મટશે.
(૪૭૦)
જે પુરુષ / આત્મા, અશુદ્ધતાનું નિમિત્ત એવું જે પરદ્રવ્ય, તેમાં અજ્ઞાનભાવે થતુ મમત્વ, તેનો સ્વરૂપજ્ઞાનપૂર્વક અભાવ કરી, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન થાય છે, તે પુરુષ નિયમથી સર્વ અપરાધોથી રહિત થયો થકો, બંધનો નાશ કરીને, સદા પ્રકાશમાન થયો થકો, આત્મજયોતિ વડે નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ, તેનાથી જેનો પૂર્ણ / અનંત મહિમા છે એવો મહિમાવંત થતો થકો, મુક્ત થાય છે. – આ મુક્ત થવાનો પ્રક્રમ છે. (સ.સાર.ક. -૧૯૧) (૪૭૧)
-
અનાદિથી શુદ્ધજ્ઞાનમય નિજ સ્વરૂપથી અજાણ એવો આ જીવ, પ્રકૃતિ સ્વભાવરૂપે પોતાને અનુભવે છે; અર્થાત્ પ્રકૃત્તિ સ્વભાવમાં સ્થિત રહી ‘હું’– પણે અનુભવે છે, અને એ રીતે ઉદિત કર્મફળને સ્વતંત્રપણે અધ્યાસીત ભાવે ભોગવે છે.
જ્યારે આ જીવને પોતાનું શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ, ભેદવજ્ઞાન વડે અનુભવાય છે, ત્યારે પ્રકૃતિ