________________
૧૨૮
અનુભવ સંજીવની સ્વભાવથી નિવર્સેલો હોવાથી, શુદ્ધ-જ્ઞાનમય સ્વને એકને જ હું પણ અનુભવતો થકો, ઉદિત કર્મફળને ભિન્ન જ્ઞયપણે જાણે છે. પરંતુ તેનું હું પણ અનુભવાવું અશક્ય હોવાથી વેદતો નથી. આમ, પરિણમનના બન્ને પ્રકાર જાણીને વિવેકી પુરુષોએ વિપરીત પ્રકાર છોડી, સમ્યક પ્રકાર સેવવા યોગ્ય છે. (સ.સાર, ગા. ૩૧૬).
(૪૭૨)
- મુમુક્ષુ જીવને સ્વરૂપ - ચિંતવનાદિ પરિણામ સ્વરૂપ લક્ષે સહજ થવાં ઘટે છે. નહિતો, તે પ્રકારે નહિ થતાં ચિંતવન-મનન કર્તવ્ય છે' - તેવા અભિપ્રાયથી થાય છે. ઉક્ત અભિપ્રાય / ઉદ્દેશ્યથી થતાં પરિણામ કાળ, લક્ષના અભાવને લીધે, તેમાં ઓઘસંજ્ઞા / કલ્પના આદિ અવશ્ય થઈ જશે અને તેથી વિપર્યાસ મટવાને બદલે વૃદ્ધિગત થશે. મુમુક્ષુને જો સ્વરૂપલક્ષ ન થયું હોય તો, સ્વરૂપનું લક્ષ થાય તેવા પ્રયાસપૂર્વક સ્વાધ્યાય ચિંતવન, અંતરખોજ, જિજ્ઞાસા વગેરે હોવા ઘટે; જેથી નવો વિપર્યાસ ઉત્પન્ન ન થાય અને ચાલતો વિપર્યાસ મટવાનો અવસર આવે. આ રીતે મુમુક્ષુ ભૂમિકામાં અયથાર્થતા ન થાય અને યથાર્થપણે પરિણામ પ્રવર્તે તો સ્વાનુભવ સુધી પહોંચી શકાય. નહિ તો ઉલટાનું મોક્ષમાર્ગથી દૂર જવાનું થાય - તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. (૪૭૩)
જ્ઞાનદશામાં જ્ઞાનચેતનામય પરિણમન હોવાને લીધે, પરદ્રવ્ય પોતારૂપે (હું પણ અનુભવવાની અયોગ્યતા હોવાથી, અશાતા આદિ ઉદયમાં જ્ઞાની તેને વેદતા નથી. પરંતુ શુદ્ધાત્મ સ્વભાવમાં નિશાળ એવા તે, જ્ઞાતાભાવે ઉદયને માત્ર જાણે છે. આવું જ્ઞાનીનું અંતરંગ પરિણમન છે, જે અલૌકિક છે, ભક્તિ કરવા યોગ્ય છે અને વંદનીય છે. તેમને ચારિત્રમોહનાં સદ્ભાવ અનુસાર ઉદય ભાવ – પ્રવૃત્તિ થાય, તેના પણ એક ન્યાયે જ્ઞાતા છે, તો એક ન્યાયે તેના નાશનો ઉદ્યમ તેમને વર્તે છે. તેઓ શુદ્ધનય વડે પોતાના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્ અનુભવ કરે છે. તેથી મુક્ત જ છે; અને તેથી પરમ ભક્તિથી – બહુમાન કરવા યોગ્ય છે.
(૪૭૪)
ઉપદેશબોધની વચન-શૈલી ઉપદેશાત્મક અને આજ્ઞાર્થ વાચક (Imperative) હોય છે. જેથી ઉપદેશની પ્રેરણા જાગૃત થઈને, સરળતાથી ઉપદેશ ગ્રહણ કરવાનું બને.
પરંતુ મોક્ષમાર્ગમાં કોઈપણ પરિણામ કર્તાભાવે થાય તે યોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ સહજ ભાવે થાય તે યોગ્ય છે, અને તે વિષયક સ્પષ્ટતા યથાર્થ ઉપદેશ કરનાર અવશ્ય કરે છે. મોક્ષમાર્ગના પરિણામોની આવી સહજતા કઈ રીતે ઉત્પન્ન થાય, તે વિધિથી અજાણ જીવો, અનાદિ પર્યાયનું કર્તુત્વ છોડી શકતા નથી. - તેઓ વર્તમાન અવસ્થામાં હું પણું - રાખી, સ્વરૂપદર્શન, સ્વરૂપધ્યાન, આદિ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી. તેથી યથાર્થ વિધિના ક્રમનો વિચાર કરતાં, જેને પોતાના મૂળ સ્વરૂપનું પોતા રૂપે ભાવભાસન થાય, તેને આશ્રયભૂત