________________
અનુભવ સંજીવની મૂળ નિજ શુદ્ધાત્મપદમાં ‘હું પણું' સહજ થાય અને તેમ થતાં, સહજ ઉત્પન્ન સમ્યગ્દર્શન, સ્વરૂપલીનતા, આદિ પર્યાયોનું જ્ઞાન થાય. અકર્તૃત્વભાવે જ્ઞાન રહે. આ રીતે ઉપદેશાત્મક વચનો અને કાર્યની યથાર્થ વિધિનું અવિરોધપણું જાણવા યોગ્ય છે; અન્યથા ઉપદેશ-શ્રવણ અનુસાર અવિધિએ પ્રયત્ન કરતાં પર્યાયનું એકત્વ જ દૃઢ થઈ જાય; અને તેથી દર્શનમોહ વધે. (૪૭૫)
=
૧૨૯
//ભાવના અને ઇચ્છામાં ઘણું અંતર છે. શરૂઆતમાં જ પૂર્ણશુદ્ધિના ધ્યેયવશ, મુમુક્ષુ જીવને મોક્ષ અભિલાષ, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, આત્મશાંતિની ભાવના વગેરે ભાવનારૂપ પરિણામો થાય છે, તેમાં તત્સંબંધી યથાર્થ પ્રયત્નનો અભ્યાસ અવશ્ય હોય તો જ તે ખરી ભાવના છે. અને તેવા પ્રયત્ન – અભ્યાસનું કેન્દ્રસ્થાન પોતાનું ધ્રુવસ્વરૂપ હોય છે. તેથી તેવી ભાવનામાં સંતુલન ખોઈને પર્યાય પ્રતિ જોર, કે પર્યાયત્વના રસથી માત્ર પર્યાયનું અવધારણ થઈ પર્યાયબુદ્ધિ દઢ થતી નથી. પરંતુ કેન્દ્રસ્થાને ધ્રુવ સ્વભાવ હોવાથી પયાર્યબુદ્ધિ મટે છે.
પરંતુ મોક્ષની ઇચ્છામાં, તત્ સંબંધી ઉપર ઉપરનો આકાંક્ષા ભાવ છે; જે પર્યાય આશ્રિત પરિણમનરૂપ હોવાથી તેમાં વિધિ-નિષેધના કૃતક ઉપાધિરૂપ ઉછાળા આવ્યા કરે છે. જેથી પર્યાયબુદ્ધિ દૃઢ થાય છે.
(૪૭૬)
પ્રશ્ન :- સશ્રુત અનુસાર પોતાનું મૂળસ્વરૂપ વિચારની ભૂમિકામાં સમજવા અને સંમત થવા છતાં તેનું ભાવભાસન થતું નથી, અર્થાત્ તે રૂપે પોતે ભાસવા લાગે, તેવું પરિણમન ચાલુ નથી– લક્ષ બંધાતું નથી, તેનું શું કારણ ?
-
સમાધાન :- તેનું મુખ્ય કારણ દર્શનમોહનું પ્રાબલ્ય વર્તે છે તે છે. જેને લીધે ઊંધો નિશ્ચય બદલાતો નથી, વર્તમાન પર્યાય જેવો – જેટલો હું' – આવો નિશ્ચય બદલાતો નથી. પોતાને સામર્થ્યહીન સંસારી જાણીને પ્રવર્તે છે. તેમાં જુઠને સાચ માન્યું છે. અને ચાલુ પર્યાય જેવી છે (સંસારી) તેની આધારબુદ્ધિ છોડતો નથી. તેમજ (પરલક્ષી) જાણપણું હોવા છતાં, દર્શનમોહને વશ, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવને પ્રયત્નપૂર્વક (પ્રયોગપદ્ધતિથી) ગ્રહણ કરતો નથી. વર્તમાન જ્ઞાન સામાન્યમાં સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિથી સ્વભાવને ગ્રહે તો દર્શનમોહનું બળ ચાલે નહિ, નિયમથી.
(૪૭૭)
એપ્રિલ ૧૯૯૦
ભેદજ્ઞાન એક પ્રક્રિયા છે, જે પરથી અને રાગથી ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્માને (સ્વયંને) ગ્રહણ કરવાની સૂક્ષ્મ અંતરંગ અંતર્મુખી કાર્યપદ્ધતિ છે. આ વિધિનો વિષય અત્યંત સૂક્ષ્મ હોવાથી સદાય ગુપ્ત / રહસ્યમય રહ્યો છે; તેની સૂક્ષ્મતા વિચારણીય છે.
-