________________
૧૩૦
અનુભવ સંજીવની સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપ હોવાથી તેનું ભાવભાસન સીધું થતું નથી, – પરંતુ વ્યક્ત જ્ઞાન પર્યાયમાં ખુલ્લો સ્વભાવ અંશ છે, તેનું અંતરંગ સૂક્ષ્મ અનુભવદષ્ટિથી અવલોકન થતાં, અખંડ ત્રિકાળી અપરિણામી ધ્રુવ “સ્વતત્ત્વ સ્વપણે પ્રતિભાસે છે, તેમાં જ્ઞાન ક્રિયા – ઉપયોગરૂપ પર્યાયના આધારે, પર્યાય વડે, પર્યાયમાં પ્રતિભાસ હોવા છતાં, અનાદિ પર્યાય બુદ્ધિ છૂટી દ્રવ્યબુદ્ધિ / દ્રવ્યદૃષ્ટિ થવાની પ્રક્રિયા છે, જે પર્યાયરૂપ વેદન પ્રધાન હોવા છતાં અહીં પર્યાયત્વ ગૌણ થઈને દ્રવ્ય સ્વભાવનું અવભાસન થાય છે. તે પ્રકાર અતિ સૂક્ષ્મ છે. પ્રયોગપદ્ધતિમાં તેમ થવું સહજ છે. જેમ સાકરની મીઠાશથી સાકર પદાર્થનું ગ્રહણ થવું સહજ છે તેમ. તેથી ગુપ્ત રહેલ છે, તો પણ આત્મરુચિ અને સત્ પાત્રતાથી તેની ઉપલબ્ધિ છે.
(૪૭૮)
/ આત્માર્થી જીવે લોકસંજ્ઞાના પરિણામથી ખાસ ચેતવા જેવું છે. તેમાં પણ સામૂહિક કાર્યક્રમમાં બીજાને સારું લગાડવા – અથવા બીજાઓ મને સારું લગાડે, તેવા ભાવ થાય ત્યારે આત્માર્થી જીવે અંતરમાં પોતાને પુછવા જેવું – અવલોકવા જેવું છે કે, અરે જીવ ! આવું પરમ દુર્લભ – પરમ સત્ય સાંભળવા મળ્યું ! પછી તારે કોને કોને રાજી રાખવા છે ? અને તારે કોના કોનાથી રાજી થવું છે ? અને આ રાજી રાખવા અને થવાનું ક્યાં સુધી કર્યા કરવું છે ? હે જીવ ! સત્ય માર્ગથી જરા પણ વિચલીત થવું યોગ્ય નથી. તેમ અચળ રહેવાનો પુરુષાર્થ કરતા જે પરિસ્થિતિ સર્જાય, તેનો સ્વીકાર કરવાની પૂરી તૈયારી અભિપ્રાયમાં હોવી ઘટે છે. તેમ વર્તતા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહીને રાજી (નિરાકુળ સુખરૂ૫) થવાનું બનશે.
(૪૭૯)
જ્ઞાનનો સ્વભાવ સહજ જાણવાનો છે. જ્ઞાનથી બાહ્ય શેય પદાર્થોની સમીપતા હો કે અસમીપતા હો, દિપકની જેમ જ્ઞાન પ્રકાશતું જ રહે છે.
આમ પોતાના સ્વરૂપથી – સ્વભાવથી જ જાણતા એવા આત્માને રમણીય કે અરમણીય કોઈ બાહ્ય પદાર્થો જરાપણ વિક્રયા ઉત્પન્ન કરતા નથી – કરી શકતા પણ નથી. આ વસ્તુ સ્થિતિનો . હકીકતનો અંતર અવલોકનથી અનુભવ કરતાં, જ્ઞાનની પોતાની) નિર્લેપતા અર્થાત્ અવિકારીપણું દેખાશે – પ્રત્યક્ષ થશે. તેના ફળ સ્વરૂપે પર શેય પ્રત્યે સહજ ઉદાસીન અવસ્થા – જ્ઞાન ભાવ રહેશે. રાગ-દ્વેષની સહજ ઉત્પત્તિ નહિ થાય. પોતે એક અશ્રુત, પૂર્ણશુદ્ધ, (અવિકારી) જ્ઞાનરસનો પીંડ છે, તેમ જાણી - નિજમહિમામાં વધારે બળવાનપણે રહેશે – રહી શકશે. તેનું કારણ ઉપરોક્ત વસ્તુસ્થિતિનું જ્ઞાન જ છે. આવી વસ્તુસ્થિતિથી જે અજાણ છે, તે રાગ-દ્વેષી થઈ દુઃખી થાય છે– સંસાર ભ્રમણ કરે છે.
(૪૮૦)
આત્મ-સ્વભાવ સહજ પરમ પવિત્ર છે. તેવા સ્વભાવની દષ્ટિવંત ધર્માત્મા દોષથી તરીને