________________
૧૩૧
અનુભવ સંજીવની
નિર્દોષ પરિણામે પરિણમવાની કળામાં પ્રવિણ હોય છે. પરમ પવિત્ર સ્વભાવના અભેદ અનુભવની કળામાં, (ગમે તે પ્રકારના પૂર્વકર્મના ઉદયો વચ્ચે ઘેરાવા છતાં, અને પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત ન હોવા છતાં) નિર્દોષ થવાની ક્થાના સર્વ પ્રકાર, ગર્ભિતપણે સમાવિષ્ટ હોય છે. ખાસ કરીને અવિરત સમ્યક્દષ્ટિ ધર્માત્માઓના જીવન ચરિત્ર આ પ્રકારને પ્રકાશે છે. તેમાં પણ કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ, જો પોતાના અંતર પરિણમનને વ્યક્ત કરે, તો તેવી અભિવ્યક્તિ મુમુક્ષુ જીવ માટે, પાત્ર જીવ માટે, તેમને ઓળખવા અતિ ઉપકારી થાય છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં પત્રોમાંથી આ રહસ્ય જાણવા મળે છે, તે પરમ હિતકારી તત્ત્વ પ્રગટપણે નજર આવે તેવો અદ્ભુત અને અલૌકિક પ્રકાર છે. તેમજ તેઓશ્રીનો વચનયોગ છે.
(૪૮૧)
જ્ઞાનનું પોતાના સ્વરસથી-નિત્ય / નિરંતર સંચેતન - વેદન - નિસ્સુષ અનુભવથી જ જ્ઞાન અતિ શુદ્ધ થઈ (સાનંદ) પ્રકાશે છે. (સ. સા. ક. ૨૨૪માં) આચાર્યદેવે અધ્યાત્મનો આ મહાન, સૂક્ષ્મ સિદ્ધાંત નિરૂપણ કર્યો છે. જ્ઞાનનું અનુભવન તે શુદ્ધ દ્રવ્યનાં અનુભવન સ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે (સ.સાર.ગા ૪૧૪) આત્મશુદ્ધિનો પણ આ જ ઉપાય છે. ત્રણે કાળે આ માર્ગમાં બીજો વિકલ્પ નથી. સર્વ ઉપદેશનું આ તાત્પર્ય છે. જો જીવ જ્ઞાનનું – સ્વયંનું, પર રસને લીધે સંચેતન ન કરે તો રાગનું – ઉદયનું વેદન અધ્યાસીત થઈને (દુઃખી થઈને) કર્યા વિના રહેશે નહિ કારણ કે ચેતનનો ચેતવાનો ગુણ સદાય પરિણમનશીલ છે. શાન અંતર્મુખ - સ્વસન્મુખ થતાં / થાય તો જ સ્વ-સંવેદન ઉપજે. જ્ઞાનનું સ્વરસપૂર્વક સંચેતન – વિધિનું રહસ્ય છે. (૪૮૨)
/કોઈપણ જીવનું જ્ઞાન, તે જ્ઞાન જ રહે છે. જ્ઞાન મટીને, રાગ કે શેયરૂપ થતું નથી; તેવું જ્ઞાનનું ‘માત્ર જ્ઞાન’ રૂપે અનુભવન રહેવું – તેને જ જ્ઞાન અથવા જ્ઞાનનું જ્ઞાન કહેવાય છે. પરંતુ જે જ્ઞાનને એટલે પોતાને અન્ય દ્રવ્ય-ભાવ સાથે મળેલું અસરયુક્ત અનુભવે છે, તેને જ અજ્ઞાન કહેવાય છે. ‘જ્ઞાન’ મોક્ષનું કારણ છે. ‘અજ્ઞાન’ સંસારનું કારણ છે.
ज्ञानं ही मोक्ष हेतुः । ज्ञानात् एव मोह प्रणश्यति वा ज्ञानं एव मोह क्षय कारणम् । અતઃ ભિન્ન પડેલું જ્ઞાન તે જ જ્ઞાન છે, જે ઉપાય પણ છે અને ઉપેય પણ છે. બન્ને પોતે જ
છે.
(૪૮૩)
સંગદોષના વિષયની ગંભીરતા સાસ્ત્રોમાં યદ્યપિ અનેક સ્થળે યથા-પ્રમાણ દર્શાવવામાં આવી છે, તો પણ એક બાજુ જીવને સત્સંગની ઓળખાણ અને મૂલ્યાંકન નહિ હોવાથી, બીજી બાજુ સંગદોષ અર્થાત્ શ્રદ્ધા પ્રધાન પાત્રતા માપીને, હીન શ્રદ્ધા (દર્શનમોહની તીવ્રતા) વાળા જીવના સંગથી થતું નુકસાન પણ સમજવામાં આવતું નથી. અને તેથી બહુભાગ મુમુક્ષુઓનું આયુષ્ય