________________
૧૩૨
અનુભવ સંજીવની સમય માર્ગ-પ્રાપ્તિના આ પ્રકારના અવરોધને લીધે વ્યય થઈ જાય છે. શાસ્ત્રમાં જ્યાં ભાવલિંગી મુનીરાજને આ વિષયમાં ગંભીર ચેતવણી અપાઈ છે તો નીચેના સાધક અને મુમુક્ષુ જીવે તો તેને અતિ ગંભીર દૃષ્ટિકોણથી વિચારી પ્રવર્તવું ઘટે છે; અને આ બાબતની સૂક્ષ્મ અને તીક્ષ્ણ જાગૃતિ રાખવી ઘટે છે, જેથી સંભવિત નુકસાનથી બચી શકાય.
(૪૮૪)
સપુરુષ મળ્યા પછી, તેમના વચનમાં વિશ્વાસ આવ્યા પછી પણ, મુમુક્ષુ જીવ સંગદોષના વિષયની ગંભીરતાની ઓછપને લઈને, અથવા બાહ્ય કારણ / પરિસ્થિતિ વશ જો કુસંગનો ત્યાગ કરી શકે નહિ, તો અવશ્ય નુકસાન પોતાને થાય. અરે ! અજાણપણે પણ આ ભૂલથી થતું નુકસાન રોકી શકાતું નથી. કોઈ મુમુક્ષુ જીવ તો પ્રાપ્ત સત્સંગથી સંતુષ્ટ પામી, કુસંગ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. તેને પણ સત્સંગનો લાભ થતો નથી. તે જીવ, સત્સંગ પ્રાપ્ત હોવા છતાં પણ, અપ્રાપ્ત થવા યોગ્ય સંજ્ઞાએ, સત્સંગનો કાળ વિસર્જીત કરે છે. જે અત્યંત ગંભીર ઉપયોગે વિચારવા યોગ્ય છે.
(૪૮૫)
જે દેહાત્મબુદ્ધિને લીધે મનુષ્ય જીવનમાં દરેક સ્તરે માનવી ભવિષ્યના સંયોગો / અનુકૂળતાઓ માટે ચિંતિત - નિરંતર ચિંતિત રહે છે, અને તેમ થવું અનિવાર્ય છે. કારણ અજ્ઞાનને લીધે જીવ અનિત્ય પર્યાયોમાં નિત્યપણું રાખવા ચાહે છે. તેથી વર્તમાન અનુકૂળ સંયોગો હોવા છતાં પણ નિરંતર દુઃખ / માનસિક અશાતાને જ વેદે છે.
પરંતુ જ્ઞાની તો વર્તમાનમાં જ ઉદિત સંયોગોથી ભિન્ન પડી ગયા હોવાથી, અને ભવઉદાસી દશા હોવાથી, ભવિષ્યની એક ક્ષણની પણ વિચાર) ચિંતા તેમને થતી નથી. તેમજ સંયોગો પ્રતિ નિસ્પૃહવૃત્તિના કારણે તેમને દીનતા થતી નથી. ચૈતન્યના અનંત મહિમામાં ડુબેલા હોવાથી, સહજપણે ઉપરોક્ત અંતર બાહ્ય નિરુપાધિ દશા રહે છે.
(૪૮૬)
અનાદિથી આત્મસ્વરૂપના અજાણ જીવને, સ્વરૂપની ઓળખાણ, અસાધારણ લક્ષણ વિના, થઈ શકતી જ નથી. અર્થાત્ લક્ષણ વિના લક્ષ્ય સ્વરૂપની પહેચાન અશકય છે તેથી,
જેને પોતાના જ્ઞાનમાં, વર્તતું જ્ઞાન પોતે જ પ્રસિદ્ધપણે / લક્ષણપણે જણાય છે, તેને જ તે જ્ઞાનમાં રહેલો જ્ઞાનમય આત્મસ્વભાવ, જે લક્ષ્યરૂપ છે તે સામાન્યરૂપે હોવા છતાં, તે રૂપે પ્રગટપણે જ્ઞાનમાં જણાય છે–વા પ્રસિદ્ધ થાય છે–ઉક્ત જ્ઞાન સ્વયંના વિશદ) વેદનથી અર્થાત્ સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. (શેયને જાણવાથી નહિ,).
તેથી, જે જીવ નિજ વર્તતા જ્ઞાનાવલોકનના અભ્યાસ વડે, જ્ઞાન-વેદન સુધી પહોંચે છે, તેને અભેદ સ્વરૂપનું ભાવભાસન થાય છે, જે સ્વાનુભવનું અનન્ય કારણ છે; સમ્યત્વનું કારણ છે.