________________
અનુભવ સંજીવની
૧૩૩
સુધારસ છે.
(૪૮૭)
વર્તમાન છે, તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. દડતો હીરો હાથમાંથી પડી જવા છતાં તુરત નજરે ચડે છે – તેમ પલટતું વર્તમાન ધ્રુવને દર્શાવતું પલટી રહ્યું છે. અનિત્ય અવયવ દ્વારા નિત્ય સ્વરૂપ જણાય છે, અને તે અનિત્યમાં જણાય છે. ત્યાં નિત્ય અનિત્ય પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, સર્વથા ભિન્ન નથી. નિત્ય દ્વારા અનિત્ય પર્યાયોમાં વ્યાપ્યું છે, એકત્વશક્તિના કારણથી કે જે એકત્વશકિત સ્વયં અનેક પર્યાયોમાં વ્યાપક ‘એક દ્રવ્યમયપણા' રૂપે સદાય છે. તેમ છતાં દ્રવ્યત્વ છે, તે પર્યાયત્વ નથી અને પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ નથી. આવો પરસ્પર અતર્ભાવ એક દ્રવ્યમાં હોવા છતાં, વિરુદ્ધ ધર્મત્વશક્તિ એ વસ્તુ સ્વભાવ હોવાથી, અવિરોધપણે વસ્તુ રહે છે. - આમ દ્રવ્યાનુયોગનો વિષય અતીવ ગંભીર છે.
(૪૮૮)
સમજણના બે પ્રકાર છે. યથાર્થ સમજણ અને અયથાર્થ સમજણ.
અયથાર્થ સમજણનો બહાર નો દેખાવ આગમ અનુસાર હોય તો પણ આશય જુદો હોવાથી (આત્મહિતનું લક્ષ ન હોવાથી તેમાં યથાર્થતા હોતી નથી. (આગમ વિરુદ્ધ અથવા સિદ્ધાંત વિરુદ્ધ સમજણ તે સમજણ નથી પરંતુ તે ગેરસમજણ છે.) જ્યાં સુધી સમજણમાં અયથાર્થતા રહે ત્યાં સુધી પ્રયોગ થઈ શકતો નથી. અંતર્મુખ થવાનો પ્રયોગ થતાં પહેલાં યથાર્થ સમજણ હોય છે. અથવા આત્મહિતના લક્ષે સમજણ કરનાર મુમુક્ષુ પોતાની સમજણને પ્રયોગ પદ્ધતિમાં લાવે છે, જેના ફળસ્વરૂપે તે અંતર્મુખ થઈ શકે – સ્વરૂપનું ભાવભાસન / નિર્ણય કરી શકે. (૪૮૯)
દ્રવ્ય – સ્વભાવની મહાનતા નહિ ભાસવાને લીધે, તત્ત્વનું સ્વરૂપ જાણવા છતાં – જાણપણું થવા છતાં, – પર તરફના ભાવમાં ઊંડે ઊંડે રાજીપો રહી જાય છે, અથવા પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય જવાય છે. ત્યાં અંદર રહેવાના ભાવ નથી.
બીજા જીવો પોતાથી સમજે, અને પોતે રાજી થાય – એવી સુખની કલ્પના રહે. આ કલ્પના થતાં અપેક્ષાબુદ્ધિ થઈ જાય છે, ત્યાં ધારણા બરાબર હોવા છતાં, અંદરમાં પ્રયોજન અયથાર્થ થઈ જાય છે. તેથી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી.
પરસત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ કે રસ / અધિકતા . મહિમા, જીવને અંતર્મુખ થવામાં વિઘ્ન છે. તેથી આ પ્રકારના વિનને દૂર કરવા મરણીયો પ્રયત્ન કરવા યોગ્ય છે. - એકવાર આખા જગતથી આંખ મીંચી લેવા જેવું છે. તો વિપર્યાસથી બચી શકાય.
(૪૯0)
અંશબુદ્ધિ / પર્યાયબુદ્ધિમાં રાગ-દ્વેષ, અસમાધાન વગેરે ભાવો અવશ્ય થાય છે, અને તે તે