________________
૧૩૪
અનુભવ સંજીવની
ભાવો પોતારૂપે ભાસે છે . અનુભવાય છે. પરંતુ સ્વભાવબુદ્ધિ થતાં, તેમ કાંઈ ભાસતું નથી, અર્થાત્ (અલ્પ) રાગાદિથી રહિત પોતે પોતારૂપે અનુભવાય છે – આમાં આખો મોક્ષમાર્ગ સમાઈ જાય છે. હજારો શાસ્ત્રોનો આ સાર છે. – પૂ. ગુરુદેવશ્રી (પસાર.-૬૫૧).
(૪૯૧)
- ધર્માત્મા, ૧. પૂર્વકર્મનો ઉદયક, ૨. પોતાના ઔદયીક ભાવો, ૩. અને ઉત્પન્ન વીતરાગતા ૪. તેમજ વર્તમાન પુરુષાર્થ, આ ચાર બિંદુઓનું સંતુલન, વિવેક, ન્યાય, અને માર્ગમાં પ્રગતિ - એ બધું લક્ષમાં રાખી સહજભાવે વર્તન / વર્તે છે, પરિણમે છે. ઉદયનો ક્રમ પૂર્વકર્મ સંબંધી) નો અંદાજ પણ જ્ઞાનમાં ભાસી જાય છે. તઅનુસાર બાહ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિનો વિવેક, ઔદયીકભાવ અને પુરુષાર્થના અનુપાતમાં સ્વશક્તિ અનુસાર સહજ પરિણમનનો પ્રકાર, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિનું માપ પોતાના જ્ઞાનમાં આવી જાય છે. અને તેથી પ્રવૃત્તિમાં રહે કે નિવૃત્તિ ધારણ કરે . બન્ને અવસ્થામાં નિર્જરા જ સાધે છે. ત્યાં નિવૃત્તિ યોગ હોય તો અન્ય પાત્ર જીવોને હિતમાર્ગમાં વધુ પ્રમાણમાં નિમિત્ત પડે છે. પરંતુ નિવૃત્તિ યોગમાં પ્રભાવનાનો વિકલ્પ વધુ ગૌણ કરવો ઉચિત લાગે છે; તો પણ પુરુષાર્થમાં અવશ્ય ઉગ્રતા જ સાધે છે.
(૪૯૨)
/ અભિનિવેશનો અર્થ અભિપ્રાય થાય છે. વિપરીત અભિનિવેશ રહિત, શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ * કરવા શ્રી તીર્થંકરદેવની આજ્ઞા છે. તેમ છતાં આ વિષયથી અજાણ એવા જીવો, અવિપરીત શ્રદ્ધા, જ્ઞાન, આચરણમાં પ્રવર્તતાં પ્રવર્તતાં કયાંક વિપરીતતામાં દેખાય છે. તેનું કારણ અભિપ્રાયની ભૂલ રહી ગઈ હોય છે. તેથી સાચુ માનવાનું સાચું સમજવાનું, કે સત્સંગાદિમાં પ્રવર્તવાનું ફળ જે આત્મલાભ, તેની પ્રાપ્તિ થતી નથી. - માત્ર વૈચારિક નિશ્ચયથી વંચનાબુદ્ધિમાં રહી જાય છે. પ્રયોજનનો સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિકોણ ન હોવાથી આમ બને છે.
(૪૯૩)
/ ચૈતન્ય સ્વભાવી આત્મ સ્વરૂપ, રાગનો અકર્તા સ્વભાવભાવ, પોતાનું સ્વરૂપ છે, તેનું અનાદિથી અજ્ઞાન વર્તે છે, કે જે સંસારનું બીજ છે. તે અજ્ઞાન જ જીવને રાગદ્વેષનું કર્તુત્વ મનાવે છે અર્થાત્ હું રાગી આદિરૂપ શ્રદ્ધાન કરાવે છે; જેથી જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી. આમ રાગદ્વેષનું કર્તુત્વ એ અજ્ઞાનનું જ રૂપ છે. જે જીવને ચૈતન્ય સ્વભાવનું ગ્રહણ પોતામાં ન થતું હોય, તેણે વર્તતા રાગાદિભાવમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિ વડે કર્તૃત્વ સબંધી અવલોકન કરવું . જેથી વિભાવમાં ‘હું પણું, અભેદતા વગેરે ખ્યાલમાં આવશે અને ભૂલ સમજાતાં ભૂલનો નાશ થશે. (૪૯૪)
/ જીવનું બહિર્મુખ પરિણમનનું સ્વરૂપ એવું છે કે પોતે સર્વ પ્રદેશે સંસાર પ્રતિ આકર્ષિત છે; જે એક સમયમાત્ર પણ કરવા યોગ્ય નથી. – એવો જ્ઞાની પુરુષનો ઉપદેશ છે. તે આકર્ષણથી