________________
અનુભવ સંજીવની
૧૩૫ ઉપયોગ જો નિવૃત્ત થાય તો અવશ્ય આત્માપણે, આત્માને વિષે અનન્ય થાય. એ વગેરે અનુભવનો વિષય, કોઈપણ જીવને, સત્સંગમાં રહેવાના, અને સત્સંગ જ વર્તમાનદશાને માત્ર હિતકારી છે– એવા દૃઢ નિશ્ચય વિના, પ્રાપ્ત થવો વિકટ છે. તેથી એવો નિશ્ચય થાય છે, કે જેને સત્સંગમાં પ્રીતિ છે, તે જ જીવ અનુભવવાર્તા માટે અધિકારી છે અથવા પાત્ર છે બીજો નહિ. (૪૯૫)
જેમ જેમ કૃપાળુદેવ (શ્રીમદ્ રાજચંદ્રદેવ)ના વચનામૃતનું ઊંડું અવગાહન થાય છે, તેમ તેમ તેમની અદ્ભુત અંતર્બાહ્ય દશાનું અલૌકિક સ્વરૂપ વિશેષપણે સમજાતું જાય છે. અહો! તેઓની આત્મામય અધ્યાત્મ દશા !! અહો ! અહો !
અહો ! તેઓની ઉદયમાં પ્રવૃત્તિ છતાં ભિન્નતા, અપ્રતિબદ્ધતા ! નિર્લેપતા અને નિસ્પૃહતા! અહો ! અહો !
અહો ! તેઓનો સત્સંગ અને પુરુષ પ્રત્યેનો આદરભાવ ! ઉપલબ્ધ જૈન વાંડગમયમાં આવું જીવંત ઉદાહરણની જોડ દશ્યમાન થતી નથી. આ વિષયમાં તો તેઓશ્રીએ જાણે કે હદ કરી છે ! શ્રી સૌભાગ્યભાઈના ચરણમાં દાસત્વભાવે નમસ્કાર કરીને !! (પત્રાંક - ૪૫૩ પૃ. – ૩૭૬)
(૪૯૬)
v સંસારના સર્વ સંબંધો કલ્પિત છે. તેમાં ભૂલવા જેવું નથી, તેવો જ્ઞાની પુરુષનો ઉપદેશ હોવા છતાં, સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તો તે જીવે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી નહિ તો સંસાર પ્રત્યયી બળ અને રસ પરીક્ષિણ થયા વિના રહે જ નહિ – જેમ કેડ ભાંગી જવાથી શરીરબળ થઈ શકતું નથી તેમ –
જ્ઞાનીપુરુષનાં વચને જડ પદાર્થ સુખ અને ચેતના રહિત છે તેથી શરીર સૌંદર્ય ફુલેલું મડદુ ભાસવા યોગ્ય છે. આ જ્ઞાનીનાં નેત્રનો / નજરનો પ્રકાર, (દરેક) સર્વ માનવીથી વિલક્ષણ છે. ફક્ત તેવા ઉપદેશ પ્રાપ્ત મુમુક્ષુ જ્ઞાનીના તેવા નયનને ઓળખી શકે છે. તેવી જ રીતે ધનાદિ સંપત્તિનું આકર્ષણ – પૃથ્વીનો વિકાર ભાસીને મટે.
(૪૯૭)
Vમુમુક્ષજીવનો આત્મા જ્ઞાની પુરુષના ચરણ સિવાઈ બીજે ક્યાંય ક્ષણભર પણ રહેવા ઈચ્છે નહિ– સ્થિર થાય નહિ . તેમજ ઉપકારી સત્પુરુષ, પરમતારણહાર જણાયાથી તેમના વચનરૂપ આજ્ઞાને પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ અપ્રધાન / ઉલ્લંઘન ન કરવા યોગ્ય જાણે છે.
સત્સંગથી પ્રાપ્ત ધ્યાનમાં લેવા યોગ્ય, અખંડપણે આરાધવા યોગ્ય બાબતો એ છે કે – ૧. સંસારમાં અર્થાત્ સાંસારિક કાર્યોના-કાર્યોના ફળમાં સાવ ઉદાસીનતા / નીરસપણું ૨. અન્ય મુમુક્ષુના અલ્પ ગુણમાં પણ પ્રીતિ.