________________
૧૩૬
અનુભવ સંજીવની ૩. પોતાના અલ્પ દોષ પ્રત્યે પણ અત્યંત ખેદ ૪. દોષના અભાવમાં વીર્યની ફુરણા અર્થાત્ દોષનો અભાવ કરવામાં અત્યંત ઉદ્યમવંત થવું –
અને અભાવ થતાં વિશેષ આત્મ પ્રત્યયી પુરુષાર્થનું – ચૈતન્ય વીર્યનું સ્ફરવું. ૫. સમયમાત્ર પણ પ્રમાદ ન સેવવો, નિરંતર જાગૃત રહેવું.
(૪૯૮)
મે - ૧૯૯૦
અવલોકન વિના વેદ સંબંધિત વિષય ખરેખર સમજાતો નથી. નાસ્તિરૂપ ભાવોમાં આકુળતા છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે–વગેરે આગમ, ન્યાય, યુક્તિ, અનુમાનથી સમજાવા છતાં, ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં, ઇચ્છાપૂર્તિને લીધે, કષાયની અલ્પમંદતા થવાથી, કલ્પના માત્ર રમ્ય લાગવાથી, – ભોગ – ઉપભોગના ભાવો - અશુભ ભાવો, જે તીવ્ર કષાયરૂપ હોવાથી, તીવ્ર આકુળતા સહિત હોવા છતાં, “અવલોકન' ના અભાવને લીધે, ત્યાં દુઃખ લાગતું ! સમજાતું નથી અને સુખની ભ્રાંતિ ચાલુ રહી જાય છે; જો અવલોકન' હોય તો જ દુઃખ ભાસે અને ભ્રાંતિ મટવાનો અવસર આવે. બીજો કોઈ ઉપાય નથી.
(૪૯૯)
SE
એ લોકસંજ્ઞા તે મુમુક્ષુજીવને આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં મુખ્ય પ્રતિબંધક કારણ છે. લોકસંજ્ઞાને લીધે જીવને પ્રગટ આત્મસ્વરૂપને બતાવનારા સપુરુષનાં વચનો, અસર ઉપજાવી શકતા નથી. તેથી તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના (કાળકુટ) હળાહળ ઝેર જાણ્યા વિના, તેનાથી ઉદાસીન / ઉપેક્ષિત થવાતું નથી. અને ત્યાં સુધી જીવ આગમ વડે, પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવા જતાં ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાને પ્રાપ્ત થાય છે, જેથી દર્શનમોહ તીવ્ર થઈ, ગૃહિતમિથ્યાત્વ ઉત્પન થઈ જાય છે. લોકસંજ્ઞાવાન જીવને તીવ્ર બાહ્ય વૃત્તિ રહે છે. જે અંતર્મુખપણાથી વિરુદ્ધ હોવાથી, અંશતઃ રાગથી ખસીને આત્મસ્વરૂપનો નિશ્ચય થવા દે નહિ, અથવા નિશ્ચય થવામાં દુર્લભતા થાય.
(100)
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં, ઓઘસંજ્ઞા પણ એક કારણ છે. જેથી જીવ જ્ઞાનલક્ષણના આધારે જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવાને બદલે, માત્ર વિચાર | કલ્પનાથી, રાગના આધારે, રાગની મુખ્યતા છોડ્યા વિના આત્મ-પદાર્થનો નિર્ણય કરી, મિથ્યા સંતોષ અનુભવે છે. પરંતુ તેવા કલ્પિત પદાર્થમાં સની માન્યતાથી સ્વરૂપનું સહજ અપૂર્વ મહાભ્ય ઉત્પન્ન થતું નથી. રાગની પ્રધાનતાવાળી વિચારરૂપ જ્ઞાનના ક્ષયોપશમવાળી, પરલક્ષી દશા, ઓઘસંજ્ઞા છે. ત્યાં દર્શનમોહ પણ બળવાનપણે પ્રવર્તે છે, જે તીવ્ર જિજ્ઞાસા અને આત્મહિતની તીવ્ર ભાવના દ્વારા, અંતર સંશોધનથી / સ્વરૂપની અંતર ખોજથી મટી શકે છે. યથાર્થ સ્વરૂપ નિશ્ચય થયાં પહેલાં,