________________
૧૨૪
અનુભવ સંજીવની જ રહે છે, તેથી બંધન કેમ થાય ? સાથે સાથે જ મુક્ત ભાવના બળવાનપણાને લીધે, નિર્મળતા વૃદ્ધિગત થતી જાય છે, અને આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે. અલ્પ અસ્થિરતા રોગવત્ જણાય છે, તેથી તેમાં પ્રીતિ કેમ થાય ?
(૪૬૦)
સ્વપદના અજ્ઞાનને લીધે અનાદિથી જીવ, વિભાવમાં - ક્ષણિક અને અસ્થિર ભાવમાં, સ્વપદ માનીને, સ્થિર થવા , નિત્યતા પામવા પુરુષાર્થ કરે છે, જે દુઃખદાયી છે, પરંતુ અસ્થિર ભાવમાં સ્થાયિતા એવા આત્માને ઠરીને સ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. (સ્થાયી સ્થાન મળતું નથી.) કારણ કે તે અપદભૂત છે. એક સ્વપણે અનુભવાતુ સ્વસંવેદનરૂપ જ્ઞાન જ સ્વપદભૂત હોવાથી સ્થાયિતાનું સ્થાન છે, ત્યાં જ ઠરીને, વિશ્રામ / અભિરામ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યક્ પુરુષાર્થ વડે તે આસ્વાદવા યોગ્ય છે. વિપત્તિઓનું તે અપદ છે, તેમાં કોઈપણ આપદા પ્રવેશ કરી શકતી નથી, તેવુ નિરાપદ છે. તેને અનુભવતાં જગતનાં સર્વ ઈન્દ્ર આદિ પદો અપદરૂપે ભાસે છે. (૪૬૧)
આ - પ્રત્યક્ષ વિદ્યમાન - આત્મા જ્ઞાનસમુદ્ર, અનંત ગુણ રત્નોનો ભંડાર, એક જ્ઞાન જળથી ભરેલો છે. તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્ય રત્નાકર, જ્ઞાન-પર્યાયો સાથે જેનો અભિન્ન રસ છે એવો પર્યાયમાં જ્ઞાનનાં અનેક ભેદોથી પ્રગટ થાય છે; તે સર્વ પર્યાયો એક જ્ઞાનરૂપ જ જાણવી; ખડખંડ રૂપે તે અનુભવવા યોગ્ય નથી. જો કે શેયના નિમિત્તે જ્ઞાનના અનેક ભેદો હોવા છતાં, તેના મૂળ અસલ સ્વરૂપને વિચારતાં તે “જ્ઞાનમાત્ર એક જ છે; અને તે એક જ મોક્ષનું સાધન છે.
જો કે જીવ વસ્તુનો નિર્ણય કરવા માટે, નિર્ણયની ભૂમિકામાં અન્વેષણ કાળે, તેના દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ રૂપે વિચારવી; પરંતુ અનુભવકાળે વસ્તુ-આત્મા પોતે પ્રત્યક્ષ હોવાથી, સર્વતઃ એક જ્ઞાનરૂપે જ અખંડભાવે, જેમાં સમસ્ત ભેદ નિરસ્ત થયા છે, તેવો અનુભવાય છે. (અનુભવ કાળે ગુણ-પર્યાયના ભેદોનું પ્રયોજન પણ નથી.) આવું આ જ્ઞાનપદ તે સાક્ષાત્ મોક્ષ સ્વરૂપ જ છે; સ્વયં સંવેદ્યમાન છે; અને તે જ્ઞાનગુણ (જ્ઞાન જ્ઞાનને અવલંબે તેવા જ્ઞાનગુણ) થી જ પ્રાપ્ય
(૪૬૨)
કર્મોદયમાં નવો બંધ કરવાની શક્તિ નિમિત્તત્વ) છે, તેથી અજ્ઞાનદશામાં ઇષ્ટ . અનિષ્ટ બુદ્ધિ હોવાથી, પરિણામમાં કષાયશક્તિ (રસ) વિદ્યમાન રહેતી હોવાથી, કર્મોદયની બંધ કરવાની શક્તિ (ઝેરવતું) તેવી ને તેવી ઊભી રહે છે. પરંતુ જ્ઞાનીને ભોગ પ્રતિ હેયબુદ્ધિ છે, તેથી ભોગના પરિણામમાં કષાય શકિતનો (રસ) અભાવ થતાં, કર્મોદયની બંધ કરવાની શકિતનો નાશ કરે છે. રાગમાં એકત્વનો અભાવ . એ રૂ૫ ભેદજ્ઞાનના મહા આશ્ચર્યકારી સામર્થ્ય વડે કર્મોદયની બંધ