________________
અનુભવ સંજીવની
૧૨૩ પોતામાં, પોતાથી, પોતાના આધારે જ્ઞાનને સ્વરૂપે ગ્રહણ કરી શકે છે. આમ ભેદવિવક્ષાથી કહી શકાય, જાણી શકાય (સમજાવવા માટે) વસ્તુતઃ અર્થાત્ તત્ત્વતઃ જ્ઞાન અને જાણનક્રિયા જુદા નહિ હોવાથી જ્ઞાન જ સ્વયંનો આધાર છે, તેને સ્વસંવેદન અર્થે કોઈના આધારની જરૂર નથી. આમ અંતર-અવલોકનથી જણાતાં, અનાદિ રાગની આધારબુદ્ધિ તૂટે છે; પરની આધારબુદ્ધિ પણ મટે છે; ત્યારે ભેદજ્ઞાન ઉદ્ભવે છે. જેથી પરભાવનું કર્તૃત્વ અને એકત્વ નાશ પામે છે. (૪૫૭)
ઉપરોક્ત પ્રકારે ભેદજ્ઞાન ઉદ્ભવતાં, વર્તમાન વર્તતું જ્ઞાન, સમસ્ત શેયોથી ભિન્નપણે વર્તતું થયું અને સ્વયં જ્ઞાનમય પણે વર્તતું થયું. એકત્વને ચેતે છે – અનુભવે છે. નિજ સ્વરૂપના મહિનામાં રત એવા પુરુષો, આ પ્રકારે અધ્યાત્મની મસ્તિપૂર્વક આત્માને ધ્યાવતાં, સર્વ સંગથી વિમુક્ત થઈ, કર્મ-ક્ષય કરે છે. નમસ્કાર હો તેમને !! તેમના પવિત્ર માર્ગને ! ત્રિકાળ નમસ્કાર હો !! તાત્પર્ય એ કે ભેદજ્ઞાન નિરંતર ભાવવા યોગ્ય છે. મુક્તિનો એકમાત્ર ઉપાય આ ભેદજ્ઞાન
(૪૫૮)
Vઅનંતકાળમાં સર્વદા જીવે પોતાના કલ્યાણ કરવાના ઉપાય વિષે ઉપેક્ષા જ સેવી છે. જીવને અંતરના ઊંડાણથી ક્યારે પણ છૂટવાની ખરી તૈયારી થઈ જ નથી, અથવા જીવે કરી નથી. તે પોતાનો મહાન અપરાધ છે—સૌથી મોટો દોષ છે. આવા પોતાના અપરાધનો અંતરથી પશ્ચાતાપ થયા વિના, ખરી આત્માર્થીતા પ્રગટતી નથી, અને તેમ થયા વિના જીવ ઉપર ઉપરથી કલ્યાણ થવાની આશાથી બહારની ક્રિયામાં જોર કરે, પરિશ્રમ કરે પરંતુ કલ્યાણની દિશામાં એક અંશ પણ તે આગળ વધી શકે નહિ. પ્રાયઃ જીવ જે શરૂઆતમાં ભૂલ કરે છે, તે અસત્સંગમાં સત્સંગની કલ્પના છે. પરીક્ષાબુદ્ધિથી જીવ જો આ વિષયમાં વિવેક ન કરી શકે તો તેને ખરેખર આત્મહિતનો વિચાર ઉગ્યો જ નથી, તેમ લાગે છે. ખરો આત્માર્થી અસત્સંગમાં એક ઘડી પણ ઊભો ન રહે ળ રહેવા ચાહે.
(૪૫૯)
સર્વથા અસંગ અથવા ભિન્ન આત્મ સ્વરૂપથી અજાણપણાને. અજ્ઞાનને લીધે જીવ કર્મોદયમાં પ્રવર્તતાં પોતાપણું અનુભવે છે, તેથી બંધાય છે. પરમાં પોતાપણાના અનુભવથી અશક્યને શક્ય બનાવવાની વૃથા પ્રવૃત્તિ, દુઃખદાયક પ્રવૃત્તિ થાય છે. આમ સંસારની સ્થિતિ છે.
મોક્ષમાર્ગમાં આવતાં જ્ઞાનમાં સ્વપણું અનુભવાય છે, ત્યાં પૂર્વકર્મના ઉદયથી આવી પડેલી પરિસ્થિતિમાં પોતાપણું નહિ અનુભવાતું હોવાથી, અરસ પરિણામે વેઠ કરનારની જેમ, ઉદયવસ, પ્રવૃત્તિ કરતો દેખાય છે, ત્યાં જ્ઞાતાભાવ / સાક્ષીભાવ વર્તતો હોવાથી રંજિત પરિણામના અભાવને લીધે અકર્તા અર્થાત્ બંધન (તેને) નથી. પોતાના પ્રગટ અવ્યાપકપણાના અનુભવથી, પોતે છૂટો