________________
૧૨૨
અનુભવ સંજીવની
મૂલ્ય સમજાય છે અને સત્સંગની ભાવના તીવ્ર ભાવના પછી સત્સંગનો યોગ મળે છે તો ઘણું કરીને તે જીવ પ્રાપ્ત સત્સંગને નિષ્ફળ થવા દેતો નથી. વળી જે જીવને દુર્લભ સત્સમાગમ પ્રાપ્ત હોવા છતાં, દુર્લક્ષ સેવે છે, તેનો શરૂઆતથી જ અક્ષમ્ય અવિવેક હોઈને ઉપરની કોઈ ભૂમિકામાં વિકાસ થઈ શકે નહિ, તેમ વસ્તુ સ્થિતિ છે. આવી વસ્તુ સ્થિતિથી અજાણ જીવ ગમે તે અન્યથા પ્રયત્ને ચડી જઈ વૃથા સમય ખોવે છે. મનુષ્યપણું હારી જાય છે.
(૪૫૩)
મુમુક્ષુ જીવે, શાસ્ત્ર સિદ્ધાંત સંબંધી ક્ષયોપશમ વિકાસ પામતાં (અભિનિવેષ ન થાય, તે માટે) વિશેષ જાગૃત રહેવું આવશ્યક છે. તેમાં પણ સાધર્મી મુમુક્ષુઓ વચ્ચે તત્ત્વચર્ચા વા શાસ્ત્રસ્વાધ્યાય કાળે ‘હું જાણું છું તેવા ભાવમાં, અથવા ઉપદેશકના સ્થાને રહી સત્સંગ કરવા યોગ્ય નથી. પરંતુ પોતાને જે પ્રકારે પદાર્થનું સ્વરૂપ અથવા ઉપદેશનું સ્વરૂપ ભાસે તે પ્રકારે નિવેદન કરવા યોગ્ય છે, અને તે પણ આત્માર્થ જેમ સધાય છે, તેમ ખુલાસા સહિત જેથી સામા આત્માર્થીને સાચાખોટા દર્શાવવાનો ભાવ નથી તેમ લાગે અને વાત્સલ્ય વધે, તે પ્રકારે સત્સંગ થવા યોગ્ય છે. (૪૫૪)
ફેબ્રુઆરી - ૧૯૯૦
શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન સહજપણે રહ્યા કરે, તે સર્વ ઉપદેશ-બોધનું તાત્પર્ય છે. તો જ દશા પૂર્ણતા પામે. સૂક્ષ્મકાળ માટે પણ શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન છોડવા યોગ્ય નથી; તે છૂટતાં જીવ અવશ્ય બંધાય છે. જ્યાં કેવળ અંધકાર છે, ચૈતન્યનો પ્રકાશ નથી. શુદ્ઘનય જીવની પરિણતિને અનંત મહિમાવંત સ્વરૂપમાં બાંધે છે. તેના (શુદ્ઘનયના) અભાવમાં જીવ રાગમાં બંધાય છે. આ શુદ્ઘનય સર્વ કર્મોનો મૂળથી નાશ કરનારો છે.
(૪૫૫)
આત્મા
આત્મસામર્થ્ય અને તેના આધારે ઉત્પન્ન પરિણામ અતુલ છે. સાતમી નારકીની પ્રતિકૂળતા અને સ્વર્ગની ઉત્કૃષ્ટ અનુકૂળતાથી નિરપેક્ષ રહીને સ્વભાવના બળે સમ્યગ્દર્શનાદિ ભાવ ઉત્પન્ન થઈને ચાલુ રહે છે. જે આત્મા સ્વયં જ્ઞાનરૂપે પરિણમે તેને પરદ્રવ્ય, અજ્ઞાનરૂપે કહી પરિણમાવી શકે નહિ. અરે ! ત્રણેય લોકથી તેને તોળી શકાય તેમ નથી, તેવું અતુલ અમાપ એક સમયનું પરિણામ - સામર્થ્ય જેનું હોય, તેના ત્રિકાળી અક્ષય સ્વરૂપની શક્તિ કેવી અચિંત્ય અને આશ્ચર્યકારી હોય !! તે સહજ સ્વીકારી શકાય તેમ છે. આવા અતુલ આત્મસ્વરૂપને અવગણીને અન્ય દ્રવ્ય - ભાવને તુલ દેવું તે મહા અવિવેક છે.
(૪૫૬)
પ્રગટ જ્ઞાનનું સ્વરૂપ-જ્ઞેય નિરપેક્ષ- જાણનક્રિયા છે. તેથી તેવા અનુભવ ગોચરપણાને લીધે, જાણનક્રિયાના આધારે જ્ઞાનમાં / જ્ઞાનમાત્રમાં સ્વ’પણું થઈ શકે છે. અર્થાત્ વર્તમાન જ્ઞાનક્રિયા