________________
અનુભવ સંજીવની
૧૨૧ અરે ! જીવંત જિનશાસન છે; તેનું મૂલ્યાંકન કોઈ વાણી કહી શકે નહિ; માત્ર અનુભવ ગમ્ય
(૪૪૯)
જ્ઞાનમય ભાવ તે અવિકાર આત્મમય ભાવ છે. તેવા ભાવમાં રાગાદિ વિકાર કરવાનો સ્વભાવ નહિ હોવાથી, મોહ ભાવમાં અચારિત્રભાવમાં) નિરુત્સાહ અર્થાત્ ઉત્સુકતા હોતી નથી, થતી નથી; પરંતુ તે ભાવ, આત્માને સ્વભાવમાં સ્થાપે છે. આથી એમ જણાય છે કે સ્વરૂપનું અજ્ઞાન જ આત્માને રાગાદિ ભાવમાં પ્રેરે છે, ઉત્સાહિત કરે છે. જ્ઞાયકપણે રહેવામાં ભાવ પ્રતિબંધ નથી. વળી તે જ્ઞાનમયભાવ રાગદ્વેષના પ્રવાહને રોકનારો ભાવ છે, તેમજ દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો
(૪૫૦)
મુમુક્ષુ જીવને ધર્માત્મા-જ્ઞાની પુરુષનું જીવન અર્થાત્ પરિણમન સમજવું, સૂક્ષ્મ અંતરંગ પરિણમન સમજવું ઉપકારી છે; સપુરુષની ઉદયભાવમાં નીરસતા અને તે નીરસતાનો આધાર કારણ એવું આત્મ-સ્વરૂપનું અવલંબન, તે અવલંબન લેતો શ્રદ્ધાભાવ, તે અવલંબન લેતો એવો જ્ઞાનભાવ, અને તે બન્ને સાથે વર્તતો પુરુષાર્થ અર્થાત, જ્ઞાન અને શ્રદ્ધાનું જોર કે જે ગુણનું અથવા સ્વભાવનું પરિણમન છે, કે જેના ઉપરથી ગુણ-સ્વભાવનું પ્રત્યક્ષ દર્શન થાય છે. આમ સન્માર્ગે વિચરતા, સ્વયંના માર્ગે સ્વયંના કારણથી ચાલ્યા જતાનું દર્શન, દર્શન કરનારને, દર્શનમાત્રથી આરાધનાનું કારણ થવાથી, અને તે અપૂર્વ હિતરૂપ હોવાથી, તે પરમ સત્સંગનું મહત્વ ગ્રંથ-ગ્રંથોમાં મહાપુરુષોએ ગાયું છે, તે યથાર્થ છે–અત્યંત યથાર્થ છે.
(૪૫૧)
/ સત્સંગ કાળે સાધર્મી મુમુક્ષુઓએ પરસ્પરની પ્રશંસાથી, તેમજ પોતાની આત્મશ્લાઘાથી દૂર રહેવું જોઈએ. તે ઉપરાંત સરળતાથી પોતાના દોષોનું નિવેદન કરતા રહેવું જોઈએ કે જેથી વ્યકત કરાયેલ દોષથી મુકત થવાના ઉપાય સંબંધી સુવિચારણા – પરસ્પરનો વિમર્શ ચાલે; અને વિશેષ સરળતાએ ઉન્માર્ગે જતા સાધર્મને મુક્ત રીતે દિશા સૂચન–વાત્સલ્યભાવપૂર્વક ચેતવણી, શુદ્ધ હિતેચ્છુ ભાવનાથી કરવામાં વા કહેવામાં આવે તો આગળ વધવામાં સજ્જનનો (સત્ + જન) સંગ મળી ગયાનું સદ્ભાગ્યને સૌભાગ્ય ગણવું જોઈએ. આ રીતે પ્રાપ્ત સત્સંગ મુમુક્ષુજીવને મહા ઉપકારી
(૪૫૨)
પૂર્વ પુષ્ય યોગથી પ્રાપ્ત સત્સંગમાં જાગૃતિ | આત્મહિતની સાવધાની થઈ, યથાર્થ કાર્યપદ્ધતિ, પૂર્ણતાના ધ્યેયપૂર્વકની, આવતાં અવશ્ય હિત સધાય છે. પરંતુ પ્રાયઃ જીવ સત્સંગનું મૂલ્ય સમજવામાં ભૂલ કરે છે. તેથી પ્રાપ્ત સત્સંગ નિષ્ફળ થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કરે છે. પરંતુ જેને સત્સંગનું