________________
૫૦૨
સ્ફુરણા—સતેજ થાય છે. તેથી જ હ્યું છે કે :
પોતાના પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કર, પોતાને જ પ્રભુ થાપ” “અનુભવ પ્રકાશ’
પા-૨૮
અનુભવ સંજીવની
અર્થાત્ સ્વરૂપમાં રહેલી ગુપ્ત ચૈતન્ય શક્તિને વ્યક્તપણે ભાવવાથી તે વ્યક્ત થાય.
પા.૪૨
“જ્ઞાનનો પ્રત્યક્ષરસ ભાવમાં વેદવો તે અનુભવ છે'. પા.-૩૯
પોષ સુદ–૧૧
//પોતાના) જ્ઞાનમાં પર પ્રતિબિંબિત થઈ જણાય છે. ત્યાં તેમાં સ્વમાં પર તરફ જોતાં `૫૨-માત્ર' જણાય છે. ત્યાં સ્વને ચુકવાનું થતાં દુઃખ ઉત્પન્ન થાય છે- તે જ સ્વમાં પર જણાતું હોવા છતાં- નિજમાં નિજને જોવાની દૃષ્ટિ સુખને ઉત્પન્ન કરનારી છે.– અરીસામાં મોરને (મોરના પ્રતિબિંબને) જોતાં મોર જ દેખાય અરીસાને જોતા તે અરીસો જ છે– તેમ દેખાય છે– તે દૃષ્ટાંતે નિજનાં નિજ તરફ જોતાં નિજ જ છે. પરનો તો સંપૂર્ણ અભાવ છે. (૨૦૩૫) પોષ સુદ ૧૨
સમ્યપ્રકારે હેય ઉપાદેયનો વિવેક થતાં આખરે નિર્વિકલ્પ નિજરસ પીવામાં પરિણમે છે. પ્રયોજનની આવા પ્રકારે સિદ્ધિનું કારણ પ્રયોજનના દૃષ્ટિકોણપૂર્વક હેય ઉપાદેયની વહેંચણી છે.
(૨૦૩૬)
-
-
(૨૦૩૪)
પોષ સુદ – ૧૩
=
સ્વરૂપ ભાવના – આત્મભાવના એ જ સત્ કાર્યનું મૂળ છે. અંતરની ખરી ભાવના નિજ પરિણતિને ઉત્પન્ન કરે છે અથવા વધારે છે, તે ભાવના જ સ્વરૂપ ઓળખાવામાં જ્ઞાનને સહાયક છે. તેનાથી જ ભેદજ્ઞાનનો પ્રયોગ સુલભ થાય છે.—પરિણતિ વિહીન જીવ, ઉપયોગને સ્વરૂપમાં જોડવા ચાહે તો પણ શુદ્ધ- ઉપયોગ થઈ શકતો નથી. તેથી પરિણતિ વગરના જીવનો પુરુષાર્થ સફળ થતો નથી જો કે પરિણતિ વગર તે યથાર્થ પણ નથી-તે ઉપર ઉપરની ભાવના છે. કે જ્યાં સુધી પરિણતી ઉત્પન્ન થઈ નથી.
(૨૦૩૭)
પોષ વદ–૨
મતિ-શ્રુતનો ક્ષયોપશમ મિથ્યાત્વના સદ્ભાવમાં પરવેદન રસ વધવામાં નિમિત્ત થાય છે, જ્યારે તે જ ક્ષયોપશમ કષાય ઘટવાથી અને સ્થિરતા વધવાથી સમ્યક્ત્વના સદ્ભાવમાં સ્વસંવેદન રસ