________________
૨૩
અનુભવ સંજીવની
છે. તે સ્થિર દળની ઉપરની સપાટીના દૃષ્ટાંતે, પર્યાયના ઉત્પાદ-વ્યયથી પાર ઊંડે . અંતરમાં અન્વયરૂપ વર્તમાન ધ્રુવત્ત્વને અવલોકવું, અવલંબવું.
:૩: જીવના ત્રિકાળી સ્વરૂપમાં, કેવળજ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધ પર્યાયોના કારણરૂપ ત્રિકાળ રહેલી પર્યાય પરિણમન શક્તિનું વર્તમાન તે કારણ શુદ્ધ પર્યાય છે.
શ્રીમદ્ પદ્મપ્રભમલધારી દેવે તેને પૂજિત પંચમભાવ પરિણતિ કહેલ છે / સમાદર કરેલ
છે.
(૧૧૨)
સવિકલ્પ દશામાં, જે કાળે નિજ અભેદ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપનો યથાર્થ નિર્ણય’ થાય છે, ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપની અત્યંત મુખ્યતા વર્તે છે તેથી - તે જીવનો નિર્વિકલ્પ દશાનો કાળ પાકી ગયો છે. કેમકે તે હવે વિકલ્પમાં અટકશે નહિ, તેને વિકલ્પની મુખ્યતા નહિ રહે; હવે તે શીઘ્ર વિકલ્પને વમી નાખશે અથવા તેના વિકલ્પ હવે શીઘ્ર વમાઈ જશે. નિર્વિકલ્પ શુદ્ધાત્માનો ભાવનામાં અને જ્ઞાન લક્ષણથી જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કર્યો, તેને નિર્વિકલ્પતાનો અવસર આવી ગયો છે.
(૧૧૩)
વિધિ : અંતરંગમાં સૂક્ષ્મ અનુભવદષ્ટિથી જોતાં, જીવને માત્ર જ્ઞાનનો - સામાન્યનો—જ અનુભવ છે. ત્યાં જોરથી સ્વપણું થતાં અનેક શેયાકારો અને પર્યાયત્વ ગૌણ થાય છે; ને ‘સ્વભાવનો આશ્રય લક્ષના કારણથી થઈ જાય છે. સ્વભાવના આશ્રયમાં દ્રવ્ય પર્યાયના ભેદ સહજ નિરસ્ત થઈ જાય છે. કારણકે સ્વભાવ દ્રવ્ય-પર્યાયના ભેદથી નિરપેક્ષ છે. સ્વભાવે અનઉભય સ્વરૂપ છે. (૧૧૪)
વિભાવથી / રાગથી જ્ઞાનની ભિન્નતાના પ્રયોગ દ્વારા ભેદજ્ઞાન પ્રથમ અંતરંગમાં થવું ઘટે છે; કે જેમાં જ્ઞાનની મુખ્યતા દ્વારા જ્ઞાનથી જ્ઞાનનું એકત્વ થાય છે. એક સમયની પ્રગટ શુદ્ધ પર્યાય - ત્રિકાળી સ્વભાવથી ભિન્ન હોવા છતાં, સ્વયં સ્વભાવને અવલંબે છે. વિભાવની જેમ તે ભાવનો પણ ક્ષય કરવાનું પ્રયોજન નથી. માત્ર અવલંબનનું (આશ્રયનું) સ્થાન તે શુદ્ધ પર્યાય નથી - તેટલું જ પ્રયોજન છે. તેથી રાગનું અવલંબન (સ્વભાવના અવલંબને) છૂટવાનું પ્રથમ કર્તવ્ય છે.— આ વિધિ ક્રમ છે. વિધિ-ક્રમમાં ફરક થતાં માર્ગ બદલાઈ જાય છે અથવા મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. મિથ્યાદ્દષ્ટિને શુદ્ધ પર્યાય પ્રગટેલી ન હોવાથી, તેને તેથી ભિન્ન પડવાની વિધિનો પ્રારંભ કરવાનો પ્રશ્ન નથી. (૧૧૫)
ન
V/પરલક્ષી શાસ્ત્રનું ક્ષયોપશમ જ્ઞાન પણ પ્રાયઃ બાધક થાય છે. આ પ્રકારના જ્ઞાનના વિકાસમાં, આત્માની શુદ્ધતાનો વિકાસ માનવો કે આત્મજ્ઞાનનો વિકાસ માનવો, તે ભ્રમ છે. સ્વલક્ષે થયેલ