________________
૨૪
અનુભવ સંજીવની શાસ્ત્ર અધ્યયન યથાર્થ જ્ઞાનનું કારણ થાય છે. પરલક્ષી જ્ઞાનમાં, શુષ્કતા અથવા અભિમાન અથવા સ્વચ્છેદ આદિ દોષની સંભાવના રહે છે.
(૧૧૬)
લૌકિક સમાજની તો નહિ, પરંતુ ધાર્મિક સમાજમાં પ્રતિષ્ઠા, કીર્તિ મળે તો ઠીક . તેવી અપેક્ષા રાખે તેવો આત્માર્થી નથી. પ્રતિષ્ઠા - કીર્તિની અપેક્ષા થતાં આત્માર્થીપણું ન રહે. તેવો આત્મા નથી–ખરેખર તો વિકાસ પામતી અવસ્થાની પણ સ્વરૂપમાં તેને અપેક્ષા નથી. જ્યાં સર્વોત્કૃષ્ટ દ્રવ્ય ઉપર દૃષ્ટિ છે ત્યાં શુદ્ધ પર્યાય ઉપર પણ દૃષ્ટિ નથી . તેને બીજી કોઈ બીજા કોઈની) અપેક્ષા કેમ હોઈ શકે !
(૧૧૭)
Wવર્તમાન આખા ભવ પ્રત્યે (તીવ્ર મુમુક્ષ) જ્ઞાની ઉદાસ છે. એક આત્માની જ અપેક્ષિત વૃત્તિ થઈ ગઈ હોવાથી અન્ય સર્વ ઉપેક્ષાનો વિષય સહજપણે થઈ જાય છે. તેથી જ્ઞાની ભવ-ઉદાસી છે. ઉદય પ્રસંગો તો ભવના પેટાભેદ છે, તેથી તેમાં તન્મયતા થતી નથી. મનુષ્યપણું તે મારૂં સ્વરૂપ નથી, પરવસ્તુ છે; તેથી હેય છે. ત્યાં ઉદયની ઉપાધિ ઉત્પન્ન થતી નથી. ઉપાધિ સહિતપણામાં દુઃખ છે અને ઉપાધિ રહિતપણામાં સુખ છે. તેથી જ્ઞાની સુખી છે. તેમને પોતાનો સુખસ્વભાવ પણ અનુભવ પ્રત્યક્ષ છે. તેથી બહારના ખેંચાણરૂપ આકુળતા નથી.
(૧૧૮)
સ્વસંવેદ્યમાન સ્વરૂપ અવલોકનમાં –અનુભવમાં અખંડ રસ ધારા વરસે છે . તે શાંતરસ, અમૃતરસ - ચૈતન્ય રસધારા છે . અખૂટ આત્મરસનો પ્રવાહ છે. આ એક દેશ, જઘન્ય વેદન એવું છે કે તે આંશિક આનંદ પાસે ઈન્દ્રાદિ સંપદા દુઃખનું નિમિત્ત - વિકારરૂપ ભાસે છે. (અનુભવ પ્રકાશ)
(૧૧૯)
જ્ઞાનલક્ષણપૂર્વક સ્વભાવની ઓળખાણ થયા વિના વિભાવની ઓળખાણ પણ થાય નહિ અને તેથી જ સ્વરૂપની ઓળખાણ વિના . અજ્ઞાન ભાવે કોઈને કોઈ વિભાવમાંજ સ્વભાવની અર્થાત્ આત્માની કલ્પના થતાં . વિભાવનું સેવન છૂટતું નથી. કષાયની મંદતા અથવા જ્ઞાન - ચારિત્ર આદિ કોઈ ગુણના પરાભુખી ક્ષયોપશમમાં સ્વભાવનો ભ્રમ-(ઓળખાણના અભાવે) થઈ જાય છે અને તેમાં જ આગળ વધવાની અભિલાષાથી તેનું સેવન થાય છે.
(૧૨)
સ્વરૂપની સહજ અંતર સાવધાનીરૂપ વલણ . હું જ્ઞાનમાત્ર છું, એ સન્માર્ગનું એક માત્ર મુખ્ય કરોડરજ્જુ છે. જેના અભાવમાં, અન્યભાવ / અન્ય દ્રવ્યની સાવધાની સહજ રહેતાં, પ્રમાદનું રાજ્ય પ્રસરે છે.
(૧૨૧)