________________
૨૫.
અનુભવ સંજીવની સત્ નો પ્રગટ અનુભવ–દશા જેને વર્તે છે એવા પુરુષનો સમાગમ - તે સત્સંગ છે. જે અતિ દુર્લભ છે. - તેમ છતાં આવો સત્સંગ પણ અફળ જાય તેવા કારણરૂપ પરિણામને જીવ સેવે છે. ત્યારે રત્નચિંતામણિ તુલ્ય મનુષ્ય ભવ ગુમાવી દેવાનું / હારી જવાનું બને છે. તે સત્સંગ અફળ થવાના કારણો નીચે પ્રમાણે છે.
૧. મિથ્યા આગ્રહ : ભૂતકાળમાં જીવે મિથ્યા અભિપ્રાય અનાદિથી સેવ્યો છે. તેનો આગ્રહ સત્સંગ પ્રાપ્ત થવા છતાં ન મૂકવો, તે મિથ્યા આગ્રહ છે. સંક્ષેપમાં તેનું સ્વરૂપ એવું છે કે જે આગ્રહને વશ હું માત્રજ્ઞાન સ્વરૂપ છું –તેવી અંતર સાવધાની ઉત્પન્ન થાય નહિ અને તેથી પરની સાવધાનીરૂપ - પરિણામોની અધિકાઈ . વજન રહ્યા કરે. પ્રશસ્ત ક્રિયા - પરિણામનો આગ્રહ પણ ચૈતન્ય સ્વરૂપની સાવધાની ન થવા દશે, તે મિથ્યા આગ્રહ છે. સર્વ પ્રકારના મિથ્યા આગ્રહ છૂટે તેવું નિમિત્ત “સત્સંગ છે. તેમ છતાં જીવ ત્યાં પણ મિથ્યા આગ્રહ ને ન છોડે તો પ્રાપ્ત સત્સંગ પણ અફળ જાય છે. તેમજ મિથ્યા આગ્રહ છૂટવા પછી કોઈ કારણ સાધન નથી.
૨. સ્વચ્છંદપણું ઃ દોષિતભાવનો પક્ષપાત, દોષમાં મમત્વ થતાં, સ્વચ્છંદને ઉત્પન્ન કરે છે. આ સ્થિતિ સત્સંગને અફળ કરનારી છે. દોષભાવના પક્ષપાતમાં . દોષની રુચિ કામ કરે છે. તેથી તેનો અભાવ થાય તેવો પ્રયત્ન થતો નથી. ઉલ્ટાનો સ્વછંદી જીવ દોષને ગૌણ કરે છે અથવા અપેક્ષાવાદના બહાને દોષનો બચાવ / રક્ષણ કરે છે. - સર્વ અન્ય ભાવ દોષરૂપ હોવા છતાં તેમાં ઉત્સાહથી . સાવધાનીથી પ્રવર્તવું થાય તે પણ સ્વચ્છંદનો સૂક્ષ્મ પ્રકાર છે. હું જ્ઞાનમાત્ર છું તેવી સ્વરૂપ સાવધાનીના અભાવમાં ઉક્ત પ્રકારે સ્વચ્છંદનો જન્મ થાય છે. આ દોષ તીવ્ર થતાં માન પ્રકૃત્તિ જોર કરે છે અને તે તીવ્ર થતાં દેવ, ગુરુ, શાસ્ત્ર અને પુરુષ સંબંધી અવિવેક પણ થવા લાગે છે. સ્વચ્છંદીને ગુણ અને ગુણવાનની અરુચી છે. તેની ચાહના નથી.
૪૩. પ્રમાદ : ‘હું જ્ઞાનમાત્ર છું' તેવી સતત જાગૃતિનો અભાવ અને અન્યભાવનો રસ રહેવો તે પ્રમાદ છે. પ્રમાદભાવમાં કષાયરસનો ઘણો ભાર છે. તેથી સત્સંગની અસર થતી નથી.
V૪. ઇન્દ્રિય વિષયની અપેક્ષા : જડની અવસ્થામાં સુખબુદ્ધિ - રસબુદ્ધિ - મહિમાવંતપણું થતાં તેની અપેક્ષા રહ્યા કરે છે. ત્યારે જીવ નિજ મહિમાને, નિજ સુખને . સ્વભાવને . ભૂલે છે અને સ્વભાવની ઉપેક્ષામાં વર્તે છે. હું જ્ઞાન માત્ર છું તેવી સ્વયંની જાગૃતિકાળે - ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો સુખરહિત ભાસે છે. તેથી પણ વ્યામોહ થતો નથી. હું જ્ઞાન માત્ર છું તેવી જાગૃતિપૂર્વક ઇન્દ્રિય વિષયનો જ્ઞાનમાં . સ્વમાં અભાવ ભાસ્યમાન થતાં તેની અપેક્ષાવૃત્તિ - બુદ્ધિ થતી નથી. ઇન્દ્રિય વિષયની અપેક્ષાવૃત્તિમાં (વાસના) સત્સંગમાં પ્રાપ્ત બોધ લાગતો નથી. કારણ ઇન્દ્રિય વિષયના રસમાં જ્ઞાનરસનો અભાવ છે અને જ્ઞાનમાં અર્થાત્ સ્વની જાગૃતિથી ઉત્પન્ન જ્ઞાન રસમાં . ઇન્દ્રિય વિષયનો રસ અભાવપણાને પામે છે જે સત્સંગનું પ્રત્યક્ષ ફળ છે. પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ સમેત સમાગમ કરવામાં આવે તો જ સત્પરુષનો બોધ પરિણમે છે અને