________________
૨૬
અનુભવ સંજીવની સત્ સમાગમમાં ભક્તિપૂર્વક સમર્પણ થતાં ઇન્દ્રિયો તરફની વૃત્તિ શિથિલ થઈ જાય છે અને અત્યંત ભક્તિ વિષયવૃત્તિના રસને મંદ કરે છે ત્યારે નિજ હિતનો ભાવ બળવાન થાય છે. આમ પર વિષયનો રસ - જડનો રસ સત્સંગ સફળ થવામાં પ્રબળ અવરોધક - પ્રતિબંધક કારણ છે.
૫. અપૂર્વ ભક્તિનો અભાવ : સત્સંગદાતા એવા જ્ઞાની - પરમપુરુષ . પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિનો અભાવ હોતાં ઉપર કહેલા ચારેય દોષ સહજ ઉત્પન્ન થાય છે. જેને અપૂર્વ ભક્તિ વર્તે છે તે જીવ સંસાર તરી જાય છે. તેથી જ્ઞાનીનો યોગ પરમ હિતકારી જાણી, પરમ પ્રેમથી, સર્વાર્પણબુદ્ધિથી, સર્વ સંયોગને ગૌણ કરીને ઉપાસવા યોગ્ય છે અને તો જ જ્ઞાનીથી પ્રાપ્ત બોધ પરિણમે છે. અન્યથા પરિણમન થતું નથી . કોરી ધારણા રહી જાય છે. આ વસ્તુ સ્થિતિ છે. વાસ્તવમાં તો જ્ઞાનીની ઓળખાણ થયે પાત્ર જીવને ઉપરોક્ત પ્રકારે અપૂર્વ ભક્તિ જાગૃત થાય જ છે . થયા વિના રહેતી નથી. આવી ભક્તિ તે માત્ર પ્રશસ્ત રાગ વૃદ્ધિરૂપ નથી, પરંતુ પ્રગટ સનું ખરું મૂલ્યાંકન છે, જેને લીધે દર્શનમોહ દઢ થાય તેવા દોષ ઉત્પન્ન થતાં નથી, પરંતુ દર્શનમોહ ગળી જાય . તેવી પરિણામની સ્થિતિ થાય છે. આ સત્સંગમાં રહેલું મહાન રહસ્ય છે. તેથી જ સર્વ જ્ઞાનીઓએ સ્વયંના અનુભવથી ઠામ ઠામ સત્સંગનું મહત્વ પ્રદર્શિત કર્યું છે. જે વિવાદમાં જરાપણ ખેંચી જવા યોગ્ય નથી.
(૧૨૨)
પર વિષયમાં સુખનો અનુભવ તે કલ્પિત છે, જૂઠો છે. ત્યાં ખરેખર સુખ અથવા આનંદ ન થતો હોવા છતાં, આભાસ થાય છે. તેમાં જૂઠો આનંદ મનાય છે. આ સિદ્ધાંત કોઈપણ કક્ષાના કષાયની મંદતાવાળા પરિણામને પણ લાગુ પડે છે. નિજહિતના પ્રયોજનની દૃષ્ટિકોણવાળા જીવને જૂઠા - કૃત્રિમ - આનંદમાં પોતે છેતરાય નહિ તેની સતત જાગૃતિ ... સાવધાની પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યે રહેવા યોગ્ય છે. કારણ કે તેમાં અધ્યાત્મિક નુકસાન છે.
(૧૨૩).
સમ્યકજ્ઞાન મહાવિવેક ધારણ કરી, સ્વપર પ્રકાશક પરિણમનમાં, સ્વવિષયમાં અને પર વિષયમાં નીચે પ્રકારે | પ્રમાણે પરિણમે છે :
* સ્વરૂપને અભેદ અનુભવરૂપ, મહામહિમાવંત જાણી સર્વોત્કૃષ્ટ ઉપાદેયપણે ચૈતન્યરસપણે સ્વ.આશ્રયભાવે સહજ પરિણમે છે.
જ પર પદાર્થ અને રાગ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, ભિન્નપણે, ઉપેક્ષાભાવે, નિર્મુલ્ય અને નીરસપણે સહજ જણાય છે . પરિણમે છે. તેથી તે પરથી નિવૃત્ત થતું થકું–વિજ્ઞાનઘન થતું જાય છે. આ સમ્યજ્ઞાનનું સ્વરૂપ છે.
(૧૨૪)
દ્રવ્યાનુયોગ આત્માનું એકત્વ . વિભક્ત સ્વરૂપ બતાવે છે. અભેદ સ્વભાવનું લક્ષ કરવાનો