________________
અનુભવ સંજીવની શ્રુત જ્ઞાનમાં ઘણું સામર્થ્ય છે. તે સિવાઈ . મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લ્ય છે.'—(શ્રીમ) તે વચન અનુસાર પાત્ર જીવને પણ જ્ઞાનીની દશાની અંતર્ પ્રતીતિ ચોક્કસ પણે આવી શકે છે. જેમ દર્દી પોતાના રોગના નિદાન વગેરે પ્રકારે વૈદ્યના જ્ઞાનને સમજી શકે છે. તેમ મુમુક્ષુ જીવ, (ભવરોગના નિદાનાદિ જ્ઞાનના પ્રકારથી માર્ગનો શોધક જીવ, માર્ગ દેખાડનારના અનુભવ જ્ઞાનની સત્યતાનો નિર્ણય કરી, ઓળખી શકે છે. નિઃશંક થઈ શકે છે.
(૧૦૮)
આત્મભાવના : સર્વોત્કૃષ્ટ, પરમ શાંતરસમય, સમરસ . સ્વભાવી, અનંત સુખધામ, કેવળ અંતર્મુખ, સ્વયં અભેદ સહજ અનુભવરૂ૫ છું. તેથી સમસ્ત પરમાં ઉપેક્ષા સહજ છે). (૧૦૯)
/ જગતના સમસ્ત પરપદાર્થ પ્રત્યેથી આકર્ષણ છૂટી જાય અને એકમાત્ર સ્વ-સ્વરૂપનું જ ખેંચાણ રહ્યા કરે, તેવું પરમ અદ્ભુત, આશ્ચર્યકારી, અનંત મહિમાવંત આત્મસ્વરૂપ છે. અરે ! પૂર્ણ કેવળજ્ઞાનાદિ પર્યાયની પણ જેને અપેક્ષા નથી, તેવું પરમ નિરપેક્ષ આત્મસ્વરૂપ છે. આવા નિજ સ્વરૂપની એકાકાર ભાવનાવાનને પણ અન્ય કાંઈ અપેક્ષા ન રહે. આવા નિજ સ્વરૂપની દૃષ્ટિ વિના, અન્ય દ્રવ્ય-ભાવમાં મુખ્યતા થાય . સ્વરૂપ-દષ્ટિમાં તો પોતે સ્વરૂપમાત્ર . “જ્ઞાયકમાત્ર (હું), સિવાઈ અન્ય કાંઈ છે જ નહિ.
(૧૧૦).
જે સ્વસમ્મુખ ભાવમાં આત્મસ્વરૂપે પ્રગટ - સહજપ્રત્યક્ષરૂપ છે તે ભાવમાં પ્રત્યક્ષતા સહિત (સાથે) અભેદતા સધાય છે, તેથી તે ભાવમાં પરોક્ષપણાનો સહજ અભાવ થાય છે; અર્થાત્ ત્યાં અદ્વૈતભાવે અતિન્દ્રિય પ્રત્યક્ષપણે વર્તે છે. તેથી ભાવમાં નિજરસ - આત્મરસ ઉત્પન્ન થાય છે. અહો ! અનંત શાંત સુધ સાગરનો પરમ આદરભાવ . એ જ મહા વિવેક છે. પરમપદનો વિવેક / આદર થવામાં અન્ય વિકલ્પ શું ?
પરમાત્મપદ પ્રત્યેના ઉલ્લાસિત વીર્યથી દર્શન શુદ્ધિ છે વા સર્વ સિદ્ધિ છે. (૧૧૧)
કારણ શુદ્ધ પર્યાયનું સ્વરૂપ
૧ઃ પ્રત્યેક વર્તમાનમાં કાર્ય–શુદ્ધ પર્યાયના કારણપણે તૈયાર–મોજૂદ એવું અનંતગુણોના અભેદભાવનું સ્વાકારભાવે ધૃવત્વ, તે કારણ શુદ્ધ પર્યાય છે, જે દ્રવ્યના અનંત સામર્થ્યને દર્શાવે છે, તે આ રીતે :
જે ધ્રુવના વર્તમાનને અવલંબતા કેવળજ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધતા પ્રગટે તો દ્રવ્યનું ત્રિકાળી સામર્થ્ય કેટલું અનંત અને ગંભીર !!
૨ઃ સમુદ્રના પાણીનું મોજાની સપાટીવાળું અસ્થિર દળ પૂરું થતાં નીચે સ્થિરદળ શરૂ થાય