________________
J
અનુભવ સંજીવની વિકલ્પ - રાગના સદ્ભાવમાં પણ વિકલ્પની આડ વગર જ્ઞાન સીધું સ્વરૂપને - નિજને ગ્રહે - તે અંતર્મુખતા છે. તેમાં આત્મા જ્ઞાનગોચર . વેદનગોચર થાય છે.
(૧૦૪)
વંસ મૂનો વો . આ શ્રીમદ્ ભગવાન કુંદકુંદાચાર્યનું ગંભીર વચનામૃત - સૂત્ર સિદ્ધાંતરૂપ છે. દર્શન અર્થાત્ શ્રદ્ધાન. આત્માના સર્વ અનંત ગુણોમાં . આ ગુણની વિશિષ્ટતા દર્શક આ સૂત્ર છે. તેમાં ઘણી ગંભીરતા છે. વાસ્તવિકપણે દર્શન પ્રાપ્ત . અનુભવી મહાત્મા તેનો યથાતથ્ય અનુભવ કરે છે. કારણ વચન અગોચર તેમાં ઘણું છે. જે દર્શન શક્તિથી મોક્ષમાર્ગનો અંકુર ફુટે છે, સર્વ ગુણાંશ સ્વયં સમ્યફ થાય છે, જે એવા પ્રકારે મૂળ અંગરૂપે પરિણમતાં . વર્તતા, મોક્ષમાર્ગ વૃદ્ધિગત થઈ, સંપૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ અનિવાર્યપણે થાય જ થાય છે. જેને લઈને સિદ્ધ ભગવંતો સિદ્ધ પર્યાયમાં અનંતકાળ ટકે છે. તે હંસUT . મૂળ ધર્મ / લ્યાણમૂર્તિ સમ્યક પ્રકારે સેવવા યોગ્ય છે. આ એક ગુણ એવો છે કે જે શરૂથી સદા પોતાની પૂરી - અનંત શક્તિથી પરિણમે છે અને અન્ય સમસ્ત ગુણોની નિર્મળતા થવામાં વધવામાં નિમિત્ત થાય છે. (૧૦૫)
આત્માનુભવી પુરુષો દ્વારા પ્રવાહિત થયેલાં વચનો અર્થાત્ સશાસ્ત્રો અનુભવરસથી લખાયેલાં હોવાથી, તેમાં અનુભવનું ઊંડાણ હોય છે. તે વચનોને અનુભવનો દૃષ્ટિકોણ મુખ્ય રાખી અવગાહન કરવા યોગ્ય છે; નહિ તો તેમના ભાવો–વાચ્ય, જ્ઞાનગોચર થઈ શકે નહિ. અનુભવનો દૃષ્ટિકોણ લાગુ કરવાથી ભાવ ભાસે. શાસ્ત્રવાંચનની રીત પણ ઊંડી અને રહસ્ય યુક્ત છે. પરલક્ષી ઉઘાડવાળું સ્થળ જ્ઞાન, તેથી જ શાસ્ત્રના મર્મ સુધી પહોંચતું નથી. વળી પરલક્ષી ઉઘાડ-પંડિતાઈ-વિદ્વતા સાથે, અભિમાન સ્વછંદ વિ. દોષ સહજ જન્મ પામે છે. તેથી પણ તેનાથી ગુણ થતો નથી. આત્માર્થીને શબ્દાર્થ–ભાવાર્થ થી સંતોષાઈ જવાનું થતું નથી . પરંતુ તે અનુભવની કળા માટે અત્યંત જીજ્ઞાસુ રહે છે.
(૧૦૬)
નવેમ્બર - ૧૯૮૫ બોધકળા : નિજ શુદ્ધ જીવાસ્તિકાયમાં અહબુદ્ધિ થવી, અભેદભાવે લક્ષ રહ્યા કરવું. આ પ્રકારે બળવાન પરિણામ થતાં, ઉપયોગ શુદ્ધ થાય.
(૧૦૭)
પ્રશ્ન : જ્ઞાનીને કોણ ઓળખે ?
ઉત્તર : જ્ઞાની, જ્ઞાનીને ઓળખી શકે, પોતાના અનુભવ ઉપરથી, જેની વાણીમાં, અનુભવ રસ વ્યક્ત થાય છે; દૃષ્ટિ, પુરુષાર્થ વગેરે પ્રકારથી પણ સાધક દશાની ઓળખાણ થાય છે. અનેક વિધ અધ્યાત્મ ભાવો ઓળખવાની નિર્મળતા જ્ઞાનીને હોવાથી, તે અન્ય જ્ઞાનીને ઓળખે છે. સમ્યક