________________
૨૦
અનુભવ સંજીવની
જીવ તો તેનાં (શુભાશુભના) નાશનો ઉપાય કરે છે, તે વાસ્તવિક દીર્ઘ દૃષ્ટિ છે અથવા સત્ય દૃષ્ટિ છે. ટુંકી દૃષ્ટિમાં જીવ માત્ર વર્તમાન પ્રવૃત્તિમાં (ઉદય ફેરવવામાં) રત રહે છે. તેથી શાશ્વત તત્ત્વ પ્રત્યે તેનું ધ્યાન જતું નથી.
(૧૦૧)
*
વર્તમાન પર્યાયમાં વિકારભાવ વર્તતો હોવા છતાં, હું વર્તમાનમાં જ પરિપૂર્ણ શુદ્ધ છું’. એવી અપૂર્વ દષ્ટિ મૂળ સ્વરૂપ સત્તાને ગ્રહે - તે સ્વરૂપ દૃષ્ટિનું કાર્ય છે.
(૧૦૧-A)
પર્યાય લક્ષે, નિર્વિકલ્પ થવું છે' તેવી ઇચ્છાથી નિર્વિકલ્પ થવાતું નથી; પરંતુ હું સ્વભાવથી નિર્વિકલ્પ જ છું અને સ્વયં સ્વસંવેદનપણે પરિણમવાનો જ મારો સ્વભાવ છે. - સ્વભાવથી અન્યથા થવું અશક્ય છે.' તેમ સ્વ આશ્રય થતાં કાર્ય થાય તેવી વસ્તુ સ્થિતિ છે.
(૧૦૨)
સ્વરૂપના યથાર્થ ભાવભાસનમાં પરિણમન ઉપર બહુ ઊંડી અસર થાય છે ઃ
* લક્ષ : જ્ઞાનમાં સ્વરૂપનું લક્ષ બંધાઈ જાય છે. ત્યારથી જ્ઞાન સ્વરૂપ લક્ષી થઈ જાય છે. જ્ઞાનના લક્ષમાંથી સ્વરૂપ ભૂંસાતુ નથી અને પરલક્ષ મટે છે.
* રુચિ : રુચિ અનન્યભાવે સ્વરૂપ પ્રત્યે જાગૃત થઈ જાય. આ ગુણની રુચિ છે. વિભાવ/ અવગુણ પ્રત્યે અરુચિ થાય છે.
પુરુષાર્થ : ચૈતન્ય વીર્યની સ્ફુરણા થાય છે. વારંવાર સ્વરૂપનો - સ્વરૂપ પ્રત્યયી - વેગ ઉત્પન્ન થઈ આવે છે. પુરુષાર્થની દિશા બદલાય છે. જે અપૂર્વ છે.
* સ્વરસ : સ્વરૂપના અત્યંત રસવાળું ઘોલન રહ્યા કરે છે.
*
મહિમા : અસાધારણ મહિમાવંત સ્વરૂપનો, અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે અને જગતનો મહિમા ઊડી જાય છે. જગતના કોઈ પદાર્થનો મહિમા આવતો નથી - રહેતો નથી. સ્વરૂપ સન્મુખના
*
પરિણામ રહે છે,
*
અહો ! નિજ જિનપદથી અધિક બીજું શું હોય શકે ?
* અનંત સુખનો ભંડાર પોતામાં / અંતરમાં છે ત્યાં વૃત્તિનું વલણ થઈ જાય છે.
*
ગુણનિધિ સ્વરૂપનો પત્તો લાગતાં અપૂર્વ... અપૂર્વ ભાવોનું વહેણ શરૂ થાય જ ને! લક્ષના
કારણથી ઉત્પન્ન જ્ઞાનમાં આનંદના ફૂવારા ફાટે છે.—પૂ. ગુરુદેવશ્રી (પરમાગમસાર
૫૧૬) (૧૦૩)
-
/ અતિન્દ્રીય એવું આત્મસ્વરૂપ, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, કોઈપણ પ્રકારનો (મંદ કષાયરૂપ) રાગનો વિષય પણ આત્મા બિલકુલ નથી; આત્મસ્વરૂપ, મનના વિકલ્પ - ચિંતન ગમ્ય પણ નથી જ. પરંતુ માત્ર અંતર્મુખ જ્ઞાનમાં ગ્રહણ થાય તેવું છે; તેથી કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે.