________________
૧૯
અનુભવ સંજીવની આત્માને ઓળખવા વિષે : * આત્મા ઉપયોગ લક્ષણવંત છે.
* લક્ષણ લક્ષ્ય . સ્વભાવથી સદશ અને વસ્તપણે અભેદ છે. તેની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે. ઓળખાણ થતાં, લક્ષ્યની મુખ્યતા અને લક્ષણની ગૌણતા સહજ થઈ જાય છે. લક્ષ્યની મુખ્યતામાં આખી વસ્તુ (પ્રમાણના વિષયરૂપ વસ્તુ) ટકીને પરિણમતી દેખાય છે. તેથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો આભાસ / કલ્પના થતી નથી. સ્વભાવ સન્મુખતામાં આત્મસ્વરૂપ નિરાવરણ / પ્રગટ છે, તેમ જણાય છે. આ હું પ્રત્યક્ષ આવો . સિદ્ધસ્વરૂપી–છું, તેવા ભાસનથી, આત્મવીર્યની ફુરણા થઈ આવે છે અને જેમ જેમ) આત્મ આશ્રયનું બળ વધતું જાય છે, તેમ તેમ જ્ઞાન સ્વરૂપને સુસ્પષ્ટપણે ગ્રહે છે, સાથે સાથે આત્માના બીજા ગુણો પણ સહજ ખીલતા જાય છે. જેટલો પુરુષાર્થ ઉગ્ર તેટલી શુદ્ધિ વિશેષ અને ઝડપી . આવું વસ્તુ સ્વરૂપ છે. વસ્તુ - સ્વરૂપ મહાઆશ્ચર્યકારી, અનુપમ અને અદ્ભુત છે.
(૯૮-A)
કેવળજ્ઞાનમાં વિસ્મયનો અભાવ છે. કારણકે એક પ્રથમ સમયમાં ત્રણ કાળ - ત્રણ લોક જણાઈ ગયા છે. તેથી કોઈ દ્રવ્યની કોઈ પર્યાય વિષે - આમ કેમ ? એવો વિસ્મય ભાવ ઉત્પન્ન થતો નથી. આવા કેવળજ્ઞાન સ્વભાવને વર્તમાન શ્રદ્ધા . જ્ઞાનમાં જેણે ઝીલ્યો છે, તેવા સમ્યદૃષ્ટિ જીવને પણ શ્રુતજ્ઞાનમાં વિસ્મયનો અભાવ છે. ભાવશ્રુતજ્ઞાનમાં પણ ત્રણકાળ-ત્રણલોકને પરોક્ષપણે જાણવાની શક્તિ છે. તેથી સમ્યકશ્રુત પણ સ્વભાવથી ગંભીર અને અચંચળ છે. બીજા જીવોની અને પુલોની અનેક ચિત્ર-વિચિત્ર અવસ્થા જણાવા છતાં ક્ષોભ ન થવા પાછળ આ સિદ્ધાંતનું ગ્રહણ છે.
Vઆ સિદ્ધાંત છે કે જેણે આત્મા જાણ્યો તેને બીજા કોઈપણ આત્મા પ્રત્યે વૈરબુદ્ધિ હોય નહિ; ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ નહિ, કારણકે સમ્યકજ્ઞાનમાં બીજા અજ્ઞાની જીવનું સામાન્ય સ્વરૂપ મુખ્ય રહે છે. અને તેની દોષિત અવસ્થા ગૌણપણે જણાય છે. પોતાના આત્મા જેવું જ સર્વ આત્માઓનું સ્વરૂપ - ગુણધામ છે. તેવા જ્ઞાનમાં ગુણ – સાગર પ્રત્યે વેરબુદ્ધિ કેમ થાય ? (૧૦૦)
V જે જીવને સંયોગની પ્રતિકૂળતાનો ડર . ભય છે, તે સંયોગની અનુકૂળતાનો ઇચ્છુક છે. જે જીવને અપમાન / અપકીર્તિનો ભય છે; તે જગતની આબરૂ - કીર્તિનો કામી છે.
પરમાં ઇષ્ટ-અનિષ્ટપણની બુદ્ધિથી . જીવ ઉદયમાં સાવધાન રહ્યા કરે છે. તેથી ઉદયભાવથી નિવૃત્ત થઈ શકતો નથી, છતાં બાહ્યમાં સંયોગ-વિયોગ તો પૂર્વ કર્મના ઉદય અનુસાર છે. જેનું કારણ પૂર્વે કરેલાં જીવના (પોતાના) શુભાશુભ પરિણામ છે. જે પરમાર્થે દુઃખરૂપ છે. વિચારવાન