________________
અનુભવ સંજીવની
આત્માર્થીજીવનું જીવન / પરિણમન ‘આત્મલક્ષ' પૂર્વક હોય છે; તેથી ચાલુ પરિણમનમાં ઇષ્ટ-અનિષ્ટપણું થતાં, તેમાં (પોતાનો) વિભાવ રસ ઉત્પન્ન થાય છે, તેને તેનું અવલોકન - સૂક્ષ્મ અવલોકન રહે છે. આ અવલોકનના કારણે કષાયરસની માત્રા વધી શકતી નથી. પરંતુ ઘટતી જાય છે. અર્થાત્ કષાયરસ મંદ પડતો જાય છે. જ્યારે આત્મલક્ષે વિભાવરસ ગળે ત્યારે સમકિતની પૂર્વ ભૂમિકા તૈયાર થાય છે, જેમાં દર્શનમોહ મંદ થાય છે. જ્ઞાન પણ સ્વરૂપની ઓળખાણ કરી શકે તેવું નિર્મળ થાય છે, ધીરું અને ગંભીર થાય છે અને સ્વભાવની જાગૃતિ ઉત્પન્ન થાય છે. તેમજ અધ્યાત્મના સમ્યક્ ન્યાયોમાં રસ / રુચિ વૃદ્ધિગત થાય છે અને અનંત નય (ન્યાય) ના અધિષ્ઠાતા સ્વ-દ્રવ્યનું ગ્રહણ સુલભ થાય છે.
જે શાસ્ત્રોનું ભણતર કરવાં છતાં પણ આત્માર્થી નથી, તેને પરિણમનમાં વિપરીતતાનો વેગ ઘણો છે, તેનો દર્શનમોહ બળવાન છે અને જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હોવા છતાં તેનું જ્ઞાન સ્થૂળ છે. જેથી તે ચાલતા પરિણમનમાં કષાયરસનું અવલોકન કરવા સમર્થ નથી - જાગૃત પણ નથી. જો કે મૂળમાં ત્યાં આત્મલક્ષ નથી.
અવરોધક તત્ત્વ
૧૮
તેથી એમ ફલિત થાય છે કે, સ્વરૂપ લક્ષી યથાર્થ પુરુષાર્થમાં વિભાવરસ હોવાથી - તેનું જાણવું - અવલોકન થવું આવશ્યક છે.
અહીં, જાગૃતિ એટલે `હું જ્ઞાનમાત્ર છું' તેવી અંતર સાવધાની—એમ જાણવું - સમજવું. શબ્દાર્થની સમજણ કરતાં, ભાવના અનુભવને અવલોકવામાં જ્ઞાનને લંબાવી ને સમજવું.
(62)
*
પૂર્ણતાને લક્ષે શરૂઆત કરનાર - ઉપાડ કરનાર જીવને, વર્તમાન ચાલતા પ્રગટ પરિણામમાં, જ્ઞાનક્રિયામાં, જ્ઞાન સ્વભાવનું (ગુણના ગુણનું) અવલોકન પૂર્વક સંશોધન ચાલતાં, તેમાં કષાયના અભાવ સ્વભાવનું ભાસન થાય છે અર્થાત્ (જ્ઞાન) હું નિરાકુળ સુખરૂપ સદાય છું”—તેમ નિર્ણય થાય છે, તેમાં પોતાના અનંત જ્ઞાન અને અનંતસુખનો પ્રતિભાસ છે. જેથી સ્વરૂપનો અપૂર્વ મહિમા ‘જ્ઞાનમાં’ઉપજે છે અને લક્ષ ત્યાંથી ખસતું નથી. આવા લક્ષપૂર્વક સ્વભાવના મહિમા સહિતનું ઘોલન તીવ્ર આત્મરસને ઉત્પન્ન કરે છે. ત્યાં સૂક્ષ્મ વિકલ્પ છે, તો પણ તેના ઉપર લક્ષ નથીતેની ઉપેક્ષા રહે છે, ત્યાં સંયોગોની ઉપેક્ષા તો સહજ જ છે. ધ્યેયભૂત સ્વ-સ્વરૂપ ઉપર વારંવાર ‘આ હું’–એમ ઉપયોગની ભીંસ જાય છે - સહજ જાય છે. આ રીતે સહજ પુરુષાર્થ, સહજ ભેદજ્ઞાનની અહીંથી શરૂઆત થઈ, સ્વાનુભવમાં પરિણમી જાય છે. આ પ્રકારે સ્વરૂપની સાચી ઓળખાણ થતાં, જગતનાં પદાર્થો અને શુભભાવનો મહિમા (જે અનાદિથી હતો તે) મટે છે. અપૂર્વ અતિન્દ્રીય સુખની તુલનામાં બાહ્ય ભાવો-દ્રવ્યો દુઃખના કારણપણે - નિમિત્તપણે જણાય છે. પુન્યનો ઉદય તુચ્છ ભાસે છે.
(૯૮)