________________
૧૭
અનુભવ સંજીવની V અન્ય જીવો અને પુલોની ચિત્ર-વિચિત્ર અવસ્થાનું નિમિત્ત પામીને જગતમાં જીવો રાગદ્વેષ / ઈષ્ટ અનિષ્ટરૂપ ભાવો કરે છે. - જ્યારે સમ્યકજ્ઞાનમાં, અંતર્મુખનું ધ્યેય (અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ) વર્તતું હોવાને લીધે તે તે પરદ્રવ્યની પર્યાયો માત્ર શેયરૂપે પ્રતિભાસે છે. જ્ઞાન તટસ્થ - જ્ઞાતા ભાવે રહે છે. ધ્યેયની અર્થાત્ ધ્રુવ સ્વરૂપની મુખ્યતા રહે છે. તેથી અન્ય જોયો ગૌણ પણે જણાય છે. - આ વીતરાગી જ્ઞાનકળા છે . અબંધ પરિણામ છે, પરિણામની આવી ચાલ થવી | ઢળક થવી, પરિણમનશીલતા થવી, એવો જ જેનો મૂળ સ્વભાવ છે; તેવા ગુણ નિધાન મહા પવિત્ર નિજ આત્મદેવને અભેદ ભક્તિએ નમસ્કાર !!
(
૩)
સાધક દશામાં સ્વભાવ સર્વથા તે અત્યંત ઉપાદેય—એવો ભાવ વર્તે છે. ત્રિકાળીની ઉપાદેયતામાં / મુખ્યતામાં પર્યાયની ગણતા સહજ રહે છે. તેથી પર્યાયમાં વિકારાંશ છે તેને ટાળવાનો હોવા છતાં તેની આકુળતા / મુખ્યતા નથી. પરંતુ અંતર્મુખના વેગમાં વિકાર આપોઆપ ટળતો જાય છે. તેમ જ્ઞાન રહે છે–આ પ્રકારે કાર્યસિદ્ધિ છે.
(૯૪).
‘સ્વપદનું પરમેશ્વરરૂપ અંતર્મુખ થઈ) અવલોકતાં, વર્તમાનમાં જ પોતે પરમેશ્વરૂપ છે. અહો! અવલોકન માત્રથી પરમેશ્વર (થવાય) થાય. એવી અવલોકન ન કરે તો, પોતાનું નિધાન પોતે લૂંટાવી . દરીદ્રી થઈ ભટકે છે અને ભવવિપત્તિને વહોરે છે ! (“અનુભવ પ્રકાશ'). V સ્વાનુભવમાં પોતે શાશ્વત પરમાત્મા છે' તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્યારે હું રાગ અને સંયોગના આધારે જીવનારો છું તેવી ભ્રાંતિ મટી જાય છે. ભાવ દરીદ્રપણું મટી જાય છે. ત્યારે ચારગતિનું ભટકવું–મટી જાય છે. ચારે ગતિની વિપત્તિઓ | દુઃખો, માત્ર અજ્ઞાનભાવથી વહોરતો હતો તે મટી જાય છે.
(૯૫)
Vઉદયમાં સાવધાની જીવને બહિર્મુખ થવાનું કારણ છે.–આત્મ-સ્વભાવની સાવધાની જીવને અંતર્મુખ થવાનું કારણ છે અર્થાતુ ઉદયમાં સાવધાની રહેતાં સ્વમાં એકત્વ થઈ શકે નહિ અને જે સ્વમાં સાવધાન છે તેને પરમાં એકત્ર થતું નથી.
V સત્-શ્રુત (શ્રવણ) થવાં છતાં, ઉદય કાળે સાવધાનીમાં ફેર પડે નહિ . તો શ્રવણ થયું જ નથી. ભાવપૂર્વક શ્રુતથી પર પ્રત્યેની સાવધાનીમાં ફેર પડે જ, સાવધાની) મોળી પડે જ–તેવા ભાવથી). શ્રવણ વિના આત્મભાવનું, સ્વરૂપલક્ષે, સ્વરસથી ઘોલન થાય નહિ, જેથી મુમુક્ષુ જીવને આત્મપ્રાપ્તિ - સત્ની પ્રાપ્તિની ઇચ્છા હોય તો પણ સફળ થવાતું નથી. આ વારંવાર વિચારવા - અવગાહન કરવા યોગ્ય છે. જેથી આત્માર્થતા ઉત્પન્ન થાય.
(૯૬-A)