________________
૧૬
અનુભવ સંજીવની V જીવ, વ્યર્થ જ પર ચીજને પોતાની માની માનીને જૂઠી હોંશ કરે છે . પુદ્ગલનો રસ લે છે, પરને મુખ્ય કરે છે. ભ્રમણાથી જૂઠી કલ્પનામાં રાચી ખુશી થાય છે. ત્યાં પોતાના સ્વરૂપની સાવધાનીનો અંશ પણ નથી. પોતે ત્રણ લોકનો નાથ હોવા છતાં નીચ પદમાં સ્વપણું માની વ્યાકુળ થઈ રહ્યો છે. તેવી સ્થિતિમાં ચૈતન્યરસ ઉત્પન્ન થઈ શકતો નથી. (અનુ. પ્રકાશ) (૮૭)
વ્યવસાયાદિમાં જોડાવું પડતું હોય, ત્યારે તેમાં ઉત્સાહ / રસ ન વધે તેવી જાગૃતિ / સાવધાની રહેવી ઘટે છે. જેથી નિવૃત્તિ કાળે તે તે ઉદય ભાવનો રસ નડે નહિ.
(૮૮)
આત્માર્થી જીવને જે કાંઈ કરવું છે, તે સર્વ કાંઈ આત્માર્થે જ કરવું છે તેવી બુદ્ધિ અભિપ્રાય) પૂર્વક તેની સર્વ પ્રવૃત્તિ હોય છે. ઉક્ત અભિપ્રાયની દૃઢતાને લીધે અંતરલક્ષમાં નિજહિતની જાગૃતિ વિશેષપણે ઉત્પન્ન હોય છે. તેથી પરભાવથી ભિન્નતાનું કાર્ય સાવધાની પૂર્વક થવાની અહીં / અંદરમાં સુગમતા થાય છે. આવી ભાવ ભૂમિકામાં ‘સ્વરૂપનો નિર્ણય સંશોધક જીવ કરે છે. જે તે ઉદયમાં સર્વ સંસારી જીવો અનુકૂળતા / પ્રતિકૂળતાને મુખ્યતા આપીને વેદનમાં વળગેલા પડયા છે તે પ્રકારથી અટકી જઈને, આત્માર્થી જીવ, ઉદયમાં ઈષ્ટ અનિષ્ટપણાથી નિવર્તતો અર્થાત્ નિવર્તવાના પુરુષાર્થમાં લાગેલો છે. નિજહિતની અપૂર્વ લગનીથી લાગેલો છે. તેને અવશ્ય નિજહિત થશે જ. (૮૯)
પરપદાર્થમાં સુખના અનુભવને ભ્રાંતિ જાણવી, તે ભ્રાંતિરૂપદશાને રોગ . મહારોગ જાણવો.
(૯૦)
- દુઃખ – એ કલ્પનામાંથી ઉત્પન્ન થયેલ ભાવ છે. વસ્તુના સ્વરૂપજ્ઞાનના આધારે દુઃખની ઉત્પત્તિ થતી નથી. વળી, નિજસ્વરૂપમાં તો દુઃખ છે જ નહિ. તે તો અનંત આનંદમય છે. પરંતુ જીવ, આનંદમય - એવા સ્વ-સ્વરૂપના વિસ્મરણથી . બેભાનપણાથી . કોઈપણ પ્રકારે કલ્પનામાં ઘેરાઈ જઈને દુઃખનો અનુભવ કરે છે. અર્થાત્ ભ્રમથી પોતાને દુઃખી માનીને દુઃખનો અનુભવ કરે છે.
(૯૧).
એ સ્વભાવે હું પૂર્ણ / પરથી નિર્દોષ / પવિત્ર છું. અંશમાત્ર દોષ થવાનો મારામાં અવકાશ નથી—એવા નિજ અવલોકનમાં . પર્યાયમાં વિકારાંશ હોવા છતાં . (અંતર્મુખના ધ્યેયમાં) વિકારના કરવાપણાનો કે ટાળવાપણાનો અભિપ્રાય રહેતો નથી. - તોપણ ટળતો વિકાર જ્ઞાનમાં પરશેયપણે પ્રતિભાસે છે.
(૯૨)