________________
૩૧૨
અનુભવ સંજીવની
જીવનું પ્રદેશત્વ – અસ્તિત્વ અરૂપી છે તેથી જણાતું નથી (છદ્મસ્થને). પરંતુ જ્ઞાનવેદન દ્વારા તે ગ્રહણ થાય છે. તેથી વેદન વડે અસ્તિત્વગ્રહણ થાય તેને જ તનિત જ્ઞાનબળ વડે સ્વાનુભવ થતાં, શ્રદ્ધાનમાં અસ્તિત્વ આવે. આગમ, યુક્તિ, ન્યાયથી અસ્તિત્વનો ખ્યાલ આવે, તેથી તે અંગેનું બળ ઉત્પન્ન થતું નથી. વેદન તે અનુભવાંશ છે, અનુભવાંશમાં પ્રત્યક્ષતા છે, જે વીર્યની સ્ફુરણાનું કારણ છે. વિચાર - ખ્યાલમાં પરોક્ષતા છે, તે પુરુષાર્થ ઉત્પન્ન કરવા સમર્થ નથી. વેદન - જ્ઞાનપૂર્વક આ પ્રમાણે સમ્યક્દર્શન થવાની વિધિ છે.
(૧૧૩૧)
મે . ૧૯૯૩
-
—
•/ આત્મહિતના લક્ષે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ શાસ્ત્ર વાંચન, શ્રવણ, ચર્ચા—વિચારણા આદિ, અને ન્યાય યુક્તિથી જે કાંઈ સમ્મત કર્યું હોય તેની યથાર્થતા તપાસવા માટે અને તેમાં કાંઈ કલ્પના કે અયથાર્થતા / અન્યથાપણું ન રહી જાય ન થઈ જાય તે માટે, આત્માર્થી જીવે, પોતાની સમજણને પ્રયોગની કસોટીએ ચડાવીને ભાવભાસનપૂર્વક યથાર્થ નિર્ણય કરવો, તેમ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાબુદ્ધિએ પ્રવર્તવું, પરંતુ ખ્યાલમાં વિચારથી લીધું હોય તેની પક્કડ કરવી નહિ, આગ્રહ સેવવો નહિ. જેથી આત્માર્થાતા જળવાઈ રહે.
(૧૧૩૨)
૭ આત્મસ્વરૂપનો પ્રતિભાસ આવતાં અનંત મહિમાવંત સ્વરૂપનો સહજ યથાર્થ મહિમા ઉત્પન્ન થાય છે. તેને નિશ્ચયનો પક્ષ કહે છે. જેમાં સ્વરૂપ પ્રત્યેનો ઝૂકાવ શરૂ થાય છે. તે ઝૂકાવ વૃદ્ધિગત થઈને નિજાવલંબન સધાતાં, એકત્વનો / રાગનો અભાવ થઈ, વીતરાગી દશાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનબળપૂર્વક પુરુષાર્થની ભીંસ સ્વરૂપ પ્રત્યે થયા વિના તન્મયતા— લીનતા ઉત્પન્ન થઈ શકે નહિ. સ્વસ્વરૂપમાં ‘અહંભાવ’ની ભીંસ-તીવ્રતામાં અંતર અભેદતા ઉપયોગ વડે સધાય છે. તેને નિજાવલંબન પણ કહેવાય છે.
(૧૧૩૩)
જ્ઞાનપ્રાપ્તિ માટે યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. યોગ્યતા ઉત્પન્ન થવા અર્થે વૈરાગ્ય અને સરળતા સહિત સત્સંગ સેવવો જોઈએ. સત્સંગમાં નિવાસ એકાંત આત્મહિતના લક્ષે થાય તો અવશ્ય
જીવનું કલ્યાણ થાય જ. આ પ્રકારે સત્સંગને ગુણીજનના સંગને જ્ઞાનીઓએ અમૃત કહ્યું છે, તે યથાર્થ જ છે. સત્સંગથી યોગ્યતા પ્રાપ્ત જીવને અંતર્મુખ થવાનો અભ્યાસ કરવા – જ્ઞાનીપુરુષની આજ્ઞા છે. સત્સંગ અને સાંચન બાહ્ય જ્ઞાનાભ્યાસ છે, જ્યારે સાધારણ એક સંવેદન પરિણામરૂપ સ્વભાવ’ વડે સન્મુખતાનો પુરુષાર્થ કરવો તે અંતર જ્ઞાનાભ્યાસ છે, જે સર્વ સત્સંગનું અને સાંચન થયાનું તાત્પર્ય છે. જો તેમ ન થાય તો જ્ઞાનીની આજ્ઞા ખરેખર ઉપાસવાની બાકી રહે છે.
(૧૧૩૪)
–