________________
અનુભવ સંજીવની
૩૧૩
ખાસ-મુખ્ય બાબત તો જીવને યોગ્યતા આવવી તે છે, જેથી વીર્ય પ્રવૃત્તિ સહજ અંતરમાં વળે, જ્ઞાનીપુરુષની આશાએ ચાલવું' એવો માર્ગ ગ્રહણ કરવા સુદઢતા થાય અને નિવૃત્તિ સેવી અપ્રમાદપણે આત્મભાવને સેવવાનું થાય. આત્મહિતમાં ઉલ્લાસિત વીર્ય થતાં પ્રમાદ (અન્ય પ્રવૃત્તિમાં રોકાવુ) ટળે છે. બહુમૂલ્ય એવું મનુષ્યત્વ સાર્થક થાય જ, તેમ આત્માર્થીને લક્ષ રહે.(૧૧૩૫)
વર્તમાનકાળ ઘણો દુષમ છે, તેથી ધાર્મિક ક્ષેત્રમાં પણ જોઈ-વિચારીને સંગ કરવા જેવો છે. નહિતો આત્માર્થી જીવને હાનિ થાય. જે જીવો પરમાર્થના જિજ્ઞાસુ હોય, માત્ર તેની સાથે શાસ્ત્રપ્રમાણ આદિ ચર્ચા યોગ્ય છે, નહિતો તેમાંથી પ્રાયઃ અહિત થાય છે. અથવા આત્મહિતના લક્ષ વગરની તત્ત્વચર્ચાથી વાદ-વિવાદ ઉત્પન્ન થાય છે. આત્માર્થી તેવા પ્રસંગથી દૂર રહે છે, કારણકે તે આત્માર્થીના ધ્યેય વિરુદ્ધ પ્રવૃત્તિ છે. દુઃખના હેતુભૂત એવી લોકસંજ્ઞાએ ધર્મ કરવાની વૃત્તિ હાલમાં પ્રાયઃ જોવામાં આવે છે. પરમ સમાધિના હેતુભુત એવી આત્મશાંતિનું ધ્યેય અને લોકસંજ્ઞા પરસ્પર વિરુદ્ધ છે. જે જીવને સંસારથી વિરામ પામવું હોય, તે જ આત્માર્થનો અધિકારી છે, અન્ય નહિ. (૧૧૩૬)
પરમ પુણ્યના ઉદયથી ધર્માત્માના દર્શન અને સમાગમનો યોગ સંપ્રાપ્ત થાય છે, તેમની પ્રત્યક્ષતામાં આત્માર્થી જીવને આત્મવૃત્તિનું પોષણ મળે છે. તેવા ધર્માત્માનું વર્તમાનકાળમાં વિદ્યમાનપણું તે પરમ પરમ સૌભાગ્ય છે.
આવા ધર્માત્માના વિયોગમાં, વેદનાયુક્ત સ્મરણ આત્માર્થીને સહજ થાય છે. તેમાં સત્સંગની બળવાન ભાવના ચૂંટાય છે. ધર્માત્માના વિરહનો તાપ, ભાવી સમાગમનું કારણ બને છે. અનાદિ પરિભ્રમણ કરતા જીવને, ધર્માત્મા ‘સાક્ષાત્ મોક્ષ' ભાસે છે, ત્યારે પોતાના સ્વરૂપની સમીપતા થાય છે, બોધ પરિણમવાની યોગ્યતા થાય છે.
(૧૧૩૭)
*
રાગથી ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન એ છે કે વેદનથી થતું એકત્વ છોડાવવું છે. જીવને પરપ્રવેશ ભાવ વડે અને વિભાવપણે પોતાનું એકત્વ વેદનથી થઈ રહ્યું છે, – તેવો ઉલટો પ્રયોગ અનાદિથી ચાલે છે, તેથી ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે, જે સુલટા પ્રયોગથી ખુલે છે. રાગનો આકુળતારૂપ સ્વાદ આવતાં સહજ ઉપેક્ષા થાય, જ્ઞાન વેદનની નિરાકુળ મધુર પરમ શાંતિનું વેદન અભેદ આત્મભાવે વેદાય, તે ભેદસંવેદનરૂપ ભેદજ્ઞાન છે. અજ્ઞાની મટી જ્ઞાની થવાની આ વિધિ
છે.
(૧૧૩૮)
અનેકરૂપ જ્ઞાનમાં, જ્ઞેય જ્ઞાયક સંકરદોષ વર્તે છે, તેથી તેવો મિથ્યાત્વભાવ જીવનું લક્ષણ હોઈ શકે નહિ. જ્ઞાનસામાન્ય એકાકાર જ્ઞાનસંવેદનરૂપ
અનાદિથી. જ્ઞાન વિશેષ – જ્ઞેયાકાર જ્ઞાનમાં
-