________________
૩૧૪
અનુભવ સંજીવની પરિણામ સ્વભાવરૂપ હોવાથી, તે જીવના લક્ષણ-સ્વરૂપપણે પ્રતીતમાં આવે છે. “જ્ઞાનમાત્રની સ્વસંવેદનથી સિદ્ધિ પ્રાપ્તિ છે.’– પ. પૂ. અમૃતચંદ્રાચાર્યદેવ (સ.સાર.પરિશિષ્ટ). આ ‘જ્ઞાનમાત્ર' ભાવ સ્વરૂપને પીછાણવાની વાનગી છે.
(૧૧૩૯).
V ઇચ્છાથી મૂકાય તો મોક્ષ થાય. ઈચ્છા રાખીને મોક્ષેચ્છા કરનાર મોક્ષનું સ્વરૂપ જાણતા નથી. તેવી જ રીતે, દોષોને ગ્રહી રાખીને જ્ઞાન પ્રાપ્તિ – વગર યોગ્યતાએ – જીવે ઈચ્છી છે. તે અશક્ય
અંતરાત્માના અવાજની ઉપરવટ જઈને જીવ દોષ કરે, તે કેમ છૂટે ? સમર્પણ, વિનયાદિ, કરીને બીજા કરતાં શ્રેષ્ઠ ગણાવું હોય, ત્યાં સુધી બેભાનપણું છે, જ્ઞાનીનો માર્ગ તેથી હજી દૂર છે. ધર્માત્મારૂપ પરમાત્માની કૃપા વિના, પોતાના દોષ દેખાય નહિ, ત્યાં આત્મદર્શન કેમ થાય ?
(૧૧૪૦)
સમ્યફબોધ – શ્રવણ થયાં પછી, જીવે પોતામાં શું તપાસવું? શું અવલોકવું ?
* સુખ-શાતામાં અપેક્ષાવૃત્તિ કેટલી રહે છે ? તે સૂક્ષ્મપણે અવલોકીને, ત્યાં ત્યાં ઉદાસીનતા અને મહા વૈરાગ્ય થવો ઘટે. એંઠમાં રાજી થવાય છે !
* અન્ય જીવના દોષ મુખ્ય ન કરવા, જેથી તિરસ્કારવૃત્તિ થઈ આવે. પોતાના દોષ પ્રત્યે તિરસ્કાર કર્તવ્ય છે.
* સપુરુષના ચરણ - શરણ અર્થે શોધક-વૃત્તિ રહે છે કે નહિ ? તેની તીવ્રતા કેટલી? * માર્ગની અપ્રાપ્તિના કારણથી બેચેની ખેદ રહે છે કે નહિ ? * સંસારને કેવી રીતે ખોટો ધાર્યો? સંસારમાં કેટલી પ્રીતિ વર્તે છે ? સારભૂત લાગે છે? * આપણા દોષ દેખાડનાર પ્રત્યે અણગમો થઈ આવે છે ? કે હિતબુદ્ધિએ ઉપકારી લાગે
* બોધ મળ્યા પછી આત્માને તેનો કેટલો ગુણ થયો ? આત્મ જાગૃતિ કેટલી વર્તે છે ? * જે પદાર્થોમાં પોતાપણું થાય છે, ત્યાં મૂઢતા થઈ છે, તેમ લાગે છે ? (૧૧૪૧)
/ પ્રશ્ન :- પુરુષની ઓળખ થવા અર્થે કેવી યોગ્યતા જોઈએ ?
ઉત્તર – જેમ જેમ અસત્સંગનો પરિચય કરવાની વૃત્તિ ઘટે વા અસત્સંગથી ચિત્ત પાછુ વળી તે પ્રત્યે સહજ ઉદાસીનતા થાય, અને સ્વ વિચાર દશા – આત્મજાગૃતિ – ઉત્પન્ન થાય તે આત્મહિતની અત્યંત જાગૃતિને લીધે ઉદયના સર્વ પ્રસંગોમાં નીરસ પરિણામો રહ્યાં કરે, જેથી દર્શનમોહનો અનુભાગ ઘટે, અને તેથી જ્ઞાની પુરુષની અંતર દૃષ્ટિ, અને સહજ સ્વરૂપમય દશા જાણવામાં આવતાં, જ્ઞાની પુરુષનું