________________
અનુભવ સંજીવની
૩૧૫ અપૂર્વ મહાભ્ય ભાસી, તેમના પ્રત્યે ચિત્ત ઉલ્લસે – પરમ પ્રેમ આવે, પરા ભક્તિ પ્રગટે, ત્યારે તેમના એક વચનથી પણ અપૂર્વ ફળ પ્રાપ્ત થાય, તેમ જાણી, તે વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે અત્યંત પ્રીતિ ભક્તિ થાય, ત્યાં દુર્લભ હોવા છતાં સમ્યકત્વ દુર્લભ નથી. જ્યાં સુધી સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન થાય ત્યાં સુધી તેમના બોધતું ફળ થવું સંભવતુ નથી. બોધ પરિણમવાની ખાસ પૂર્વ ભૂમિકા એ છે કે બોધિદાતાર પ્રત્યે અપૂર્વ મહાભ્યબુદ્ધિ પ્રગટે. (૧૧૪૨)
Wવર્તમાનમાં સામાન્ય મુમુક્ષુને એટલું ધ્યાન ખેંચાય છે કે આ માર્ગ ખરેખર સત્ય છે, અને તે પ્રાપ્ત કરવાથી જીવનું કલ્યાણ થઈ જાય, પણ બીજી બાજુ મોહના બળવાનપણાને લઈને, મોહને, ટાળતાં હિંમત ચાલે નહિ એટલે સંયોગ ઉપરની સાવધાની છોડતાં – ઉપેક્ષા કરતાં ભય લાગે. જેથી ઉદય – પ્રવૃત્તિમાં જીવન ચાલ્યું જાય – અને તે આવરણકર્તા થઈ પડે. અને મળેલો એવો અપૂર્વ યોગ અફળ જાય છે, તક ચૂકી જવાય છે, દેહાદિમાં રહેલી આત્મબુદ્ધિ જ ભવાંતરમાં દેહાદિ બંધન પ્રાપ્તિનું કારણ છે. વર્તમાનમાં જ વ્યામોહ છોડતાં જો જીવ મૂંઝાય છે, તો પરભવે કેટલું મૂંઝાવું પડશે ? તે મૂંઝવણની વેદના કેવી અકથ્ય હશે ! તે ગંભીરપણે વિચારી વીર્ય ફોરવવું ઘટે, ઉલ્લાસિત વીર્યથી આત્મહિતનો પ્રારંભ થવો ઘટે.
(૧૧૪૩)
વિકલ્પથી સ્વરૂપ સમજીને, આનંદના નિર્વિકલ્પ અનુભવ માટે, એકાગ્રતાની વિચારણા માટે કોઈ એકાંતમાં બેસે છે, અને અનુભવ થયો કે નહિ ? તેવા વિચાર કરે છે. ત્યાં અજાણપણે પોતે કલ્પલા અનુભવથી ( અનુભવ થયા પહેલાં, અનુભવમાં સંતોષ કરવાનો અભિપ્રાય પડેલો હોય છે. (જે પર્યાયબુદ્ધિ છે) જ્ઞાનીને તો એવો અભિપ્રાય હોય છે કે સદાય નિર્વિકલ્પ દશા રહે તો પણ, સ્વભાવની મુખ્યતામાં તેની મુખ્યતા નથી કરવી. એવો જ કોઈ મહા આશ્ચર્યકારી મહિમાવંત પોતે સ્વ-રૂપે છે. જેનું પરિપૂર્ણ સ્વરૂપ છે તેવી જ દશા થવા – રહેવી – તેવો આત્મસ્વભાવ છે જ, તેથી તેવો સ્વભાવ વર્તમાનમાં જ જેને સ્વરૂપે પ્રત્યક્ષ છે (કારણ) શુદ્ધ પર્યાય સહિત, તેને ઉત્પાદ અંશની શુદ્ધ . અશુદ્ધની વિકલ્પના / ચિંતના હોતી નથી. જેવી ચિંતા પર્યાયબુદ્ધિવાનને ( મિથ્યાષ્ટિને) થાય છે.
(૧૧૪૪)
સહજ પ્રત્યક્ષ સદા ઉદ્યોતરૂપ અનંત ચતુષ્ટય મંડિત પરમ સ્વભાવના વર્તમાનને – (મોજૂદગીને) પરમ પૂજ્ય શ્રી પદ્મપ્રભમલધારીદેવે (નિયમસાર ગા-૧૫ ની ટીકામાં) પૂજિત પંચમભાવ પરિણતિ – કારણશુદ્ધ પર્યાય કહીને – દર્શાવીને પરમ ઉપકાર કર્યો છે. વર્તમાન પ્રત્યેક સમયે પૂર્ણ સ્વરૂપે વર્તતું – પ્રત્યક્ષ બિરાજમાન પરમાત્મ તત્ત્વ પોતે કારણ પર્યાય જ છે, ત્યાં અન્ય કાર્ય–પર્યાયની શુદ્ધિ – અશુદ્ધિની ચિંતા / વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? યથાર્થ જ કહ્યું છે :