________________
૩૧૬
અનુભવ સંજીવની
એક દેખીએ એક જાનીએ, રમી રહીએ એક ઠોર;
સમલ વિમલ ન વિચારીએ, યહી સિદ્ધિ નહિં ઔર.' પૂ. શ્રી બનારસીદાસજી, અખંડ પ્રદેશમાં વસ્તુ પોતે વેદન-પ્રત્યક્ષ છે. ઇતિ
(૧૧૪૫)
જીવ ભાવભાવસન માટે પ્રયોગાભ્યાસ ન કરે અને શાસ્ત્રાભ્યાસ વધારે, તો પ્રાયઃ અનેક સ્થળે કલ્પના કરે છે. તેથી માર્ગ–પ્રાપ્તિની દિશામાં જરાપણ વિકાસ થતો નથી, પરંતુ જ્ઞાન-વૃદ્ધિ થયાનો સંતોષ થાય છે, અને ઓઘસંજ્ઞા જનિત વિપર્યાસ થાય છે – એ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાનનો . બંન્ને દોષ થાય છે. કૃપાળુદેવે યથાર્થ જ કહ્યું છે કે નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.'
તેથી થોડું પણ યથાર્થ જ્ઞાન હોવું ઘટે.
-―
જ્ઞાનીપુરુષને પૂર્વ પ્રારબ્ધયોગે પ્રતિકૂળતા / અશાતા આદિ કારણથી બહારમાં શ્રીગુરુનો સત્સંગ – સમાગમ આદિનો અંતરાય વર્તે ત્યારે, તેમનો વૈરાગ્ય વિશેષ પ્રમાણમાં સહજ વૃદ્ધિગત થઈ, સર્વ ઉદયભાવોમાં અધિકપણે નીરસ થઈ, નિજ ચૈતન્યના આશ્રયે અધિક પુરુષાર્થમાં સહજ પરિણમવું થાય છે. તે આરાધના ધન્ય છે. વંદન હો તે પુરુષાર્થમૂર્તિને !!
(સ્મરણ. પૂ. સોગાનીજી)
—
(૧૧૪૬)
―
હું અનંત સામર્થ્યમય એકાકાર પિંડ-દળ છું' એવી દ્રવ્યદૃષ્ટિમાં પર્યાયદૃષ્ટિનો અભાવ છે. જ્ઞાનમાં – અભિપ્રાય હંમેશા દ્રવ્યદૃષ્ટિ અનુસાર જ હોય છે. તેથી પર્યાય જણાય છે તો પણ તેમાં ફેરફાર કરવાની બુદ્ધિ થતી નથી, એટલે કે એમ જણાય છે કે હું અપરિણામી સદાય એકરૂપ રહેતો થકો, સ્વયં પરિણમતા પરિણામમાં ફેરફાર કરી શકતો નથી, અક્રિય છું – તેવી વસ્તુસ્થિતિ અચલિત છે. આ દ્રવ્યના અનુભવમાં ધ્યેયની પૂર્ણતા અને માર્ગની નિઃશંકતા વર્તે છે, તેમજ વિચિત્ર વર્તતા પર્યાયમાં થતા ફેરફારનું સમાધાન પણ થઈ જાય છે. અશુભભાવમાં સહજ ખેદ, શુભ ભાવમાં થોડો ઉત્સાહ અને સ્વરૂપ લીનતામાં શુદ્ધતા જ્ઞાનીને થઈ આવે છે, તો પણ ક્યાંય ફેરફાર કરવાની` ‘બુદ્ધિ' થતી નથી, એ જ પૂર્વ જ્ઞાની – ગુરુ વચનોનો સાક્ષાત્કાર છે. “સબ આગમ ભેદ સો ઉર બસે’– એવી દશા દ્રવ્ય-દ્રષ્ટિ થતાં થાય છે. દૃષ્ટિ - શ્રદ્ધાનો પુટ લાગવાથી પુરુષાર્થ આદિ ઉગ્ર થવાનો સહજ સ્વભાવ છે.
-
(૧૧૪૮)
(૧૧૪૭)
અહો ! સંતોનું જીવન ! પરમાત્મપદને અંતરમાં વળગી રહ્યાં છે, ચોંટી ગયા છે, તેથી બહાર આવવું જરાપણ ગમતું નથી, સુહાતુ નથી. છતાં અનિવાર્યપણે અંશે બહાર આવી જાય છે ! ત્યાં