________________
અનુભવ સંજીવની
૩પ૭ માટે અપેક્ષા રાખીને કરે છે, અજ્ઞાનીની ભાષાથી સમજાવે છે. ઉપરોક્ત શ્રદ્ધાની અપેક્ષા છોડીને તેમની વાત નથી હોતી.
(૧૩૬૪)
દેખો ! ચૈતન્યનો ચમત્કાર ! સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ પ્રવાહ વર્ધમાન થવાથી, આત્મકલ્યાણભૂત એવું આગમોનું રહસ્ય સમજાય છે, અને તેની પ્રાપ્તિ થાય છે. આગમના અભ્યાસ વિના થતી આ લબ્ધિ છે. તેવી જ રીતે કેવળજ્ઞાનની લબ્ધિ-નિષ્કપ ગંભીર ધ્રુવ સ્વભાવના આશ્રયે ઊંડે– ઊંડે ઉતરતા ઉતરતા – હોય છે. પરિણામોનું નિર્મલ7 ઉક્ત લબ્ધિઓનું કારણ છે.(૧૩૬૫)
જિજ્ઞાસા – આત્માનું તેજ-નુર કેવા પ્રકારનું હોય છે ?
સમાધાન :- અચિંત્ય આત્મ-સ્વભાવ છે. શુદ્ધ ચૈતન્યનું પ્રાગટય અર્થાત્ શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ - તે તેનું તેજ છે, નુર છે, જે અચિંત્ય છે, માત્ર અનુભવ ગોચર છે. ચિંતવન ગોચર નથી.
(૧૩૬૬)
જીવને, મૂળમાં, સુખની-નિરાકુળ દશાની જરૂરત હોય તો, બૌદ્ધિક સ્તર પર તત્ત્વને જે પરોક્ષ ધારણાથી જાણ્યું છે. તેની રુચિ ઉત્પન્ન થઈ, અભેદ ભાવે પક્કડ થઈ, પ્રત્યક્ષ કરે, તો દૃષ્ટિ સમ્યક થાય. રુચિ વગરની પરોક્ષ ધારણાવડે પુરુષાર્થ ઉપડે નહિ, તેવી યોગ્યતાવાળાને ખરેખર આત્મસુખની જરૂરત નથી. દ્રવ્યસ્વભાવની અરુચિ સહિતની ધારણા પ્રાયઃ અભિનિવેષનું કારણ થાય
(૧૩૬૭)
છે
જે ઉત્તમ મુમુક્ષુને ક્યાંય – કોઈપણ પદાર્થને વિષે સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ નથી, તેને અંતરમૂખ થવામાં કોઈ અવરોધ હોતો નથી. તેવી સ્થિતિમાં સ્વકાર્ય સહજ થાય છે, પુરુષાર્થની ગતિ સહજ તેજ થાય છે.
(૧૩૬૮)
છે જ્યાં સુધી નિજ પરમાત્માનો વિયોગ - વિરહ વેદના ઉપડે નહિ, ત્યાં સુધી તેનું દર્શન ક્યાંથી થાય? વિરહની અસહ્ય વેદના પ્રત્યક્ષ દર્શનનું કારણ છે. તેમજ વેદનાથી જામેલી મલિનતા ઓગળે છે, અને નિર્મળતા પ્રાપ્ત થાય છે.
(૧૩૬૯)
અનાદિથી માત્ર પર્યાયમાં “સ્વપણું અનુભવાઈ રહ્યું છે. તેથી પર્યાયદષ્ટિ પણ નિવિડ થઈ ગઈ છે. રૂઢ થઈ ગયેલી આવી સ્થિતિનો અભાવ થવો દુષ્કર છે. તોપણ અશક્ય નથી જ. સત્પુરુષના યોગે બીજજ્ઞાનની પ્રાપ્તિ થયે, અપરિણામી, અવિનાશી પરમ સ્વરૂપનું લક્ષ થતાં, પર્યાયબુદ્ધિ શિથિલ