________________
૩૫૬
અનુભવ સંજીવની સમાય છે. તેથી ક્ષણમાત્રમાં સ્વરૂપ સધાય છે. આ ભક્તિ આત્મગુણ પ્રત્યેનો અનન્ય પ્રેમ છે, જે એક્યને સાધે છે, આત્મ-ગુણને સાધે છે.
(૧૩૫૯)
નમ્રતાનું યથાર્થ સ્વરૂપ – બીજાઓ દ્વારા અનાદર પામવા છતાં, મદનો આવેશ (ના અભાવને લીધે) ન થવાથી, અભિમાનનો અભાવ તે ખરું માર્દવ છે. વર્તમાન જાતિ આદિની મુખ્યતા માર્દવને લીધે થતી નથી.
(૧૩૬૦)
ઓળસંજ્ઞાનું સ્વરૂપ સમજી તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણકે તેથી, નિજ કલ્યાણરૂપ એવું જે, પ્રયોજન ચુકી જવાય છે અને મિથ્થા સંતોષ લેવાય છે. ક્રિયાકાંડ અને પદ-ગાવારૂપ ભક્તિ પ્રાયઃ ઓધસંજ્ઞાએ થાય છે. કારણકે તેમાં વર્તમાન મુમુક્ષુ-ભૂમિકા પ્રત્યે દષ્ટિ જતી નથી. પરંતુ સ્વાધ્યાય અને સત્સંગમાં પણ જ્યાં રુઢિગત પ્રવૃત્તિ છે, ત્યાં વર્તમાનમાં પ્રયોજનભૂત શું છે ? તેના ઉપર કોઈ વીરલ જીવાનું લક્ષ હોય છે. તેથી તે પ્રસંગ / પ્રવૃત્તિ પણ ઓઘસંજ્ઞાએ, જાણપણું વધારી, જિજ્ઞાસા ઘટાડી, મિથ્થા સંતોષાઈ, વિસર્જન કરાય છે. સારાંશ એ કે વર્તમાન ભૂમિકાને અનુલક્ષી પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દૃષ્ટિ હોવી ઘટે છે.
(૧૩૬૧)
ઑગસ્ટ - ૧૯૯૪ કર્મચેતનાથી કરાયેલી યમ, નિયમ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ પ્રવૃત્તિ ધર્મનું સાધન થયેલ નથી, પરંતુ કર્મનું કારણ થયું છે, તેથી જ્ઞાનચેતના પ્રગટ કરવાનું શ્રીજિને ફરમાવ્યું છે. અંતર સાવધાનીથી જ્ઞાન સ્વયંને ચેતે . વેદે તે જ્ઞાનચેતના છે, અને રાગાદિ ભાવકર્મને વેદ, તેમાં સાવધાની રહે, તે કર્મચેતનારૂપ અજ્ઞાનદશા છે.
(૧૩૬૨)
સુખસ્વભાવ એવા જીવને, સુખ જોઈએ, તે વિના ચેન પડે નહિ, તૃપ્તિ થાય નહિ. નિજસુખના અજાણપણાને લીધે, સુખ અર્થે વિધ વિધ પદાર્થ – પ્રાપ્તિની ઈચ્છા સહજ થયા કરે, જે સ્વયં દુઃખરૂપ – આકુળતારૂપ, અંતરદાહરૂપ છે. તેવા અંતરદાહને શાંત કરવા અર્થે શાંત - સુધારસમય જ્ઞાન સ્વરૂપમાં અંતર્મુખ થવું–તે એક માત્ર ઉપાય છે. ઉપશમરસથી ત્રિવિધ તાપાગ્નિ શાંત થાય છે – એવા જ્ઞાનીપુરુષના નિશ્ચયને નમસ્કાર હો !
(૧૩૬૩)
V ધ્રુવ આત્મા અર્થાત્ પોતે પર્યાયમાં કાંઈ ઓછુ–વધતું, આઘુ-પાછું, કરી શકતો નથી. – એમ, ધ્રુવની અભેદ શ્રદ્ધા / યથાર્થ શ્રદ્ધા થવાથી, સમજાય છે – આવું અભિપ્રાયમાં રાખીને, જ્ઞાની, પર્યાયને આમ-તેમ કરવાનો ઉપદેશ, પરિણામ ઉપર દૃષ્ટિ | અસ્તિત્વ રાખવાવાળા (અજ્ઞાની)ને