________________
અનુભવ સંજીવની
૩૫૫ ૪. સ્વરૂપ લક્ષ થતાં જ સર્વ ઉદયભાવના પરિણામો, –સર્વ ભૂમિકા (મુમુક્ષુ, જ્ઞાની, મુનિ)ના પર્યાયો સ્વરૂપ લક્ષે જ થાય છે. તેથી યથાર્થ અને સંતુલન જળવાઈ રહે છે.
પ. આ ભૂમિકામાં પ્રથમ જ સ્વરૂપ સ્વપણે ભાસે છે. જેથી પરિણામમાત્રામાં સ્વપણું મટવાનું કારણ બને છે.
(૧૩૫૩)
સતુપુરુષની ઓળખાણ થયાનું લક્ષણ એ છે કે તેમના પ્રત્યે અપૂર્વ સ્નેહ આવે છે. તેમના સાનિધ્યની ભાવના એવી કે તેમના વિયોગે એક ક્ષણ પણ મૃત્યુ સમાન વેદના લાગે. અહો! સત્યોગનું મૂલ્યાંકન ! અહો, અહો અપૂર્વ ગંભીર પ્રઘટના. સત્સંગ મુમુક્ષુનો પ્રાણવાયુ બનાવો ઘટે છે.
(૧૩પ૪)
જે જીવ સ્વયંની યોગ્યતા સમજી શકતો નથી અને અન્યની કે જ્ઞાનીઓની યોગ્યતાને માપે છે, તે અનર્થને કરે છે. તીવ્ર બાહ્ય લક્ષ હોવાથી તેનું નુકસાન કરે છે. તેવા જીવને અંતર્લક્ષ થવું બહુ કઠણ છે.
(૧૩૫૫)
ધર્મ-ક્ષેત્રમાં, જીવ ધર્મબુદ્ધિએ તન, મન, ધનનું સમર્પણ કરે છે. છતાં પણ તેમાં સર્વાર્પણબુદ્ધિનો અભાવ હોય, ત્યારે પ્રકૃતિનો ત્યાગ કરી શકતો નથી. તેથી પારમાર્થિક લાભથી વંચિત રહી જાય છે. તન, મન, ધનનું સમર્પણ અન્યમતી પણ કરે છે. અને તે પૂર્વાનુપૂર્વ છે, અપૂર્વ નથી. આત્મહિતના લક્ષે પ્રકૃતિ-ભાવ મૂકવા તૈયાર થાય તેને ધન્ય છે, તે જીવ અવશ્ય અપૂર્વ સ્વભાવ પ્રગટ કરશે જ. તે ખરી આત્મ - અર્પણા છે.
(૧૩૫૬)
જીવને મુક્ત થવાની ચિંતનાએ ઘેરાયા વિના-મૂંઝાયા વિના, મુમુક્ષતા ઉત્પન્ન થવી સંભવતી નથી. મોક્ષની દઢ ઈચ્છા . પૂર્ણતાનું લક્ષ, થવા પહેલાંનો આ ક્રમ છે. આ ચિંતના વૈરાગ્ય – પ્રેરક હોય છે.
(૧૩૫૭)
જિજ્ઞાસા - સપુરુષને કોણ ઓળખી શકે ?
સમાધાન :- માત્ર પુરુષને જે ઈચ્છે તે તેમને ઓળખી શકે છે. બીજા નહિ. જે બીજાને પણ ઈચ્છે છે તે ક્યાંથી ઓળખી શકે ? જેને પુરુષનું મૂલ્ય ભાસે, તે તેને માત્ર તેને જ ઈચ્છે છે.
(૧૩૫૮)
આ પ્રેમરૂપ નિર્મળ ભક્તિ મહાન પદાર્થ છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ તેનાં ગર્ભમાં