________________
૩૫૪
અનુભવ સંજીવની દેખાયા વિના, (મોક્ષાર્થીને રહે જ નહિ. મોક્ષાર્થી જ ન થયો હોય તે જીવને તેવો પ્રયત્ન, માત્ર કુતૂહલવૃત્તિએ થતો નથી. અર્થાત્ મોક્ષાર્થી જ તેવો પ્રયત્ન કરી શકે. (૧૩૪૯)
આ પ્રશ્ન – સત્પુરુષની ભક્તિમાં રાગ હોય અથવા તે ભક્તિ પ્રેમરૂપ હોય તો તેમાં શું અંતર છે ?
ઉત્તર :રાગનો આધાર પુદ્ગલ છે અથવા લોકસંજ્ઞાએ લૌકિક કારણે અથવા ઓઘસંજ્ઞા થતી ભક્તિ રાગરૂપ હોય છે પરંતુ આત્મગુણને અનુલક્ષે થતું બહુમાન પ્રેમરૂપ હોય છે. સત્પુરુષની ઓળખાણ થતાં ભક્તિ-પ્રેમરૂપ હોય છે અને તે જ્ઞાનપ્રાપ્તિનું મૂળ કારણ છે. (૧૩૫૦)
- સમ્યકત્વના કારણભૂત સાત તત્ત્વોને શ્રદ્ધાન – તેનું પ્રતિપાદન હેય-ઉપાદેયના દૃષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. તેમાં પણ જીવતત્ત્વ એક જ ઉપાદેય છે અને અજીવ તત્ત્વ વિભાવ અને વિભાવનું નિમિત્ત) હેય છે.
હેય = છોડવા યોગ્ય એવા અજીવ તત્ત્વના ગ્રહણનું કારણ હોવાથી આશ્રય તત્ત્વનું પ્રતિપાદન થયું છે અને છોડવા યોગ્ય અજીવતત્ત્વનું ગ્રહણરૂપ હોવાથી ત્યાં પ્રતિબંધ થવાથી, તેનો બંધતત્ત્વપણે નિર્દેશ કરાયો છે.
સંવર અને નિર્જરા, તે અજીવ તત્ત્વને જે ભાવમાં અનાદિથી સ્વપણે ગ્રહણ થયેલું છે) છોડવામાં કારણ હોવાથી કહ્યાં છે, તથા છોડવા યોગ્ય અજીવ તત્ત્વને છોડી દેતાં જીવની જે અવસ્થા વિશેષ થાય છે, તે દર્શાવવા મોક્ષતત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૧૩૫૧)
V પૂર્ણતાનું ધ્યેય અંતરમાં, અને બહારમાં સપુરુષનો યોગ, – આ બંન્ને સાથે હોતાં મોક્ષમાર્ગ સુલભ છે. મુમુક્ષુજીવને તરવા માટે બંન્ને પરમ આવશ્યક છે. બેમાંથી એકપણ ન હોય તો આગળ જવાય નહિ.
(૧૩૫૨)
જુલાઈ - ૧૯૯૪ સ્વરૂપ-લક્ષથી અનેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેથી તેનું ઘણું મહત્વ છે. ૧. પ્રથમ ભાવભાસન સમયે જ સ્વભાવના સંસ્કાર પ્રાપ્ત થાય છે.
૨. પ્રાપ્ત સંસ્કાર અવિનાશી સંપત્તિ હોવાથી, સમ્યકત્વથી પડે તોપણ માર્ગને અલ્પ પ્રયાસ ગ્રહણ કરી લ્ય છે.
૩. સ્વરૂપ-નિશ્ચય સમ્યકત્વના અંગભૂત અસ્તિત્વગ્રહણ હોવાથી, અલ્પ કાળમાં, સ્વાનુભૂતિ પ્રગટ થાય, તેવું અનન્ય કારણ છે.