________________
૩૫૮
અનુભવ સંજીવની
થઈ દ્રવ્યદૃષ્ટિ પ્રગટવાનું કારણ બને છે. અનંત સુખધામ' નિજપદના નિર્ણયનું બળ, સ્વાનુભૂતિ પ્રગટ કરે છે, ત્યારે દૃષ્ટિ સમ્યક્ થાય છે. ધ્રુવપદમાં પોતાપણું સ્થપાય છે, અનુભવાય છે, પરિણામનું એકત્વ મટે છે અને સહજ પુરુષાર્થ, વિવેક, નિર્મળતા, પર્યાયની ગૌણતા, સાક્ષીભાવ, આદિ પ્રગટ થઈ, વૃદ્ધિગત થવા લાગે છે. તોપણ ‘ત્રિકાળી છું તે જ મુખ્ય રહે છે. (૧૩૭૦)
મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ ક્રમથી યથાર્થ પ્રકારે દર્શનમોહનો રસ / અનુભાગ ઘટવાથી જ્યારે યથાર્થ નિર્મળતા આવે છે, ત્યારે સુખના નિશ્ચયપૂર્વક જે સુખાનુભવ (સુખાભાસ) તે ભૂલ પકડાય છે. જેથી સુખબુદ્ધિ અને પરની આધારબુદ્ધિ મટે છે અને જ્ઞાનનું સુખરૂપપણું પોતાને જ્ઞાનમાં ભાસે છે. જે આત્મસ્વરૂપનું બીજજ્ઞાન છે.
(૧૩૭૧)
સત્-શાસ્ત્ર, સત્સંગ અને સિદ્ધાંત, જે સન્માર્ગ પ્રાપ્તિ માટે ઉપલબ્ધ હોવા છતાં, જે જીવ ધ્યાનાદિ માટે અન્યમતીને અનુસરે છે, તે મૂળ મુક્તિમાર્ગને છોડીને ઉન્માર્ગે માર્ગની શોધ કરે છે.
(૧૩૭૨)
પાત્રતામાં જીવના મુખ્ય ત્રણ ગુણોમાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે. મિથ્યાશ્રદ્ધાનો દર્શનમોહનો અનુભાગ ઘટે છે.
જ્ઞાનમાં વિપર્યાસ ઘટે છે મટે છે અને યથાર્થતા આવે છે. કષાય રસ મંદ પડી જાય છે.
-
સપ્ટેમ્બર - ૧૯૯૪
-
(૧૩૭૩)
ઑક્ટોબર - ૧૯૯૪
સુવિચારણા, અંતઃકરણની શુદ્ધિ, સંસાર સુખની ઉપેક્ષાવૃત્તિ આદિ પૂર્ણતાનું લક્ષ બંધાવાના અંગભૂત છે.
(૧૩૭૪)
મુમુક્ષુજીવને નિજકલ્યાણના હેતુથી જે અંદરથી સૂઝ આવે છે, તેથી મુમુક્ષુતા / યોગ્યતા વર્ધમાન થાય છે. બાહ્યથી / શ્રવણ - વાંચન આદિથી જે માર્ગદર્શન મળે, તે અંતરસૂઝની પુષ્ટિ માટે હોવું ઘટે અથવા આગળ વધવાની સૂચના (Hint) રૂપે હોવું ઘટે; કારણકે તે પારકું – ઉછીનું લીધેલું છે. તેથી પહેલાના જેટલો લાભ થતો નથી.
(૧૩૭૫)
આત્મકલ્યાણની તીવ્ર લગનીપૂર્વક જે સત્પુરુષના સાનિધ્યમાં જાય છે, તે જીવને સત્પુરુષની