________________
અનુભવ સંજીવની
૩૫૯ ઓળખાણ થઈ, અંદરમાં માર્ગ સૂઝે છે અને તે અવશ્ય તરી જાય છે. સસંગ / સપુરુષ પ્રાપ્ત થવા છતાં અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોવા છતાં સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલીનો અભાવ છે – તે અન્ય પ્રતિબંધને પ્રદર્શિત કરે છે – તેને અંતર ગવેષણાથી / અવલોકનથી શોધવો ઘટે છે.
(૧૩૭૬)
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ બે પ્રકારની સ્થિતિમાં શરૂ થાય છે. એક તો જીવ પરિભ્રમણની ચિંતાથી ઘેરાઈને અન્ય / સાંસારિક ચિંતાથી ઉપેક્ષાવાન થઈને, બીજો સંસારની અપેક્ષાઓ – આશાઓ રાખીને પ્રથમ પ્રકારથી યથાર્થતા આવે છે. બીજા પ્રકારે થયેલો તસ્વાભ્યાસ આગમ અનુકૂળ હોવા છતાં યથાર્થ નહિ હોવાથી નિષ્ફળ જાય છે.
(૧૩૭૭)
એ આત્માને બોધ-પરિણમન થવા અર્થે, બોધ સ્વરૂપ જ્ઞાનીનો પ્રત્યક્ષ સમાગમરૂપ પરમ સત્સંગ જેવો અન્ય કોઈ ઉપાય (શાસ્ત્ર વાંચન આદિ) નથી, કારણકે બોધ પરિણમવાનો નિયમ એવો છે કે જેને જ્ઞાની પુરુષનું પરિણમન દેખાય છે, તે જ્ઞાનીના યથાર્થ દર્શનમાત્રથી જ્ઞાની થાય છે. તેથી જ ઉચ્ચ કોટીના મુમુક્ષુના પરિચયરૂપ સમાગમથી અન્ય મુમુક્ષુને આગળ વધવાનું સુગમ બને છે.
(૧૩૭૮)
જિજ્ઞાસા :- તત્ત્વને બરાબર સમજવા છતાં, પ્રાપ્ત થવામાં નિષ્ફળતા ક્યા કારણથી હોય
સમાધાન :- લાભ-નુકસાનની સમજ હોવા છતાં દર્શનમોહની પ્રબળતાને લીધે લાભ-નુકશાનનું મૂલ્યાંકન થયું નથી તેથી જેટલી ગંભીરતા છે, તેટલી ભાસતી નથી, ગંભીરતાના અભાવને લીધે સંસાર-મોક્ષ પ્રતિના પ્રવૃત્તિરૂપ પરિણામમાં ગૌણતા–મુખ્યતા થવી ઘટે તે થતી નથી. Change of priority વિના આત્મકલ્યાણ અંગે બળ ઉત્પન્ન થતું નથી અને સંસાર બળ ઘટતું નથી. સંસાર બળની વિદ્યમાનતામાં તત્ત્વની સમજણ નિષ્ફળ થાય તે અસ્વાભાવિક નથી. Top priority માં આત્મકલ્યાણ થયે સંસાર આખો ગૌણ થાય, ત્યારે યથાર્થતા આવે, ઉપર ઉપરનો પ્રયત્ન મટી અંતરથી ઉપાડ આવે.
(૧૩૭૯)
સર્વ જ્ઞાની પુરુષોની સત્સંગની ઉપાસના કરવા, આજ્ઞા છે. તેમાં રહસ્ય એ છે કે પાત્ર જીવને, વિશેષ ગુણીના પરિચયથી તેનું પરિણમન જોવા મળે છે. જેથી પોતાના પરિણામ ઉપર તુરત સીધી અસર આવે છે. પરિણામ ઉપર અસર થવાનો આ સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. પ્રયોગ છે – અનેક ગ્રંથના પઠનથી જે અસર થાય, તેથી વધુ અસર આ પ્રયોગ થાય છે. કારણકે આ