________________
૩૬૦
અનુભવ સંજીવની અનુભવ પદ્ધતિ છે. આવુ સત્સંગ-રહસ્ય જેને સમજાય છે, તેને સત્સંગનું ખરું મૂલ્યાંકન થાય છે, અને તે સર્વાર્પણબુદ્ધિએ સત્સંગને ઉપાસે છે.
(૧૩૮૦)
V જિજ્ઞાસા :- સમજણ અને ભાવભાસનમાં શું ફરક છે ? ભાવભાસનથી શું લાભ થાય?
સમાધાન – સમજણ એ તર્ક, ન્યાય, યુક્તિ, આગમ આદિથી સમ્મત થયેલી વિચાર પદ્ધતિથી) સ્થિતિ છે. તેમાં અનુભવનો અભાવ હોવાથી પર્યાપ્ત બળ ઉત્પન્ન થતું નથી, અને વિષયની / પ્રયોજનની ગંભીરતા પણ ઉત્પન્ન થતી નથી તેથી સમજણની સફળતા પ્રાપ્ત થતી નથી. જ્યારે ભાવભાસન તો પ્રયોગ પદ્ધતિથી આવે છે, તેમાં જ્ઞાન કેળવાય છે અને તે અનુભવ પદ્ધતિ (Feeling Process) હોવાથી મૂલ્યાંકન થઈ, વિષયની ગંભીરતા આવે છે, ત્યારે Priority Change થવાનો અવસર આવે છે. સફળતાનું આ રહસ્ય છે. તેથી મહાત્માઓએ ભાવભાસન પૂર્વક સમજણ કરવા બોધ આપ્યો છે.
(૧૩૮૧)
V જિજ્ઞાસા :- તત્ત્વ સમજાયા પછી ભાવભાસન થવા અર્થે શું કરવું જોઈએ ?
સમાધાન – જે જે વાતો સમજમાં આવી હોય તેને ચાલતા પરિણમનમાં મીંઢવણી કરીને લાગુ કરવા પ્રયત્ન કરવો જોઈએ, તો તેનો ભાવ ભાસે. ભાવભાસનમાં જે તે ભાવોનું લાગવું– To feel – થાય છે. તેથી ભાવભાસન તે વિચારજ્ઞાનથી આગળ વધી, અનુભવજ્ઞાન પ્રતિ લઈ જવાની પ્રક્રિયા છે. સ્વરૂપનું ભાવભાસન જ્ઞાન લક્ષણના અનુભવાશે પ્રતીતરૂપ હોય છે. જે સ્વાનુભવનું અંગ છે. મુમુક્ષુને આત્મકલ્યાણ દ્વારા આત્મલાભનો ભાવભાસે અને મૂલ્યાંકન થાય તો પરમાર્થમાર્ગ પ્રતિ આગળ વધવાનું સહજ થાય.
(૧૩૮૨)
નવેમ્બર – ૧૯૯૪ બંધન અને પ્રતિબંધમાં અંતર છે. જ્ઞાનીને કોઈપણ દ્રવ્ય-ભાવનું પ્રતિબંધ નથી. કેમકે જ્ઞાનમયભાવપણે સર્વથી સર્વથા પોતાનો ભિન્નપણે અનુભવ વર્તે છે; જે પ્રત્યક્ષ છે, પૂર્વ પ્રારબ્ધને લીધે ભલે વ્યહારના સંયોગોનાં બંધનમાં વ્યવહારીક મર્યાદામાં વર્તે છે, તો પણ તેમને તેનો પ્રતિબંધ નથી. પરંતુ અજ્ઞાનદશામાં કર્મ નિત પર્યાયભાવે વર્તતા અનેક વિભાવમાં અટકતા જીવને તે તે ભાવો અને ઉદય પ્રસંગોનો પ્રતિબંધ હોય છે.
(૧૩૮૩)
/ પરલક્ષી શાસ્ત્રનાં જ્ઞાનની ધારણામાં સંતુષ્ટ થઈ, માત્ર શાસ્ત્રના અભ્યાસમાં રોકાવાથી, આત્મકલ્યાણ ગૌણ થઈ જાય છે. તે એકાંત જ્ઞાનમાર્ગ છે. અને તેવા જ્ઞાનના અમલીકરણનો પુરુષાર્થ ન થઈ શકવાથી, પ્રયોજનભૂત વિષય પર લક્ષ રહેતું નથી. પરિણામે સંભવતઃ નુકસાન