________________
અનુભવ સંજીવની
૩૬૧ આવી પડે છે; શાસ્ત્રીય અભિનિવેશ થાય છે. જેને લીધે અન્ય દોષો ઉત્પન્ન થાય છે; નિઃશંકતા ઉત્પન્ન હોતી નથી. વિકલ્પો કદી શાંત થતા નથી. જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થઈ, ઉન્મતતા આવે છે. ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટ થવાનું બને છે.
(૧૩૮૪)
પ્રશ્ન – મુમુક્ષુની ભૂમિકામાં યોગ્ય યથાર્થ જ્ઞાન, ક્રિયા અને ભક્તિનો પ્રકાર કેવો હોય ?
ઉત્તર :– મુમુક્ષુને યથાર્થ સમજણરૂપ જ્ઞાન જ સાધન છે. પ્રારંભમાં આત્મકલ્યાણને લક્ષે તત્ત્વવિચાર હોય. સુવિચારણામાં કેન્દ્રસ્થાને પોતાનું પરમ હિત જ રહે, તેથી સમજણને અમલીકરણરૂપ પ્રયોગમાં લાગુ કરવાનો પ્રયાસ ચાલે તે ક્રિયા - યથાર્થ ક્રિયા છે, જેનાથી જ્ઞાનમાં વિશેષ નિર્મળતા થાય છે, દર્શનમોહનો અનુભાગ પણ ઘટે છે અને સત્પુરુષનું - સજીવનમૂર્તિનું સ્વરૂપ ઓળખાય છે ત્યારે તેમના પ્રત્યે – મોક્ષદાતા પ્રત્યે પરમ ભક્તિ પ્રેમરૂપ આવે છે, તે યથાર્થ ભક્તિ છે. એક ન્યાયે ત્રણેય જ્ઞાનની જ પર્યાય છે. આત્મહિતનું મૂલ્યાંકન, સમજણનું જ અમલીકરણ, અને પુરુષની ઓળખાણથી ઉત્પન્ન બહુમાન – પ્રેમભક્તિ, અચલ પ્રતીતિ.
(૧૩૮૫)
આ પ્રશ્ન – તત્ત્વજ્ઞાનનો અભ્યાસ વગેરે વર્ષો સુધી અમોએ કરવા છતાં આત્મહિતમાં આગળ કેમ વધી શકાયું નહિ ?
સમાધાન :- કાં તો શુદ્ધ અંતઃકરણપૂર્વક આત્માર્થાતા ન ઉત્પન્ન થઈ, અને જેણે તત્ત્વજ્ઞાન આપ્યું તેના પ્રત્યે ભક્તિરૂપ મહાભ્ય આવ્યું નહિ. આ બે માંથી એક પણ કારણની ક્ષતિ રહે ત્યાં સુધી મુમુક્ષુ આગળ વધી શકતો નથી.
(૧૩૮૬)
Wપ્રશ્ન :– અનેક ગ્રંથ વાંચ્યા છતાં એમ લાગ્યું છે કે જે જોઈએ છીએ, તે હજી તેમાંથી મળતું નથી ? આમ કેમ ?
ઉત્તર – શાસ્ત્ર વચનો પરિભાષા રૂપે હોવાથી, માર્ગના મર્મની અભિવ્યક્તિ પર્યાપ્ત માત્રામાં તેમાં થતી નથી. તેથી તેમાંથી મર્મ પકડાવો સુલભ નથી; પ્રયોગ – જ્ઞાની / ઉત્કૃષ્ટ મુમુક્ષુના પ્રત્યક્ષ પરિણમનમાં તે (પરમાર્થ) વિશિષ્ટ પ્રકારે વ્યક્ત થતો હોવાથી, પ્રત્યક્ષ યોગે તે સમજાય છે; સમજાય છે, ત્યારે તેવો બોધ આત્મામાં અસર કરે છે, ત્યારે તેનું પરિણમન અન્યને પરિણમનનું કારણ બને છે. તેથી જ પ્રત્યક્ષ યોગરૂપ સત્સંગનું અદ્વિતય મહત્વ સર્વ જ્ઞાનીઓએ પ્રકાશ્ય છે. જે અનુભવનીય છે.
(૧૩૮૭)
તત્ત્વજ્ઞાનની સમજણ જેને થઈ હોય તેણે તેને અનુભવમાં મૂકવાનો પ્રયાસ અવશ્ય કરવો