________________
૩૬૨
અનુભવ સંજીવની
જોઈએ. કારણકે તત્ત્વજ્ઞાન એ માત્ર, વ્યાખ્યાનો વિષય નથી, પરંતુ તે અનુભવનો વિષય છે. જો તથારૂપ પ્રયત્નથી ભાવભાસન કરવામાં આવે નહિ, તો તે સમજણના વિષયમાં જીવને કલ્પના થાય છે, અને તેમાંથી વિપર્યાસ જન્મે છે, તેનું ફળ દુઃખ છે. (૧૩૮૮)
/ જિજ્ઞાસા :- આત્મ-કલ્યાણના ઉપાયની મુખ્ય ચાવી (Master Key) શું છે ?
સમાધાન :- આત્મ-હિતરૂપ જે પ્રયોજન, તેની તીક્ષ્ણ અને સૂક્ષ્મદષ્ટિ હોવી તે આત્મ-સિદ્ધિની મુખ્ય ચાવી છે. તે કારણથી માર્ગ સરળ થાય છે અને માર્ગમાં ઝડપી આગળ વધાય છે. તેમજ આત્મ-હિતની સૂઝ અંદરથી આવે છે, દષ્ટિ નિર્મળ થાય છે. જેને ઉક્ત દૃષ્ટિ સાધ્ય કરી છે તેનો પરમાર્થ માર્ગમાં ચમત્કારિક વિકાસ થાય છે. (૧૩૮૯)
મુમુક્ષુને પોતાની યોગ્યતાનું ભાન હોય તો ત્યાંથી આગળ વધવાનું જે વર્તમાન પ્રયોજન, તેની સૂઝ / સમજ પડે, નહિ તો પ્રયોજનના વિષયમાં લક્ષ જાય નહિ. સાથે સાથે પૂર્ણતાનું ધ્યેય પણ હોવું ઘટે. જેથી ઉપર ઉપરના ગુણસ્થાનો સ્થિત ધર્માત્માને ઓળખવા રૂપ પ્રયોજન યથાર્થપણે સમજાય અને ભાવના ઉત્પન્ન થાય વા ભાવના વૃદ્ધિ થાય. અંતિમ પ્રયોજન પૂર્ણ સુખનું છે.
પ્રયોજનની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દૃષ્ટિમાં સર્વ પર્યાયનો વિકાસ રહેલો છે અને ત્યાં જ વર્તમાન પ્રયોજન અને અંતિમ પૂર્ણતાના પ્રયોજન – બંન્નેની સુસંગતા અને સુમેળ સધાય છે. તેથી ચૂકવાનો અવકાશ રહેતો નથી.
(૧૩૯૦)
ડિસેમ્બર
૧૯૯૪
સુપાત્ર - ઉજ્જવળ આત્માઓ અનુકૂળ કે પ્રતિકૂળ - બંન્ને પ્રસંગોમાં સ્વતઃ સહજ વૈરાગ્યમાં પરિણમે છે. આ મુમુક્ષુની પરિણામશીલતા છે. તેથી સામાન્ય જનની માફક મુમુક્ષુ અનુકૂળતામાં ફસાતો નથી અને પ્રતિકૂળતામાં ઘેરાતો નથી.
-
(૧૩૯૧)
-
આત્મ-કલ્યાણની યથાર્થ ભાવનામાંથી જયાં સત્પુરુષના પ્રત્યક્ષયોગની અત્યંત અત્યંત આવશ્યકતા ભાસે ત્યાં ‘આત્મજોગ’ ઉત્પન્ન થાય છે. ‘અંતરભેદ જાગૃતિ’ થવા અર્થે તથારૂપ આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે.
સત્પુરુષના પ્રત્યક્ષયોગે પ્રતિબંધક ભાવ / પરિણતિ ભેદાય જાય છે અને અંતરથી જાગૃતિ અપૂર્વ પરિણામે આવે છે. વા ‘અંતરસ્વરૂપનું રહસ્ય’ (‘અંતરભેદ’) ભાસ્યમાન થઈ, જાગૃતિ આવે છે.
(૧૩૯૨)