________________
૭૬
અનુભવ સંજીવની
સમ્યક્ માર્ગની સૂક્ષ્મતાના વિષયમાં વિભિન્ન પ્રકારના ભાવોમાં સંતુલન જળવાઈ રહે તે વિપર્યાસ ન થવામાં કારણભૂત - સમ્યક્ત્વ - સ્વરૂપની ઉપાદેયતા છે. જેમ કે :
(૧) નિશ્ચય - વ્યવહાર (૨) દ્રવ્ય . પર્યાય (૩) શ્રદ્ધા . જ્ઞાન (૪) ઉપાદાન - નિમિત્ત (૫) ભેદ - અભેદ (૬) ચારિત્રમોહ - દર્શનમોહ (૭) આગમ - અધ્યાત્મ (૮) ઉત્સર્ગ - અપવાદ (૯) જ્ઞાન - પુરુષાર્થ (૧૦) પર્યાયની ભિન્નતા - અભિન્નતા. E
-
(૧) નિશ્ચય - વ્યવહાર : આગમમાં પ્રયોજનવશ નિશ્ચયની મુખ્યતા સ્થાપી છે. પરંતુ નિશ્ચયાભાસ ન થાય, તેમજ ક્યાંક પ્રયોજનવશ વ્યવહારની મુખ્યતાથી પણ નિરૂપણ છે; તોપણ વ્યવહારાભાસ ન થાય અને ઉભયાભાસ પણ ન થાય, તે આ વિષયમાં સંતુલન રહેવાથી નિશ્ચય - વ્યવહારની અવિરોધતા સધાય છે.
(૨) દ્રવ્ય - પર્યાય : દ્રવ્યનું અવલંબન, દ્રવ્ય પ્રત્યેના જોરથી લેવાય છે; તો પણ વેદન પર્યાયનું હોય છે. આનંદ પર્યાયમાં આવે છે તે અપૂર્વ છે. છતાં પર્યાયની મુખ્યતા કે આશ્રય થતો નથી. બન્ને પ્રયોજન સાથે સંકળાયેલા હોવાં છતાં યથાસ્થાને રહે તે સંતુલનના કારણથી મોક્ષપદની ભાવના કાળે પણ ...
(૩) શ્રદ્ધા - જ્ઞાન : સભ્યશ્રદ્ધા માત્ર સ્વ-સ્વરૂપને જ સ્વીકારે છે. જ્ઞાન સ્વરૂપને / પોતાને તેમ જ શ્રદ્ધા, પુરુષાર્થ, આનંદ આદિ પર્યાયો, ગુણભેદો, નિમિત્તો વગેરે ને જેમ છે તેમ સ્વીકારે છે; તો પણ મુખ્યતા / લક્ષ શ્રદ્ધાના વિષયની કરે છે. તેમાં શ્રદ્ધા - જ્ઞાનમાં અવિરોધપણું રહે, તે આ વિષયનું સંતુલન છે.
(૪) ઉપાદાન - નિમિત્ત : આગમમાં વીતરાગી દેવ, શાસ્ત્ર, ગુરુનું સાચા નિમિત્તરૂપે સ્થાપન કરેલ છે. દેશનાલબ્ધિનો સિદ્ધાંત પણ તદ્ અનુસાર પ્રસિદ્ધ છે. તેથી વિદ્યમાન પ્રત્યક્ષ યોગરૂપ સત્સમાગમનો મહિમા પણ આગમમાં પ્રસિદ્ધ છે અને યથાર્થ ભૂમિકામાં તે સમુત્પન્ન હોય છે, તો પણ સંતુલન ગુમાવ્યા વગર સાધક ઉપાદાનના પુરુષાર્થમાં સંલગ્ન રહે છે, મુખ્યપણે.
(૫) ભેદ - અભેદ : અનાદિથી અભેદ સ્વરૂપથી અજાણ એવા જીવને ભેદ વિના અભેદ સ્વરૂપ સમજાવવું અશક્ય છે. તેમજ વસ્તુ સ્વરૂપ પણ કચિત્ ભેદરૂપે છે. તેથી ભેદને સ્વરૂપ જ્ઞાન ઉપજવાનું અંગ કહ્યું છે. તે સ્વરૂપ જ્ઞાન થયા પછી પણ વસ્તુનો મહિમા તેમાં રહેલા અનેક ગુણ વૈભવથી કરાય છે. તો પણ અભેદનો અનુભવ સાધવાનો હેતુ તેમાં હોવાથી અભેદ તત્ત્વની જ મુખ્યતા રહે, તેવું સંતુલન સમ્યક્ માર્ગમાં હોય છે.
(૬) ચારિત્રમોહ - દર્શનમોહ : ચારિત્રમોહ વશ, મોક્ષમાર્ગી જીવને પણ રાગ-દ્વેષ થાય છે; તો પણ દર્શનમોહ સહિત થાય તેવા રાગાદિ ન થાય તેવું સંતુલન સમ્યક્ માર્ગમાં હોય છે, અર્થાત્ નિજ સ્વરૂપના ભાનમાં રાગાદિ થવાં છતાં, તેમાં તન્મય ન થતાં, ભિન્ન રહેવારૂપ સંતુલન રહે છે. કારણ સ્વરૂપનું એકત્વ છૂટતું નથી.