________________
અનુભવ સંજીવની
૭પ
૧૫૧-૧૫૨).
જ્ઞાન મોહનો નાશ કરે છે અથવા જ્ઞાન થતાં મોહ ઉત્પન્ન થતો નથી, તે કેવું જ્ઞાન?
પરપદાર્થથી ભિન્નતાનું જ્ઞાન, (અનુભવ)–પરની જડતાનું જ્ઞાન અથવા પરમાં સુખ-દુઃખ રહિતપણાનું જ્ઞાન, સહજ પરથી ઉદાસ થઈ, પરથી વિમુખ થઈ, સ્વ સન્મુખ થાય છે. - ત્યાં જ્ઞાન જ્ઞાનને - સ્વયંને વેદે છે, સમભાવે સ્વસુખમય થઈને, માત્રજ્ઞાનપણે અથવા “જ્ઞાનમાત્રપણે રહેતાં મોહ વિલય થાય છે. નિયમસાર - ૨૩૪
इत्थं बुद्धा जिनेन्द्रस्य मागँ निर्वाणकारणम् । નિર્વાસિંદું યતિ યક્ત પુનઃ પુનઃ || (નિયમસાર • ૨૪૯) (૨૭૦)
- નિશ્ચંતદશામાં સમસ્ત જગત તૃણવત્ ભાસે છે, જે વિકલ્પોના વિરામનું કારણ છે. અસંગવૃત્તિનું બળવાનપણું, અનંત આનંદમય સ્વ સંગની રમણતાનું નિમિત્ત છે. સ્વ શક્તિથી સ્થિત રહી પરમ પદ આરાધ્ય છે, આરાધ્ય છે.
(૨૭૧)
આત્માની કોઈપણ શક્તિને / ગુણને - શક્તિના ભેદથી ન જોવી પરંતુ દ્રવ્યરૂપે - એકરૂપે દ્રવ્યથી અભેદ, દ્રવ્યની વિશિષ્ટતાથી જોવી, તેમ જોવું તે યથાર્થ છે, નહિ તો ભેદ-વિકલ્પ જાય નહિ. જો ભેદનો રસ વધે તો અભેદનો રસ ન ઊપજે, તે મોટું નુકસાન છે. દ્રવ્યાનુયોગના અભ્યાસકાળે / અભ્યાસમાં આ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
(૨૭૨)
સ્વલક્ષ–તે યથાર્થ લક્ષ છે. તેમાં નિજહિતની જાગૃતિ સહજ વર્તે. સ્વલક્ષ એટલે સ્વરૂપ લક્ષ વા આત્મલક્ષ–આવું આત્મલક્ષ, જ્ઞાનચક્રની | જ્ઞાનના પરિણમનની ધરી બને તો જ્ઞાન ક્યાંય ફસાય નહિ વા અયથાર્થતા પામે નહિ. જ્યાં સુધી સ્વલક્ષ' થતું નથી, ત્યાં સુધી જ્ઞાનની પ્રવૃત્તિ પરલક્ષે જ હોય છે, જે અનેક દોષ, મૂળ દોષ (અજ્ઞાન-મિથ્યાત્વ) ને નિર્મૂળ કરવા અસમર્થ છે. પરંતુ પરલક્ષી તીવ્ર થવાનું બનતાં દોષ ઉત્પાદન થાય છે. પરલક્ષી જ્ઞાન અયથાર્થ જ્ઞાન છે. (૨૭૩)
V સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર . અપૂર્વભાવે થાય તો તે સતત વર્યા કરે. આવી સ્થિતિમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિનો અવકાશ ઉત્પન્ન થાય છે, ત્યારે ઉપયોગમાં દેદીપ્યમાન ચૈતન્ય શક્તિને રવરૂપે અવલોકતાં - ભાવતાં ચિસ આત્મરસ ઉપજે અને પરિણતિ થાય. બળવાન - દઢ પરિણતિ શુદ્ધોપયોગનું કારણ છે અથવા શુદ્ધિ વિશેષનું કારણ છે. આ સર્વનું મૂળ ભાવના છે. માત્ર યુક્તિપૂર્વક શાસ્ત્રનું ચિંતન, મનનથી સદ્ગણોની પ્રાપ્તિ થતી નથી.
(૨૭૪)